એક નાનું ગામ હતું. અને ગામ માં એક મુખિયા હતા. જે ગામ ની અંદર કોઈ ને કઈ પણ ઝઘડો થયો હોય કે કોઈ પણ વાંધો હોય તો મુખિયા પાસે જતા. અને મુખિયા જે ન્યાય કરે તે સૌ ગામ લોકો મંજૂર રાખતા.
મુખિયા ને સંતાનમાં એક માત્ર દીકરી હતી જે આ બધું જુએ અને પિતા સાંજે ઘરે આવે એટલે કહે કે તમે જે ન્યાય કરો છો, તેમાં સાચું કેટલું અને ખોટું કેટલું? એટલે એમાં બધા લોકો ને સાચો ન્યાય મળતો નથી. તેથી તમારે આ કામ મૂકી દેવું જોઈએ!
પણ આ તો મુખિયા નું માન પાન નો નશો હતો એ કેમ મૂકી દેવાઈ. દીકરી વારંવાર કહે પણ મુખિયા માને નહિ. સમય જતા દીકરી ના લગ્ન આવ્યા ખૂબ જ ધામધૂમ થી લગ્ન થયા. જાન પણ 5 દિવસ રોકાણી અને છઠા દિવસે જાન વિદાય કરવાનો સમય આવ્યો. ત્યારે દીકરી એ ગામના બીજા પાંચ વડીલ લોકો ને બોલાવ્યા.
અને પિતાજી ની હાજરી માં કહ્યું કે મારા પિતાજીએ મારી સાથે અન્યાય કર્યો છે. બધા લોકોએ તેને પૂછ્યું કે તમારી સાથે શું અન્યાય થયો છે ત્યારે તો દીકરી એ જવાબ આપતા કહ્યું કે મને મારા પિતાજીએ મને લગ્ન માં અમારી બધી ખેતીવાડી અને ઘર માં જે સોનુ છે એ બધું દેવાનું કહ્યું હતું, અને હવે મને અત્યારે કઈ દીધું નથી તો તમે અત્યારે મને ન્યાય અપાવો.
આ વાત સાંભળી ને મુખિયા પણ મૂંઝાઈ ગયા કે મેં તો મારી દીકરી ને કોઈ દિવસ આવું કહ્યું નથી, અને આજે સાસરે જતાં જતાં મારી આબરૂ ને ધૂળ માં મિલાવતી જાય છે.