બહુ જુના સમય ની વાત છે એક બાદશાહ ને પોતાના રાજદરબાર માં બેઠા બેઠા મન માં એક વિચાર આવ્યો કે માણસ નું અવસાન થાય અને તેને કબર માં દફનાવી દેવામાં આવે ત્યાર બાદ તેનું શું થતું હશે અને આ વિચાર તેના બધા દરબારીઓની સામે રાખ્યો.
પરંતુ બધા રાજાના આ જીજ્ઞાશા ભર્યા વિચાર થી ચિંતિત થઇ ગયા બહુ વિચાર કર્યા પછી બાદશાહે ઢંઢેરો પીટાવ્યો કે જે માણસ અવસાન પામેલા વ્યક્તિ ને કબર માં દફનાવે છે તેવી રીતે એક રાત કબર માં રહી અને ત્યાં થયેલા અનુભવ બાદશાહ ને કહેશે.
તેને પાંચસો સોનામહોર નું ઇનામ આપવામાં આવશે બાદશાહ ના આદેશ મુજબ આખા ગામમાં ઢંઢેરો પીટવામાં આવ્યો પરંતુ અહીંયા સમસ્યા એ થઇ કે જીવતો માણસ કબર માં રહેવા માટે કેમ રાજી થાય ?બહુ મહેનત બાદ એક કંજૂસ માણસ કબર માં એક રાત રહેવા માટે તૈયાર થઇ ગયો
જેની પાસે સંપત્તિ તો ઘણી હતી પરંતુ લાલચી માણસ અને લોભી માણસ હતો જેથી તે પાંચસો સોનામહોર ની લાલચે બાદશાહ પાસે ગયો. અને પોતે કબર માં એક રાત રહેવા માટે તૈયાર છે એવી રજૂઆત કરી બીજા દિવસે બાદશાહે એક બહુ જ સરસ ફૂલો થી શણગારેલી નનામી તૈયાર કરાવી
અને કંજૂસ માણસ ને તેના પર સુવડાવી અને સફેદ કફન થી ઢાંકી ને કબ્રસ્તાન લઇ જવામાં આવ્યો ત્યારે રસ્તા માં એક ફકીર તેની પાસે આવ્યો અને કહ્યું કે તું આવતીકાલની સવાર જોઇશ કે નહિ તેનું કંઈ નક્કી નથી તારા ઘર માં બીજું કોઈ સભ્ય પણ નથી અને ખુબ જ સંપત્તિ છે…
તો અત્યારે તારા હાથે મને કંઈક આપતો જા તારી પાસે પહેલેથી પણ ખૂબ જ ધન છે પણ તે કંજૂસ માણસે ફકીર ને કઈ પણ આપવાની ના પાડી દીધી પણ તે ફકીરે કંજૂસ નો પીછો છોડ્યો નહિ અને કબ્રસ્તાન સુધી તેની પાછળ ગયો,
અને તે કંજૂસ ફકીર ના આવા વર્તન થી પરેશાન થઇ ગયો તેને નનામી માં સૂતાં-સૂતાં જ એક ઝાડ ના થોડા પાન તોડી અને ફકીર ને આપી દીધા ત્યારે ત્રણ ચાર પાન તેના કફન માં પણ ફસાઈ ગયા ફકીર તો તેને આપેલ પાન લઇ ને ચાલ્યો ગયો.