આ કોઈ કાલ્પનિક સ્ટોરી નથી પરંતુ સત્યઘટનાથી પ્રેરિત થઈને લખવામાં આવેલી સ્ટોરી છે. છેલ્લે સુધી અચૂક વાંચજો…
વાત ઘણા વર્ષો પહેલાની છે. એક મધ્યમ વર્ગનો પરિવાર હતો. ઘરમાં એક દીકરો તેના માતા-પિતા અને તેના દાદા-દાદી એમ કુલ મળીને પાંચ સભ્યો રહેતા હતા. પાંચ સભ્યો વચ્ચે ઘરના ગુજરાન ચલાવનારા તે દીકરા ના પિતા એક માત્ર હતા.
દીકરાની ઉંમર નાની હોવાથી, હજુ તેનું ભણતર પણ ચાલી રહ્યું હતું. એવામાં એક દિવસ અચાનક જ બહારગામ થી પાછા ફરતી વખતે એક અકસ્માતમાં તે દીકરા પિતાનું અવસાન થયું. તેની એકમાત્ર કમાણીમાંથી આખા ઘરનું ગુજરાન ચાલતું હતું અને તેનું અકાળે અવસાન થઈ જતા પરિવાર ઉપર શોક નો વજ્રાઘાત તો આવ્યો, સાથે સાથે હવે પરિવારનું ગુજરાન કેમ ચલાવવું એ પણ પ્રશ્ન થઇ ગયો.
પરિવાર પાસે બચતના નામે થોડા જ રૂપિયા હતા, અને દીકરાના મમ્મીને પણ આ વાતનો અંદાજો હતો. પરંતુ દીકરા ની મમ્મી શીતલબેન ને મનમાં એક અતૂટ વિશ્વાસ હતો કે ગમે તેવું દુઃખ આવશે તો પણ સહન કરીને તે તેના દીકરાને એકલા હાથે જ મોટો કરશે. દીકરાને અવાર નવાર શીતલબેન કહેતા કે તું જરા પણ ચિંતા નહીં કરતો, તારું ભણતર જરા પણ નહીં બગડે. અને આપણે આ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળીશું.
શીતલબેનના સીરે હવે ઘરની જવાબદારી આવી પડી હતી, તેના પતિ એક જ કમાણી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. હવે ઘરનું ગુજરાન ચલાવવા માટે શીતલબેન તેઓ પોતે એક ટિફિન સર્વિસ ચાલુ કરશે એવું વિચાર્યું.
પરંતુ એ ગ્રાહકો કઈ રીતે શોધે? કઈ રીતે પોતાની ટિફિન સર્વિસ ગ્રાહકો સુધી પહોંચે તેઓ કંઈક કરે આવા વિચારો સતત મનમાં આવ્યા કરતા હતા. સૌપ્રથમ આજુ બાજુના પાડોશી ને પોતાના ટિફિન સર્વિસ વિશે વાત કરી.
પહેલો ઓર્ડર તેની જ શેરીમાં રહેતા તેના પાડોશીએ આપ્યો. 35 રૂપિયાનું ટીફીન આપ્યું. શીતલ બેન ની આ ખુબજ નાની પરંતુ પહેલી આવક હતી.
તેનું ટિફિન પાડોશીને ખૂબ જ પસંદ આવ્યું, તેને ટિફિનના ઘણાં વખાણ કર્યા. અને જેમ જેમ લોકોના કાને શીતલબેન ના ટિફિન સર્વિસના વખાણ પહોંચતા ગયા તેમ તેમ તેની ટિફિન સર્વિસ ની આવક વધતી ગઈ.
દિવસનું એક ટિફિન બનાવીને શરૂઆત કરનાર શીતલબેન પાસે હવે ઘણા બધા ગ્રાહકો થઈ ચૂક્યા હતા. જે નિયમિત પણે શીતલબેન નું ટિફીન મંગાવી ને જમતા.
દીકરો પણ હવે ધીમે ધીમે મોટો થવા લાગ્યો એટલે એ પણ તેની માતાને મદદ કરવા માટે લોકોના ઘરે ઘરે ટિફિન પહોંચાડવા લાગ્યો. દીકરાની સ્કૂલ પૂરી થઇ અને કોલેજમાં એડમિશન ની વાત આવી એટલે તેની માતા ઈચ્છતી હતી કે સારામાં સારી કોલેજમાં દીકરા નું એડમિશન કરાવવામાં આવે.
પરંતુ હજી શીતલ બેન નો ટિફિનમાં વ્યવસાય એટલો બધો પણ વિકસિત ન થયો હતો કે કોલેજની બે લાખ રૂપિયા ફી પરવડી શકે. પરંતુ તેમ છતાં શીતલબેન અચાનક જ એક દિવસ તે કોલેજના સંચાલક ને મળવા ગયા અને તેની સ્થિતિ વિશે જાણકારી આપી, તેની પરિસ્થિતિ જાણીને સંચાલકે એક પણ રૂપિયા લીધા વગર દીકરા નું કોલેજમાં એડમિશન કરાવ્યું.
દીકરાની કોલેજ ચાલુ થઈ ગઈ ત્યાર પછી દીકરો કોલેજમાં પણ ભણવામાં ખૂબ મહેનત કરતો અને ત્યાર પછી તેની માતાને રસોઈમાં પણ મદદ કરાવતો તેમ જ ટિફિન પહોંચાડવામાં પણ મદદ કરાવતો.
દીકરો કોલેજના છેલ્લા વર્ષમાં હતો ને તેને કોઈએ એક સલાહ આપી, કે તમે આટલું સરસ ટિફિન સર્વિસ ચલાવો છો તો એક લોજ અથવા હોટલ જેવું કંઈક શરૂ કરવું જોઈએ. આ વિચાર દીકરાના મગજમાં બેસી ગયો, એ લોજ શરૂ કરવા માટે જગ્યા વગેરે શોધવા લાગ્યો.
થોડા સમય પછી એક જગ્યા દીકરાના ધ્યાનમાં આવી, પરંતુ તે જગ્યા નું ભાડું વધારે હતું અને એ જગ્યા ભાડે રાખવા માટે થોડી ડિપોઝીટ પણ દેવી પડે તેમ હતી. થોડા પૈસા ઉધાર લઈને તે જગ્યાની ડીપોઝીટ ભરી અને તે જગ્યાને ભાડે રાખી, અને શીતલબેન પોતાની નવી લોજ ચાલુ કરી.
દીકરા ના નામ ઉપર લોજ નું નામ રાખવામાં આવ્યું, જોતજોતામાં જ વિજય લોજ મા ગ્રાહકો ઉમટવા લાગ્યા. સાથે સાથે શીતલબેન ની જવાબદારી પણ વધી ગઈ. કારણકે લોજ માં આવનારા દરેક ગ્રાહકો મોટાભાગે દરરોજ આવનારા હોય છે, અને સાથે સાથે જમવાની ગુણવત્તામાં પણ કોઈ પ્રકારનો ફેરફાર ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે.
દીકરો કોલેજના છેલ્લા વર્ષમાં હતો. આથી દીકરો કોલેજમાં પણ જતો અને પછી અડધા દિવસ નોકરી કરવા પણ જતો હતો, એના કારણે વિજયને અને શીતલ બેન ને મળવાનું ખૂબ જ ઓછું થતું. પરંતુ દરરોજ રાત્રે નવરા પડી બંને લોકો એકબીજા સાથે તેનો દિવસ કેવો રહ્યો એ વિશે વાત કરતા અને શીતલબેન ના ટિફિનના પણ વિજય ખુબ જ વખાણ કરતો.
વિજય નું કોલેજ નું અંતિમ વર્ષ પૂરું થયું અને સારા માર્કેટ વિજય પાસ થઈ ગયો, શીતલ બેન ને ખૂબ જ ખુશી થઇ સાથે સાથે તેઓ નું વર્ષો પહેલા નું સપનું હતું કે વિજય ભણી ગણીને આગળ વધે તે આજે સાકાર થઇ રહ્યું હોય તેવું લાગતું હતું.