રસાયણશાસ્ત્રનો કોઈ અભ્યાસ ન હોય,
પણ રસોડું તો એક પ્રયોગશાળા જ ગણાય.
દૂધમાં સાઇટ્રિક એસિડ ઉમેરી પનીર બનાવવું,
સોડિયમ બાઈકાર્બોનેટ થી કેક ફુલાવવી.
ચમચીથી સોડિયમ ક્લોરાઇડ નું ચોક્કસ પ્રમાણ તોલતી,
રોજ કેટલાય પ્રયોગો કરી નાખે છે.
પણ પોતાને કોઈ વૈજ્ઞાનિક નહીં,
માત્ર ગૃહિણી જ માને છે.
રસોઈ ગેસના ભાવ વધે કે શાકભાજી મોંઘી થાય,
પેટ્રોલ-ડીઝલ મોંઘું થાય કે તેલમાં ઉછાળો આવે,
ઘરના બગડેલા બજેટને ઝટપટ સંભાળી લે છે.
અર્થશાસ્ત્રી હોવા છતાં,
પોતાને માત્ર ગૃહિણી જ માને છે.
મસાલાના નામ પર ભરેલો છે…
આયુર્વેદનો ખજાનો.
આંગણામાં ઉગાડી રાખ્યા છે,
તુલસી, ને લીમડો…
છોટી-મોટી બીમારીઓને તો,
કાવાથી જ ભગાડવાનું જાણે છે.
પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે.
સુંદર રંગોળીઓ અને મહેંદીમાં,
નજર આવે છે તેમની ચિત્રકારી.
સુવ્યવસ્થિત ઘરમાં ઝળકે છે,
તેમની કલાકારી.
ઢોલક ના તાલ પર ગીત ગાતી-નાચતી,
કેટલીય કળાઓ જાણે છે, પણ
પોતાને માત્ર ગૃહિણી જ માને છે.