પત્નીએ પતિને કહ્યું, “લગ્ન પછી આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો” તો પતિએ જવાબ આપતા કહ્યું…

એક પરિવારની આ વાત છે, પરિવારમાં માત્ર ચાર જણા જ રહેતા હતા. એક છોકરો બંનેના માતાપિતા અને તેના દાદી. છોકરાની ઉંમર લગ્ન કરવા લાયક થઈ ચૂકી હતી. એટલે ઘરમાં પણ તેના વિશે ચર્ચા થઈ રહી હતી.

એક દિવસ એક સંબંધ વિશે ચર્ચા થઈ હતી અને સારો પરિવાર હોવાથી બંને પરિવારે મળવાનું નક્કી કર્યું, અને છોકરો છોકરી પણ એકબીજાને પસંદ હતા આથી સગાઇ કરી દેવાઈ. થોડા સમયમાં જ તેઓના લગ્ન પણ હતા.

બન્ને પરિવાર સુખી-સંપન્ન હોવાથી અત્યંત ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા. લગ્ન થયા પછી ઘરમાં નવી વહુ આવી અને ઘર જાણે આનંદ-ઉલ્લાસથી ગુંજવા લાગી ઉઠ્યું. નવ વધુ ઘરમાં બધાને ખૂબ જ સાર સંભાળ રાખતી અને ઘરમાં પણ બધા જ સભ્યો આ નવી વહુના આગમનથી એકદમ ખુશ હતા. પરંતુ ખબર નહીં શું કામ છોકરાની માતા ઘણી વખત થોડી ઉદાસ રહેતી.

તે છોકરા ના પપ્પા ને થોડા દિવસમાં જ અંદાજો આવી ગયો હતો કે છોકરાના લગ્ન થયા પછી નવી વહુના આ ઘરમાં આગમન પછી તેની પત્નિ થોડી ઉદાસ ઉદાસ રહેવા લાગી છે. પત્નીની આ ઉદાસીનું કારણ જાણવા માટે એક વખત જ્યારે ઘરમાંથી બધા લોકો બહાર ગયા હતા ત્યારે તેણે પોતાની પત્ની પાસે જઈને તેને પૂછ્યું કે હું ઘણા દિવસથી નોટીસ કરી રહ્યો છું કે આપણા છોકરાના લગ્ન તો ખૂબ જ ધામધૂમથી સંપન્ન થઈ ગયા છે. પરંતુ જ્યારથી ઘરમાં વહુ આવી છે ત્યારથી તું થોડી ઉદાસ રહે છે, શું આના માટે કોઇ ખાસ કારણ જવાબદાર છે?

પત્ની એ તરત જ જવાબ આપતા કહ્યું કે અરે જવા દો ને.

પતિએ પૂછ્યું આજે કંઈ હોય તે તું મને કહે, શું થયું?

એટલે પત્નીએ તેને કહ્યું કે શું તમે નોટિસ કર્યું લગ્ન પછી આપણો છોકરો સાવ બદલાઈ ગયો છે. પહેલા તો એ ઘણા વખત સુધી મારી સાથે બેસતો અને મારી સાથે અઢળક વાતો કરતો પરંતુ હવે તો એવું જ લાગે છે કે જાણે એને મારી માટે કંઈ ટાઈમ જ નથી. ક્યારેક ક્યારેક થોડી હળવી વાતો થાય છે.

આ સિવાય જો એક દિવસની પણ રજા પડે તો તે વહુને લઇને તેના સસરાને ત્યાં જ જતો રહે છે. મને તો એવું લાગે છે કે મારા કરતાં તો એ તેના સાસુ સાથે હવે વધારે વાત કરતો હશે. અને હા મને એવું પણ લાગી રહ્યું છે કે હવે આપણો દીકરો અડધો એના સસરાનો થઈ ગયો છે. બસ આ બધા વિચારો મગજમાં ફર્યા કરે છે આથી હું સતત બેચેન રહું છું.

છોકરા ના પપ્પા એ તરત જ તેની પત્નીનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને તેને સહજતાથી જવાબ આપતા કહ્યું કે તારી વાત એકદમ સાચી છે. તારી વાત માં જરા પણ ખોટું નથી. હવે આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો, પરંતુ મારે તને બીજી એક વાત પુછવી છે, પૂછું?

પત્નીએ જવાબ આપતા કહ્યું અરે હા, એમાં શું? પૂછો ને…

પતિએ તેને સવાલ કર્યો કે શું તને એવું લાગે છે કે આ ઘરમાં આવ્યા પછી વહુ એ આપણા ઘરનું વાતાવરણ બગાડી નાખ્યું છે? તેની પત્નીએ તરત જ જવાબ આપ્યો અરે ના રે ના, એ સ્વભાવને તો ખૂબ જ સારી છે. તમે જ જુઓ ને મારું અને તમારું કેટલું ધ્યાન રાખે છે.

દીકરાના પિતાએ થોડું સ્માઇલ કરીને કહ્યું અરે ગાડી જો કોઈ બીજાની દીકરી પૂરેપૂરી આપણી થઈ જતી હોય તો પછી આપણો દિકરો અડધો એનો કે એના માતા-પિતાનો થઈ જાય એમાં કંઈ આવી રીતે ઉદાસ થોડી થવાનું હોય?

પત્નીને બધી જ વાત સમજાઈ ગઈ અને એ પણ પતિ સામે જોઈને હસવા માંડી. એવામાં જ ઘરના બધા સભ્યો બહાર ગયા હતા તે ફરી પાછા ઘરે આવ્યા.

ઘરે આવીને છોકરાએ પૂછ્યું અરે શું વાત છે કેમ આટલા બધા હસો છો? છોકરાની મમ્મી એ જવાબ આપ્યો કંઈ જ નહીં જો આ તારા પપ્પા મને હસાવે છે અને હું પણ…

બસ તે દિવસથી તેના મોઢા પર છવાયેલી ઉદાસી બીજા કોઈ દિવસ દેખાઈ નહીં.

આ સ્ટોરી માં થી સમજવા ઘણું મળે છે કે જો એક સ્ત્રી પોતાનું બધું જ છોડીને પૂરેપૂરી આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપણે ભલે પૂરેપૂરા નહીં પરંતુ અડધા પણ તેના અથવા તેના પરિવારના બની જઈએ તો આ જે બધા પારિવારિક પ્રશ્નો ઉદ્ભવે છે તે ઉભા જ ના થાય.

આ સ્ટોરી ને દરેક લોકો સુધી શેર કરજો એવી નમ્ર વિનંતી છે અને જો તમને પસંદ પડી હોય તો કોમેન્ટમાં અભિપ્રાય પણ આપજો.

error: Content is Protected!