એક માણસ મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરી રહ્યો હતો, ભણતર પૂરું કરીને તરત જ નોકરીમાં લાગી ગયો હતો, નવું શહેર અને નવી જગ્યા પર નોકરીમાં તેને હજુ એક વર્ષ થયું હતું. ગામડેથી કોલેજ કરવા માટે શહેરમાં પણ આવી ચૂક્યો હતો હવે જે શહેરમાં રહેતો હતો ત્યાંથી દૂર બીજા શહેરમાં તેની નોકરી લાગી હતી.
તે યુવાન નોકરીમાં પોતાનું કામ અત્યંત નિષ્ઠાથી કરતો, તેને જાનવરો સાથે ખૂબ જ પ્રેમ હતો અને કોઈપણ જાનવર ને તે તકલીફમાં જોઈ શકતો નહીં.
એટલા માટે જ એના ઘરની આજુબાજુમાં ઘણા બધા કુતરા ના નાના બચ્ચાઓ રહેતા હતા. તે જ્યારે પણ નોકરીએથી ઘરે આવે ત્યારે ગમે તેટલું મોડું થઈ ગયું હોય છતાં આવીને પહેલું કામ તે આજુબાજુના બધા કુતરા ના બચ્ચાને કંઈક ખાવાનું આપતો હતો.
અને મોટાભાગે તેના ઘરમાં કુતરા ને આપવા માટે બિસ્કીટ પડ્યા રહેતા. કોઈ વખત બિસ્કિટ ન હોય તો તે બિસ્કીટ લઈને પણ પોતાની પાસે રાખતો અને કૂતરાઓને ખવડાવતો.
એક દિવસ ઓફિસેથી સાંજે આવતાં થોડુ મોડું થઇ ગયું એટલે જમીને તે રાત્રે સીધો ઘરે પહોંચ્યો. પરંતુ કુતરાઓ તો જાણે તેની પહેલેથી રાહ જોઇને બેઠા હોય તેમ તેના ઘરની આજુબાજુમાં જ ચક્કર લગાવી રહ્યા હતા.
તેને ઘરમાં જઈને દરરોજની જેમ જ બિસ્કીટ આપવા માટે બિસ્કીટ નું પેકેટ બહાર કાઢ્યું પરંતુ તેને જોયું તો તેમાં માત્ર થોડા બિસ્કીટ હતા જેમાંથી એક કૂતરાને પણ પુરા ન થઈ શકે, તે જમીને પણ આવ્યો હતો અને મોડો આવ્યો હોવાથી આજુબાજુની બધી દુકાનો બંધ થઈ ચૂકી હતી.
હવે તે કૂતરાઓને શું આપશે એ વિચાર કરતો કરતો ત્યાં જઈને તેઓ ને રમાડવા લાગ્યો, પરંતુ અંતે તેણે નક્કી કર્યું કે કાલે સવારે કૂતરાઓને તે બિસ્કીટ આપીને પછી જ ઓફિસે જશે. અને થોડા સમય સુધી ત્યાં બેસી રહ્યા પછી ફરી પાછો તે ઘરમાં આવીને બારણું બંધ કરી દીધું.