લગ્ન થયાના બે જ દિવસ પછી પતિએ પત્નીને છુટા છેડા આપી દીધા, પરંતુ વર્ષો પછી એવું બન્યું કે પતિ...

સુરેશ અને ઉષા ના લગ્ન ને એક દિવસ થયો હતો. ત્યારે બપોરે બંને જમવા માટે બેસતા હતા એટલે ઉષા એ કહ્યું કે બા ને જમવાનું બાકી છે તમે બા ને નીંદર માંથી જગાડી દયો એટલે આપણે ત્રણેય સાથે જમવા બેસી જઇયે લગ્ન પ્રસંગ પૂરો થયો એટલે બા ને એટલો બધો થાક લાગ્યો હતો.

અને શારીરિક નબળાઈ પણ આવી ગઈ હતી સુરેશે કહ્યું કે બા જમી ને જ સુઈ ગયા હશે એટલે આપણે બંને જમી લઈએ બા ને નથી બોલાવવા ત્યારે ઉષાએ કહ્યું કે મને ખબર છે કે બા હજુ જમ્યા નથી. તે બેઠી થઇ ને બા ને જગાડવા લાગી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એટલે સુરેશ ને ગુસ્સો આવ્યો અને ઉષા ની સાથે ઝગડવા લાગ્યો અને ઉષા ને તેના પિતા ના ઘરે મૂકી આવ્યો ઉષા સુશીલ અને સંસ્કારી પરિવાર ની દીકરી હતી તો પણ થોડા દિવસ પછી ઉષા ની સાથે છૂટાછેડા લઇ લીધા ઉષા ને પોતાનો કોઈ વાંક દેખાતો નહોતો અને હતો પણ નહિ તેથી તેને પણ છૂટાછેડા માં સંમતિ આપી દીધી.

અને બંને અલગ અલગ થઇ ગયા બે ત્રણ વર્ષ માં બંને ના બીજી જગ્યા એ લગ્ન થઇ ગયા અને પોતાના સંસાર માં ગુંચવાઈ ગયા ઉષા ને તેના નવા લગ્ન થી બે દીકરા નો જન્મ થયો હતો અને તે ખુબજ સુખી હતી બંને દીકરા પણ ઉષા ની જેમજ સંસ્કારી થયા હતા લગભગ વીસેક વર્ષ પછી દીકરાઓ મોટા થઇ ગયા હતા.

અને તેના લગ્ન પણ કરી નાખ્યા હતા ત્યારે ઉષા એ તેના દીકરા ની પાસે જાત્રા કરવાની ઇરછા વ્યક્ત કરી અને મોટો દીકરો અને વહુ બંને ઉષા ની સાથે ચારધામ ની યાત્રા કરવા નીકળી ગયાઅને બંને ઉષા ની સેવા પણ કરતા હતા.

ફરતા ફરતા એકાદ મહિના પછી તેઓ હરિદ્વાર પહોંચ્યા ત્યાં એક હોટેલ માં જમવા બેઠા હતા અને જમવાનું થાળી માં પીરસાઈ રહ્યું હતું કાચ ની બારી માંથી ઉષા ને એક વૃદ્ધ વ્યક્તિ નજર આવી તેને ફાટેલા કપડાં પહેર્યા હતા એકદમ ભૂખ્યો અને ઘણા દિવસ થી નહાયો નહોતો અને તેને દયા આવી.

અને દીકરા ને કહ્યું કે તે વૃદ્ધ ને આપણે જમાડવા છે પણ પહેલા તું તેને નવડાવી અને બાલ દાઢી સાફ કરાવી નવા કપડાં પહેરાવી અને હોટેલ માં જમાડવા માટે લઇ આવ ઉષા ના કહેવા મુજબ દીકરો તે વૃદ્ધ ને તૈયાર કરી ને હોટેલ ની અંદર લઇ ને આવે છે અને તેને જોતા વેંત ઉષા પોતાની ખુરશી પર થી ઉભી થઇ જાય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તે ભિખારી જેવો લાગતો વૃદ્ધ બીજું કોઈ નહિ પણ ઉષા નો પહેલો પતિ સુરેશ હતો ઉષા એ તેને પૂછ્યું કે આ શું થઇ ગયું આવી હાલત માં કેમ ફરો છો ત્યારે સુરેશે કહ્યું કે મારા સંતાનો ને હું ઘર માં પોસાતો નથી તેથી મને ખાવાનું આપવાનું પણ બંધ કરી નાખ્યું છે અને ઘર માં દીકરાઓ કે વહુ મને મારકૂટ કરી લે છે.

એટલે હું બે વર્ષ થી હરિદ્વાર આવી ગયો છું અને મારા ઘર કરતા તો સુખી છું વાત સાંભળી ને ઉષા એ કહ્યું કે હું જયારે બા ને જમવા માટે બા ને જગાડી રહી હતી ત્યારે ગુસ્સો કરી અને મને છૂટાછેડા આપ્યા પણ ત્યારે તમને ઘર ના વૃદ્ધ વડીલ ની સાથે કેવી રીતે વ્યવહાર અને વર્તન કરવું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને ઘર ના વડીલો નું માન કેમ જાળવવું તે વાત ની ખબર પડી હોય તો આજે તમારે આ દિવસો જોવા ના પડે જેવો વ્યવહાર આપણે આપણા વડીલો ની સાથે કરીયે છીએ આપણા સંતાનો પણ આપણી સાથે એવો જ વ્યવહાર કરે છે અને તમે જે કર્યું છે તેનું ફળ અત્યારે તમારી સામે આવીને ઉભું છે.

દરેક ઘર ના સંતાનો તેને આપવામાં આવતી સલાહ કરતા વધારે અનુકરણ આપણે કેવું વર્તન કરીએ છીએ તેના પર ધ્યાન દેતા હોય છે એટલે સારા સંસ્કાર આપણા માં હોય અને સારી વર્તન પરિવાર ના દરેક ની સાથે કરતા હોય તો આપણા સંતાનો ને કોઈ જાત ની સલાહ દેવાની જરૂર નથી.

કારણ કે તે આપણા વર્તન માંથી જ બધું શીખતાં હોય છે નાની અમથી વાત છે પણ તેના દૂરગામી પરિણામો કેવા આવે છે તેનો એક જીવંત દાખલો છે માટે આપણને જે ના ગમતું હોય તે બીજા ને આપવું નહિ કારણ કે દુનિયા ગોળ છે બધું ફરી ફરી ને આપણી પાસે જ આવે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team