લગ્નના અનેક વર્ષો પછી બે પુત્ર હોવા છતાં પત્નીએ કહ્યું મારે દીકરી દત્તક લેવી છે, પતિએ કારણ પૂછ્યું તો એવો જવાબ આપ્યો કે…

સરલાબેન પચાસ વર્ષ ના થયા હતા. તેના ઘર માં ભરપૂર સુખ શાંતિ હતી. અને પોતે પણ ખુબ આનંદ થી રહેતા હતા. પોતાના ઘરના સભ્યો સંપ અને શાંતિથી રહેતા હતા તેમાં તેના આનંદમાં વધારો થતો હતો. પરંતુ ક્યારેક ક્યારેક તેને બેચેની થી જતી અને ઉદાસ થઈને બેસી જતા.

પરંતુ તેની બેચેની નું કારણ તે પોતે પણ જાણી શકતા નહિ. જયારે તેના પતિ તેને પૂછતાં કે તું કેમ ઉદાસ લાગી રહી છે ??તને કાઈ તકલીફ હોય કાઈ દુઃખ હોય તો મને જણાવ પણ તે તેના પતિ ને પણ કઈ કારણ કહેતા નહિ. તેને સંતાન માં બે પુત્રો હતા. જેમાં મોટો દીકરો ભણી ગણી ને નોકરીએ લાગી ગયો હતો.

અને નાનો દીકરો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો તેના દીકરાઓ મોટા થઇ ગયા હોવાથી હવે તે બધા ને તેના કામ માં થી ફુરસદ મળતી નહિ. અને વધારા નો સમય ટી .વી જોવામાં અને મિત્રો ની સાથે ગપ્પા મારવામાં જતો હતો. પણ સરલાબેન ની ઇરછા હતી કે તેમના દીકરાઓ તેની સાથે નિરાંતે બેસી ને વાત કરે.

પરંતુ દીકરા ના ઉમર ના હિસાબે શોખ અલગ હતા. કારણ કે હવે તેના દીકરાઓ નાનપણ માંથી બહાર આવી અને પુરુષ થઈ ગયા હતા. સરલાબેને એક દિવસ સવાર ના તેના પતિ સાથે બેસીને ચા પી રહ્યા હતા. ત્યારે તેના પતિ ને કહ્યું કે મારી ખુશી માટે તમે એક કામ કરશો?

તેના પતિ એ કહ્યું કે હા બોલો તમારી શું ઈચ્છા છે ?ત્યારે સરલાબેને કહ્યું કે મારે એક દીકરીને દત્તક લેવી છે, હું હવે બહુ એકલતામાં જીવી રહી છું. આપણે દીકરા પાસે હવે મારી સાથે બેસવાનો પણ સમય નથી. અને હું હવે મનો મન એકલતા અનુભવું છું.

મને મારા સંતાનો ને ખૂબ જ લાડ લડાવવા નું મન થાય છે. પણ હવે તે શક્ય નથી તેના પતિ એકદમ આશ્ચર્ય થી સરલાબેન ને જોઈ રહ્યા હતા. અને કાઈ સવાલ કરે એ પહેલા જ સરલાબેને કહ્યું કે કોઈ સવાલ જવાબ કરશો નહિ મારા પર આટલી મહેરબાની કરો.

દીકરાઓ સાથે વાત કરી ને સરલાબેન ના પતિ એ નક્કી કર્યું કે આપણે એક દીકરીને દત્તક લઈશું. પરંતુ બધા ના મન માં એકજ સવાલ હતો કે શા માટે ?? અને થોડા દિવસમાં બે મહિના ની એક માસુમ અને પ્યારી દીકરી ને અનાથ આશ્રમ માંથી દત્તક લઇ આવ્યા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel