જૂનું હીટર વેંચવા માટે ઓનલાઈન પોસ્ટ કરી તો એક સ્ત્રીનો ફોન આવ્યો, તેને જે કહ્યું તે સાંભળીને તમે પણ...
વિજયભાઈ ની ઉંમર 70 વર્ષને પણ વટાવી ચુકી હતી, વર્ષોથી શિયાળો આવે એટલે તે શિયાળાની તૈયારી કરવા લાગી જતા જેમ કે ગરમ કપડાં થી લઈને રૂમમાં હીટર પણ બધું સજાવીને રાખતા. કારણકે તેઓને ઠંડી ખૂબ જ લાગતી. અને હવે તો ઉંમર પણ વધારે હોવાને લીધે તેઓને ઠંડીનો વધુ અહેસાસ થતો.
વિજયભાઈ વર્ષોથી પોતાનું જૂનું હીટર વાપરતા, આ વખતે શિયાળો શરૂ થયો તે પહેલા તેના દીકરાએ તેને નવી ટેકનોલોજી વાળું હીટર લઈ આપ્યું હતું. જેમાં માત્ર એક બટન દબાવવાથી હીટર ચાલુ થઈ જતું.. એક રાત્રે તેઓને રૂમમાં બેઠા હતા ત્યારે ઠંડી દૂર કરવા માટે હીટર નું બટન દબાવ્યું અને થોડા જ સમય પછી જુના હીટર તરફ તેની નજર ગઈ.
આ વખતે નવું હીટર આવી ગયું હોવાથી જૂનું હીટર ત્યાં જ પડ્યું હતું અને તે સાફ પણ કર્યું ન હતું એટલે તેના પર જામેલી ધૂળ જોઈને તેઓ વિચારમાં ડૂબી ગયા. કારણકે એ હીટર એ વિજયભાઈ નો વર્ષોથી સાથ આપ્યો હતો અને હજી પણ એ હીટર ચાલુ જ હતું પરંતુ દીકરાએ તેને નવી ટેકનોલોજી વાળું હીટર લઈ આપ્યું હતું.
અચાનક તેને વિચાર આવ્યો કે આ જૂનું હીટર ચાલુ છે તેને અહીંયા રાખવું એના કરતાં સારું છે કે વેચી દઈએ. તેને તરત જ તેના પૌત્રને બોલાવ્યો અને કહ્યું કે મારે આ હીટર વેચવું છે તું ઓનલાઈન એક જાહેરાત આપી દે. અને તેની કિંમત 3,000 રૂપિયા રાખવામાં આવી.
ઘણા લોકોએ ફોન કર્યો, અને લગભગ બધા લોકો હીટર ની કિંમતને લઈને મોલ ભાવ કરતા રહેતા હતા. ઘણા લોકો 1500 રૂપિયામાં લેવા ઇચ્છતા હતા તો ઘણા લોકો 2000 સુધી લેવામાં ઇચ્છતા હતા.. પરંતુ વિજયભાઈ તો દરેકને ના પાડી દેતા કારણકે તેઓ 3000 રૂપિયામાં જ વેચવા માંગતા હતા.
પછી એક સાંજે તેઓ પોતાના પરમ પર બેઠા હતા ત્યારે એક ફોન આવ્યો, તેને ઊંચક્યો ત્યારે બીજી બાજુ એક સ્ત્રીનો ગભરાઈ રહેલો અવાજ સાંભળવા મળ્યો, તેને કહ્યું વિજયભાઈ તમારા હીટરની જાહેરાત ઓનલાઈન જોઈ છે, આ ઠંડીમાં બાળકોને ખૂબ જ તકલીફ થઈ રહી છે ઘણી કોશિશ કરી પરંતુ 2000 થી વધારે હું ભેગા નથી કરી શકી. જો તમે આ હીટર મને ₹2,000 માં આપી શકો તો મારી મોટી મદદ થઈ જશે.
વિજયભાઈએ થોડી ક્ષણો માટે વિચાર્યું તેને મહેસુસ કર્યું કે તે સ્ત્રી એ ઘણી કોશિશ કરીને 2000 રૂપિયા ભેગા કર્યા છે અને એ પણ જૂનું હીટર લેવા માટે તેના અવાજમાં પણ તેનું દુઃખ જાણે છલકાઇ રહ્યું હતું જે એક મમતા નો અહેસાસ આપી રહ્યું હતું અને આ જ અહેસાસ ના કારણે ઠીક છે વાંધો નહીં બસ આટલા શબ્દો બોલીને તેને ફોન કટ કરી નાખ્યો.
પરંતુ તેનો હૃદય હજુ પણ ક્યાંક ને ક્યાંક બેચેની અનુભવી રહ્યું હતું. તેઓ વિચારી રહ્યા હતા કે શું આ હીટરને વેચીને ખરેખર તેને કોઈ મોટો ફાયદો થઈ રહ્યો છે પરંતુ અનેક વિચારો આવ્યા પછી તેને વિચાર્યું કે કદાચ આ તે સ્ત્રીને આપી દે તો તેના બાળકોની જિંદગી થોડી વધુ આસાન થઈ જશે.
તરત જ તે સ્ત્રી ના નંબર પર પાછો ફોન કર્યો અને કહ્યું કે કાલે સવારે તમે રૂપિયા લઈને આવી જાઓ હું તમને હીટર આપી દઈશ. સ્ત્રીના ચહેરા પર ખુશી છલકાઈ ઉઠી અને તેના અવાજમાં પણ ખુશી જણાઈ રહી હતી તેને કહ્યું વિજયભાઈ હું તમારું આ અહેસાન ક્યારેય નહીં ભૂલું. મારા બાળકો માટે આ એક વરદાન રૂપ સાબિત થશે.
બીજા દિવસે સવારે વિજયભાઈ તૈયાર થયા ત્યાં જ તે સ્ત્રી પોતાના નાના બાળકો સાથે હીટર લેવા માટે તેના ઘરે આવી પહોંચી. પૈસા વિજયભાઈના હાથમાં આપ્યા,. પૈસામાં દરેક નોટ અલગ રીતે પડી હતી અને નાની મોટી બધી નોટ જોડીને જાણે ક્યાંય થી ઉતાર લઈને કે જોડી તોડીને ભેગા કર્યા હોય તેમ પૈસા આપ્યા.
બાળકો ની આંખોમાં ખુશી છલકાઇ રહી હતી ભલે એ હીટર વિજયભાઈ માટે જૂનું હતું પરંતુ આ બાળકો માટે એ હીટર નવું હતું, બાળકો ની નજર હીટર પર પડી કે તરત જ તેઓ સ્માઈલ કરવા લાગ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
વિજયભાઈએ તે હીટર તેઓને આપી દીધું અને હસીને કહ્યું, બેટા આ હીટરનું ખૂબ જ ધ્યાન રાખજે. જ્યારે પણ ઠંડી આવે ત્યારે આ હીટર તારો મિત્ર બની જશે. ત્યાર પછી સ્ત્રીને હાથ જોડીને વિજયભાઈએ ધન્યવાદ કહ્યું, સ્ત્રીની આંખો ભીની થઈ ગઈ હતી પરંતુ ચહેરા પર એક સંતોષનું સ્માઈલ હતું, જેવી રીતે જાણે કોઈ મોટી મુશ્કેલી માંથી પોતાના બાળકોને આરામ મળશે એ વાતને લઈને સ્ત્રીના ચહેરા પર સંતોષ દેખાઈ રહ્યો હતો.
સ્ત્રીના ગયા પછી વિજયભાઈ નો પૌત્ર તેની પાસે આવ્યો અને કહ્યું દાદુ તમે આ હીટર કેમ આટલા ઓછા રૂપિયામાં દઈ દીધો. તમે તો 3000 રૂપિયાની વાત કરી રહ્યા હતા. ત્યારે તે દાદાએ જવાબ આપતા કહ્યું કે બેટા ઘણી વખત પૈસાથી વધારે કીમતી એ ખુશી હોય છે જે બીજાઓની મદદ કરીને આપણને મળે છે. હવે તારા પપ્પાએ મને નવું હીટર લઈ આપ્યું એટલે મારે આ હીટરનું કંઈ કામ નહોતું પરંતુ આ હીટર તે સ્ત્રીને વેચવાથી તેના બાળકો કેટલા રાજી થઈ ગયા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ભલે આ મારા માટે એક ભંગાર સમાન હતું પરંતુ એ જ હીટર આજે કોઈને ખુશીઓનું કારણ બની ગયું હતું. પૌત્ર પણ સમજી ગયો કે દાદાએ તેને ખૂબ જ મોટી શીખ આપી દીધી છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.