ફરી પાછો ચીને કર્યો દગો… લદાખમાં LAC પર થયેલી હિંસક ઝડપમાં ભારતના 20 જવાન શહીદ, ચીન ના પણ 43 સૈનિકો હતાહત

LAC પર સોમવારે ચીન સાથે આશરે ૪૫ વર્ષ પછી હિંસક ઝડપ થઈ હતી. આ હિંસક ઝડપ ભારત ના સૈનિકો શહીદ થઈ ગયા હતા. ગઈકાલે એટલે કે મંગળવારે બપોરે પણ એક આર્મી ઓફિસર અને બે જવાનોની શહીદ થવાની જાણકારી સામે આવી હતી, પણ આજે સમાચાર એજન્સી એ.એન.આઈ એ સરકારી સૂત્રોના માધ્યમથી જણાવ્યું હતું કે આ ઝડપમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા છે. ખબર એવી પણ આવી રહી છે કે આ સંખ્યા વધી શકે છે.

સમાચાર એજન્સી અનુસાર આ ઘટનામાં ચીની સેના ના પણ 43 જેટલા સૈનિકો હતાહત થયા છે. આ સંખ્યા માંથી થોડા ઘાયલ છે તો થોડા મૃત્યુ પામ્યા છે. જણાવી દઈએ કે સોમવારે રાત્રે બલવાન ઘાટી પાસે બંને દેશોની વચ્ચે વાતચીત પછી બધું સામાન્ય થવાની સ્થિતિ આગળ વધી રહી હતી એવામાં સોમવારે રાત્રે જ બંને દેશોની સેનાઓ વચ્ચે હિંસક ઝડપ થઈ હતી.

આ ઘટનાને પગલે હિમાચલ પ્રદેશ થી જોડાયેલ જેને સીમા કોના ક્ષેત્રમાં એલર્ટ કરવામાં આવ્યું છે. એલર્ટ ની સાથે જ હિમાચલ પોલીસ દ્વારા ત્યાં ની બધી ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી.

આ ઘટના બની ગયા પછી ભારતીય સેનાએ બયાન જાહેર કર્યું હતું. આ બયાનમાં જણાવવામાં આવ્યું હતું કે 15 જૂનની રાત્રે ગલવાન ઘાટી ક્ષેત્રમાં હિંસક ઝડપ થઈ હતી જે ઘટનામાં 20 સૈનિક શહીદ થયા હતા.

રાજ્યના બે જિલ્લા સાથે ચીનની સીમા લાગુ પડે છે, એટલે આ વિસ્તારમાં રહેલા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની એડવાઇઝરી પણ જારી કરવામાં આવી હતી.

આ ઘટના પર આની પહેલા વિદેશ મંત્રાલય એ પણ બયાન જાહેર કર્યું હતું. વિદેશ મંત્રાલય કહ્યું હતું કે ભારતે હંમેશા LAC નું નું સન્માન કર્યું છે અને ચીનને પણ આવું કરવું જોઈએ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel