વિજયભાઈ ની ઉંમર 70 વર્ષને પણ વટાવી ચુકી હતી, વર્ષોથી શિયાળો આવે એટલે તે શિયાળાની તૈયારી કરવા લાગી જતા જેમ કે ગરમ કપડાં થી લઈને રૂમમાં હીટર પણ બધું સજાવીને રાખતા. કારણકે તેઓને ઠંડી ખૂબ જ લાગતી. અને હવે તો ઉંમર પણ વધારે હોવાને લીધે તેઓને ઠંડીનો વધુ અહેસાસ થતો.
વિજયભાઈ વર્ષોથી પોતાનું જૂનું હીટર વાપરતા, આ વખતે શિયાળો શરૂ થયો તે પહેલા તેના દીકરાએ તેને નવી ટેકનોલોજી વાળું હીટર લઈ આપ્યું હતું. જેમાં માત્ર એક બટન દબાવવાથી હીટર ચાલુ થઈ જતું.. એક રાત્રે તેઓને રૂમમાં બેઠા હતા ત્યારે ઠંડી દૂર કરવા માટે હીટર નું બટન દબાવ્યું અને થોડા જ સમય પછી જુના હીટર તરફ તેની નજર ગઈ.
આ વખતે નવું હીટર આવી ગયું હોવાથી જૂનું હીટર ત્યાં જ પડ્યું હતું અને તે સાફ પણ કર્યું ન હતું એટલે તેના પર જામેલી ધૂળ જોઈને તેઓ વિચારમાં ડૂબી ગયા. કારણકે એ હીટર એ વિજયભાઈ નો વર્ષોથી સાથ આપ્યો હતો અને હજી પણ એ હીટર ચાલુ જ હતું પરંતુ દીકરાએ તેને નવી ટેકનોલોજી વાળું હીટર લઈ આપ્યું હતું.
અચાનક તેને વિચાર આવ્યો કે આ જૂનું હીટર ચાલુ છે તેને અહીંયા રાખવું એના કરતાં સારું છે કે વેચી દઈએ. તેને તરત જ તેના પૌત્રને બોલાવ્યો અને કહ્યું કે મારે આ હીટર વેચવું છે તું ઓનલાઈન એક જાહેરાત આપી દે. અને તેની કિંમત 3,000 રૂપિયા રાખવામાં આવી.
ઘણા લોકોએ ફોન કર્યો, અને લગભગ બધા લોકો હીટર ની કિંમતને લઈને મોલ ભાવ કરતા રહેતા હતા. ઘણા લોકો 1500 રૂપિયામાં લેવા ઇચ્છતા હતા તો ઘણા લોકો 2000 સુધી લેવામાં ઇચ્છતા હતા.. પરંતુ વિજયભાઈ તો દરેકને ના પાડી દેતા કારણકે તેઓ 3000 રૂપિયામાં જ વેચવા માંગતા હતા.
પછી એક સાંજે તેઓ પોતાના પરમ પર બેઠા હતા ત્યારે એક ફોન આવ્યો, તેને ઊંચક્યો ત્યારે બીજી બાજુ એક સ્ત્રીનો ગભરાઈ રહેલો અવાજ સાંભળવા મળ્યો, તેને કહ્યું વિજયભાઈ તમારા હીટરની જાહેરાત ઓનલાઈન જોઈ છે, આ ઠંડીમાં બાળકોને ખૂબ જ તકલીફ થઈ રહી છે ઘણી કોશિશ કરી પરંતુ 2000 થી વધારે હું ભેગા નથી કરી શકી. જો તમે આ હીટર મને ₹2,000 માં આપી શકો તો મારી મોટી મદદ થઈ જશે.
વિજયભાઈએ થોડી ક્ષણો માટે વિચાર્યું તેને મહેસુસ કર્યું કે તે સ્ત્રી એ ઘણી કોશિશ કરીને 2000 રૂપિયા ભેગા કર્યા છે અને એ પણ જૂનું હીટર લેવા માટે તેના અવાજમાં પણ તેનું દુઃખ જાણે છલકાઇ રહ્યું હતું જે એક મમતા નો અહેસાસ આપી રહ્યું હતું અને આ જ અહેસાસ ના કારણે ઠીક છે વાંધો નહીં બસ આટલા શબ્દો બોલીને તેને ફોન કટ કરી નાખ્યો.
પરંતુ તેનો હૃદય હજુ પણ ક્યાંક ને ક્યાંક બેચેની અનુભવી રહ્યું હતું. તેઓ વિચારી રહ્યા હતા કે શું આ હીટરને વેચીને ખરેખર તેને કોઈ મોટો ફાયદો થઈ રહ્યો છે પરંતુ અનેક વિચારો આવ્યા પછી તેને વિચાર્યું કે કદાચ આ તે સ્ત્રીને આપી દે તો તેના બાળકોની જિંદગી થોડી વધુ આસાન થઈ જશે.