જીવનમાં કોઈ પણ વસ્તુ બને ત્યારે તેની પાછળ કોઈક ને કોઈક કારણ જરૂર હોય છે, તમે બધાએ વાંચ્યું પણ હશે અને કોઇના મોઢે સાંભળ્યું પણ હશે કે જીવનમાં સુખ અને દુઃખ તે તડકા છાયા જેવા છે ક્યારેક જીવનમાં સુખ આવે છે તો ક્યારેક જીવનમાં દુઃખ પણ આવે છે.
પરંતુ આપણી જ વાત કરીએ તો આપણને ખબર હોવા છતાં આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે જીવનમાં મારી સાથે જ કેમ આવું બને છે મારે જ કેમ બધું ભોગવવું પડે છે અથવા મારો શું વાત છે તો મારી સાથે આવું થઈ રહ્યું છે, ખાસ કરીને વગર વાંકે જ્યારે કોઈપણ માણસ તેની આજુબાજુની પરિસ્થિતિ નો શિકાર બને ત્યારે તેને ખૂબ જ વેદના થતી હોય છે.
શું આપણે આપણા કર્મોના ફળ ભોગવવા જ પડે છે? આ સવાલનો જવાબ હા પણ હોઇ શકે અને ના પણ હોઈ શકે પરંતુ આ સવાલનો જવાબ તમે જ નક્કી કરજો નીચે રહેલી સ્ટોરી વાંચીને…
વાત ઘણા વર્ષો પહેલાની છે ગામડામાં બે મિત્રો રહેતા હતા. પ્રતીક અને પારસ બંને એકબીજાના ખાસ ભાઈબંધ હતા અને નાનપણથી જ બંને સાથે આડોશ પાડોશમાં રહેતા હતા એટલે સ્કૂલે જતી વખતે અથવા પછી સ્કૂલથી પાછા આવતી વખતે કે પછી ફ્રી સમયમાં રમતી વખતે બંને મિત્રો એક સાથે જ રહેતા.
ધીમે-ધીમે બન્ને ની સ્કુલ પૂરી થઇ અને બંને સાથે જ હાઇસ્કુલ પણ કરી ભણી ને બંને જણ આગળ આવ્યા. તેઓને ગામડામાં પણ સારી કમાણી થતી હતી પરંતુ એ બન્ને મિત્રોએ વિચાર્યું કે હવે આપણે શહેરમાં જતા રહીએ કારણકે ગામડા કરતા ત્યાં વધુ સારી કમાણી થશે, આવું વિચારીને બંને શહેરમાં તો જતા રહ્યા.
એ સમયમાં કોઈ વાહન વ્યવસ્થા શહેરમાં જવા માટે હતી નહીં એટલે ખૂબ જ મહેનત કરીને તેના ગામડામાં ફરતે બાજુ જંગલ હોવાથી જંગલ પણ ઓળંગી ગયું હતું અને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તેઓ શહેરમાં પહોંચ્યા અને તેઓએ નવો ધંધો ચાલુ કર્યો.
એ બંને મિત્રોનાં નસીબ જોર કરી ગયા અને થોડા જ વર્ષોમાં આ ધંધો વધતો જતો હતો, ગણતરીના વર્ષોમાં તો બંને એ ખૂબ કમાણી કરી અને એક સમયે તેઓ ઘરને પણ ભૂલી ગયા હતા એટલા ધંધામાં પરોવાઇ ચૂક્યા હતા. આશરે સાતેક વર્ષના સમય પછી બંનેને ખૂબ જ ઘરની યાદ આવી રહી હતી એટલે વિચાર્યું કે થોડા સમય સુધી ઘરે ગામડે રોકાઈ આવીએ.
ગામડે જવા માટે એક બેંકમાં પૈસા રાખી દીધા અને કપડાની વગેરે ની તૈયારી કરીને બંને પોતાના ગામે આવવા નીકળ્યા, બંનેની ઉંમર હજી જુવાન હતી એટલે તેઓના પગ અત્યંત ઝડપથી ચાલી શકતા હતા. સાથે પાણી લેવાનું ભૂલી ગયા હતા વચ્ચે રસ્તામાં તેઓને તરસ લાગી પરંતુ આજુબાજુમાં કંઈ સ્ત્રોત દેખાતો ન હતો એવામાં થોડા આગળ ગયા પછી તેઓને એક કુવો દેખાયો.
ત્યાં જઈને જોયું તો કુવા ઉજ્જળ દેખાઈ રહ્યો હતો, પરંતુ કૂવામાં ઊંડે ઊંડે પાણી જેવું કંઈક દેખાતું હતું એટલે પ્રતિક તે કૂવામાં નમીને જોઈ રહ્યો હતો. એટલામાં જ પારસના મનમાં શેતાની વિચાર આવી ગયો. આ વિચાર ઝડપથી તેના મગજમાં પ્રસરી ગયો અને જોતજોતામાં જ તેને પ્રતીકને ધક્કો મારી દીધો પ્રતીક કૂવામાં ઊંડે પડી ગયો. પારસ વિચારવા લાગ્યો કે હવે જેટલા પણ પૈસા છે તે બધા મારા મનોમન ખૂબ ખુશ થવા લાગ્યો.