પૂજા ને માનસી ના ભાભી અને મમ્મી એ ત્રણ થેલી ભરીને ખાવા માટે કરિયાણું આપ્યું ત્યારે પૂજા એ ઈશારા થી કહ્યું કે હવે હું બીજી વાર આવું ત્યારે કપડાં હોય તે આપજો અને ચા પીવડાવી અને તે ચા પી અને ચાલી ગઈ પણ તે એકપણ વાર તેના મોઢે થી કશું બોલી નહિ તેને જે પણ વાત કહી તે બધી ઈશારા થી જ કહી.
પૂજા ત્યાંથી ગઈ ત્યાર પછી માનસીના મમ્મી એ કહ્યું કે પૂજાના સસરા ના અવસાન પછી તેનો સમય પલટાઈ ગયો અને તેના પતિએ ધંધામાં ખૂબ જ મોટી નુકસાની કરી, બધું વેચાઈ ગયું તેમ છતાં તેનું દેણું હજુ નથી પૂરું થયું. દુકાન મકાન બધું જ લેણદારોએ લઈ લીધું છે. અને તે લોકો અત્યારે ભાડાના મકાનમાં રહે છે.
તેનો પતિ નોકરી એ જાય છે અને ત્યાં એક દિવસ તેને ચક્કર આવી જતા પડી ગયો. અને જાણે તેની ઉપર મુસીબતના પહાડ તૂટી પડ્યા હોય તેમ તેના પતિને પેરેલિસિસ નો હુમલો આવ્યો અને હવે તે કશું કામ કરી શકે તેમ નથી. તેને જ્યારે જરૂર હોય ત્યારે આપણી પાસે આવીને જે વસ્તુ જોઈતી હોય તે લઈ જાય છે.
પૂજાને પણ મોઢામાં ચાંદા પડી ગયા છે અને ડોક્ટરે કહ્યું છે કે તેને કેન્સર છે તેથી તે પણ કંઈ નથી બોલી શકતી જે મોઢેથી તેને તેના સસરાને જેમ ફાવે તેમ બોલી હતી તે મોઢામાંથી હવે એક પણ શબ્દ નીકળતો નથી. ઘરના વડીલોનું દિલ દુખાવીને પૂજા એ આખરે શું મેળવ્યું? કર્મ ક્યારેય છોડતા નથી આ તેનો દાખલો છે.
આપણે ભલે વડીલને લાડ ના લડાવી શકીએ પરંતુ તેની સાથે પ્રેમાળ વર્તન સારો વ્યવહાર તો કરી જ શકીએ છીએ. કારણ કે આપણને નાનપણથી મોટા કરવામાં શું તકલીફ પડી છે તે તેઓને જ ખબર હોય છે. અને આપણે જો ઘેર વ્યવહાર કરીએ તો તેના અંતિમ સમય મા તે દુઃખી થઈને જાય છે અને આપણે કરેલા કર્મ આપણે જ ભોગવવા પડે છે.
જીવન માં ઘણા લોકો ઘર ના વડીલો ની સેવા કરી અને તેના સાચા દિલ થી નીકળેલા આશીર્વાદ મેળવે છે. અને વડીલો નું ગઢપણ અને સાથે સાથે તેનું જીવન પણ સુધારે છે. અને પરિવારના બધા સભ્યો એકબીજા ની હૂંફ થી ફૂલે ફાલે છે. તેની સામે અમુક લોકો એવા પણ છે, જે ઘરના વડીલો ને ખુશ રાખવાના બદલે તેને હેરાન કરે છે. અને પરિણામે કરેલા કર્મ ભોગવવા પડે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.