લગ્ન થયા પછી માતા અને પત્નીની કિડની ખરાબ થઈ ગઈ, બંનેને બચાવવા માટે પતિએ જે કર્યું તે જાણી તમે પણ...

દસ વર્ષ નો દીકરો તેના મમ્મી ને સવાલ કરે છે કે માં પ્યાર અને લવ માં શું ફરક છે? ત્યારે તેના મમ્મી તેને જવાબ આપે છે કે હું તને પ્રેમ કરું છું તેને પ્યાર કહેવાય અને મોટો થઇ ને તું લગ્ન કરે અને તારી પત્ની ને પ્રેમ કરે તેને લવ કહેવાય. હું તને ખુબ જ પ્યાર કરું છું. તું જીવનભર ક્યારેય મારો સાથ છોડીશ નહિ.

એમ મને તું પ્રોમિસ આપ એટલે દીકરા એ મમ્મી ને કહ્યું કે મમ્મી હું પ્રોમિસ કરું છું કે જિંદગીભર તારો સાથ છોડીશ નહિ. પંદર વર્ષ પછી દીકરો ભણી ગણી ને કામ પર લાગી જાય છે. અને તેના લગ્ન થાય છે, ઘર માં બધા સુખ અને સંતોષ થી રહે છે. દીકરા ની પત્ની એક દિવસ તેના પતિ ને કહે છે.

તમારા માટે મેં મારા માતા પિતા અને મારા ઘર પરિવારને છોડી ને આવી છું. તમે મને પ્રોમિસ કરો કે તમે મારો સાથ ક્યારેય છોડશો નહિ ત્યારે પતિ તેની પત્ની સાથે પણ પ્રોમિસ કરે છે. બધું બરાબર ચાલતું હતું એવામાં એક દિવસ દીકરા ના મમ્મી ની તબિયત ખરાબ થઇ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ડોકટરે નિદાન કર્યું કે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી કિડની બદલવી પડશે, ત્યારે બીજે ક્યાંય થી કિડની મેળવવાની કોશિશ કર્યા વિના જ દીકરા એ પોતાની કિડની આપવાનું નક્કી કર્યું. હજી ઓપરેશન ની તારીખ નક્કી કરી ત્યાં જ તેની પત્નીની પણ બંને કિડની ખરાબ થઈ ગઈ.

અને તેને પણ જીવાડવા માટે એક કિડની બદલવાનું ડોકટરે કહ્યું સાસુ અને વહુ બંને નું ઓપરેશન થઇ ગયું. અને ભાન માં આવતા તેના મમ્મી એ ડોક્ટર ને પૂછ્યું કે મને કોને કિડની આપી ત્યારે ડોક્ટરે કહ્યું કે તમારા દીકરા એ તમારો જીવ બચાવવા માટે પોતાની કિડની આપી છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બાજુ ના રૂમ માં તેની પત્નીનું ઓપરેશન પણ પૂર્ણ થઇ ગયું હતું, તે ભાનમાં આવતા તેને પણ ડોક્ટર ને સવાલ કર્યો કે મને કિડની કોને આપી, ત્યારે ડોક્ટરે કહ્યું કે તમારા પતિ એ તમને કિડની આપી અને તમારો જીવ બચાવ્યો છે. અને તમારા પતિ નું અવસાન થયું છે અને આ ચીઠી તમારા અને તમારા સાસુ માટે અમને આપી ગયો છે.

ચીઠી ખોલતા જ દીકરા એ પોતાના મમ્મી ને માટે લખ્યું હતું કે મને માફ કરશો તમે મને જિંદગી આપી છે, તો હું તમને કશું થવા દેવાનો નહોતો. અને મારી પત્ની મારા માટે તેના માતા પિતા અને પરિવાર ને છોડી ને આવી છે. તો હું તેને પણ કેમ હેરાન થવા દઉં. તમારા બંને માંથી કોઈ એક ને પણ કઈ થઇ જાય તો હું જિંદગીભર મારી જાતને માફ કરી શકું નહિ.

અને મેં બંને ની સાથે કરેલો વાયદો પણ પૂરો કર્યો છે, મારી મમ્મી અને પત્ની ને એક નવી જિંદગી મળી છે. મારા મન માં આજે પણ માતા નો પ્યાર જીવતો છે, અને પત્ની નો લવ પણ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ભલે આ કદાચ એક કાલ્પનિક સ્ટોરી હોઈ શકે છે, પરંતુ આ સ્ટોરી પ્રેમ અને લવ બંનેની અલગ સમજણ કરાવી જાય છે, તમને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team