એક ગામડા થી નજીક ખેતર હતું જેમાં મહિલાઓ ઘાસ કાપી રહી હતી અને તેના ઢગલા કરી રહી હતી. વહેલી સવારનો સમય હતો. સૂર્યના કિરણો ખેતરમાં ધીમે ધીમે પ્રસરી રહ્યાં હતા અને શિયાળાની સવાર હોવાથી ખેતરમાં કામ કરી રહેલા લોકોને પણ આ કૂણો તડકો અત્યંત પસંદ આવી રહ્યો હતો.
અચાનક જ બધા લોકોના આશ્ચર્યની વચ્ચે બાજુમાં રહેલા એક જંગલ માંથી એક સસલું ત્યાં દોડતું દોડતું આવ્યું જે ખુબ જ હાંફતું હતું. તેની પાછળ બે જંગલી કુતરા પડ્યા હતા. કૂતરા સસલા નો પીછો છોડતા નહોતા. અને સસલું આમ-તેમ ભાગાભાગી કરી ને ક્યાંક છુપાવાની જગ્યા શોધી રહ્યું હતું. ત્યાં કેટલાક માણસો ભેગા થઈ ગયા પરંતુ કોઈ એ બિચારા સસલા ને બચાવવા માટે કઈ પણ કોશિશ કરી નહિ. કે કુતરા ને પણ પથ્થર મારી ને ભગાડ્યા પણ નહિ.
પણ ત્યાંજ ઉભા ઉભા મનોરંજન ચાલતું હોય એમ જોતા રહ્યા કે હવે શું થશે કુતરા સસલાનો શિકાર કરશે કે પછી સસલુ બચી જશે આવો વિચાર કરીને બધા જોઈ રહ્યા હતા.
સસલા ને હવે ભગવાન જ બચાવી શકે તેમ હતા કારણ કે તે ચારે બાજુથી ઘેરાઈ ગયું હતું પરંતુ અચાનક જ તેને જોરદાર છલાંગ લગાવી અને ઘાસ ના ઢગલા માં અંદર ચાલ્યું ગયું. અને કુતરા જોતા રહી ગયા. ત્યાં હાજર રહેલા બધા લોકો બોલી ઉઠ્યા કે ભગવાને સસલા ને બચાવી લીધું. અને બધા લોકો આ જોઇને રાજી થયા કે સસલા નો જીવ બચી ગયો.
ભગવાને સસલા ને બચાવવા માટે જ અહીંયા ઘાસ રાખ્યું હોઈ તેમ સસલા નો બચાવ થઇ ગયો એમ બોલતા હતા એ લોકો ને ક્યાં ખબર હતી કે કુતરા થી પણ ખતરનાક કાળ બની ને એક માણસ ત્યાં ઉભો હતો. અને ભગવાને જ તેમાં થી પણ સસલાને બચાવવાનું છે. ભગવાન ની વાત થતી હતી ત્યાં એક માણસ કે જ નાસ્તિક અને ભગવાન નો વિરોધી હતો તે સામે આવ્યો ઘાસ ના ઢગલામાંથી સસલાને પકડીને બહાર લઈ આવ્યો અને બધા લોકો સામે હસવા લાગ્યો.
બધા લોકો આશ્ચર્યથી તેને જોવા લાગ્યા તે માણસ બધા લોકોને સંબોધીને કહ્યું કે હું આ સસલાને હવે મારી નાખીશ આટલું કહીને પોતાના કપડામાં છુપાવી રાખેલ હથિયાર બહાર કાઢીને બધા લોકોને બતાવી અને કહ્યું કે તમે લોકો બધા કહી રહ્યા છો કે ભગવાને આ સસલાને બચાવ્યો પરંતુ તેને આમાં શું કર્યું છે?
હવે હમણાં જ હું આ સસલાને મારી નાખીશ એ ભલે કુતરાઓથી બચી ગયું પરંતુ હું પણ જોઉં છું કે મારાથી કેમ બચે છે. એ પણ જવું છું કે તમારો ભગવાન આ સસલાને મારાથી કેમ બચાવે છે…