જો તમે હાઉસવાઈફ હોય તો છેલ્લે સુધી વાંચજો...
રસાયણશાસ્ત્રનો કોઈ અભ્યાસ ન હોય,
પણ રસોડું તો એક પ્રયોગશાળા જ ગણાય.
દૂધમાં સાઇટ્રિક એસિડ ઉમેરી પનીર બનાવવું,
સોડિયમ બાઈકાર્બોનેટ થી કેક ફુલાવવી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ચમચીથી સોડિયમ ક્લોરાઇડ નું ચોક્કસ પ્રમાણ તોલતી,
રોજ કેટલાય પ્રયોગો કરી નાખે છે.
પણ પોતાને કોઈ વૈજ્ઞાનિક નહીં,
માત્ર ગૃહિણી જ માને છે.
રસોઈ ગેસના ભાવ વધે કે શાકભાજી મોંઘી થાય,
પેટ્રોલ-ડીઝલ મોંઘું થાય કે તેલમાં ઉછાળો આવે,
ઘરના બગડેલા બજેટને ઝટપટ સંભાળી લે છે.
અર્થશાસ્ત્રી હોવા છતાં,
પોતાને માત્ર ગૃહિણી જ માને છે.
મસાલાના નામ પર ભરેલો છે...
આયુર્વેદનો ખજાનો.
આંગણામાં ઉગાડી રાખ્યા છે,
તુલસી, ને લીમડો...
છોટી-મોટી બીમારીઓને તો,
કાવાથી જ ભગાડવાનું જાણે છે.
પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
સુંદર રંગોળીઓ અને મહેંદીમાં,
નજર આવે છે તેમની ચિત્રકારી.
સુવ્યવસ્થિત ઘરમાં ઝળકે છે,
તેમની કલાકારી.
ઢોલક ના તાલ પર ગીત ગાતી-નાચતી,
કેટલીય કળાઓ જાણે છે, પણ
પોતાને માત્ર ગૃહિણી જ માને છે.
સમાજશાસ્ત્ર કદાચ ભણ્યું પણ નહીં હોય,
પણ,
પરિવારને ઉન્નત કરી,
સમાજની ઉન્નતિમાં,
પૂરું યોગદાન આપે છે.
પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે.
મનોવૈજ્ઞાનિક ભલે ન હોય,
પણ ઘરમાં બધાનું મન વાંચી લે છે.
રિશ્તાઓના ઉલઝેલા તાણાને,
સુલઝાવવા ખૂબ જાણે છે.
પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે.
યોગ-ધ્યાન માટે સમય નથી,
એવું ઘણીવાર કહે છે,
અને પ્રાર્થનામાં મન લગાવી,
ઘરની કુશળતા માંગે છે.
પોતાને માત્ર ગૃહિણી જ માને છે.
આ ગૃહિણીઓ ખરેખર મહાન છે,
કેટલાય ગુણોની ખાણ છે.
સર્વગુણ સંપન્ન હોવા છતાં,
અહંકાર નથી પાડતી.
પોતાને માત્ર ગૃહિણી જ માને છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બધી હાઉસવાઈફ ને સમર્પિત... દરેક હાઉસવાઈફને શેર કરજો...