માનસી તેના લગ્ન પછી ઘણી વાર તેના માતા પિતા ને મળવા આવતી પણ લગભગ એકાદ વર્ષ પછી તે તેના પિતાજી ના ઘરે આવી હતી. અને ઘરના સભ્યો ની સાથે બેઠા બેઠા ગપ્પા મારી રહી હતી. ત્યાં જ ઘર નો દરવાજો ખુલ્યો અને એક મહિલા ઘર માં આવી, જે એકદમ ગરીબ દેખાઈ રહી હતી.
એકદમ સાદા કપડા અને ચપ્પલ પહેર્યા હતા. માનસી તેને ઓળખી ના શકે, માનસીના ભાભી એ તેને પાણી આપ્યું અને તેના મમ્મીએ કહ્યું કે આને ઓળખી કે નહીં, આ પૂજા છે. ત્યારે માનસી એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ અને પૂજાની સામે જોવા લાગી. પરંતુ તે હજુ તેને ઓળખી ન શકે. કારણ કે ખૂબ જ ધામધૂમથી તેના લગ્ન થયા હતા.
તેનું જીવન અત્યંત વૈભવી હતું, માનસી અને પૂજા બંને એક જ શેરીમાં રહેતા હતા. પૂજાના સસરા નો પરિવાર પણ તેના દૂરના સગા થતા હોવાથી એકબીજાના ઘરે જવાનું થતું. પૂજાના સાસુ ખૂબ જ હોશ થી દીકરાને પરણાવી અને પૂજાને લાવ્યા હતા. ઘરમાં વહુ લાવવાના ઘણા સપના જોયા હતા.
અને તેને એવું લાગી રહ્યું હતું કે ભગવાને દુનિયાની બધી ખુશી એક સાથે વહુના સ્વરૂપમાં આપી દીધી છે. પરંતુ ઈશ્વરની ઈચ્છા સામે કહેવાય છે કે કોઈનું કંઈ ચાલતું નથી. તેમ પૂજાના સાસુનું નાની બીમારી પછી અવસાન થઈ ગયું. ત્યારે પૂજા ખૂબ જ જોરથી રડી રહી હતી પરંતુ સાસુ ના ગયા ના થોડા દિવસો પછી જ પૂજા તે ઘરની એકમાત્ર સ્ત્રી હતી. અને હવે વહુ માંથી જાણે શેઠાણી બની ગઈ હોવાથી તેનામાં અભિમાન પણ આવી ગયું હતું.
વાત વાતમાં ઘરના સભ્યો સાથે લડાઈ કરી લેતી, અને તેના સસરા હજુ તેની પત્નીના વિયોગ માંથી બહાર પણ નહોતા નીકળ્યા તેનું જીવવું જાણે હરામ કરી નાખ્યું હતું.. ઘરના બધા સભ્યો સાથે તેને બનતું નહીં. તેના સસરાનો એકદમ આનંદી સ્વભાવ હતો અને હવે તેને જોઈને પણ દયા આવે તેવું જીવન થઈ ગયું હતું.
પોતે ઘરના માલિક હોવા છતાં તેને ત્રીજા માળ ઉપર આવેલી નાની એવી ઓરડીમાં રહેવા માટે મજબૂર કરી નાખ્યા હતા. અને પેટ ભરીને જમવા પણ મળતું નહીં.. ક્યારેક તેના સસરા શેરીમાં બહાર આવે તો તેના કપડા પણ સ્વચ્છ ન હોય અને તે કોઈની સાથે ઊભા રહીને કોઈ વાત પણ ન કરતા.
આમને આમ દુઃખી થઈને એક દિવસ તેણે પણ જિંદગીથી હાર માની લીધી કારણ કે તેની ઉંમર પ્રમાણે તેનાથી હવે વધુ સહન થાય તેમ ન હતું.. સુખી સંપન્ન પરિવારના વડીલ ને આવી રીતે રહેવા માટે મજબૂર કરી દીધા હતા.