જો તમારા લગ્ન થયા હોય તો તમે આ વાંચવાનું ચુકતા નહીં અને પાર્ટનરને પણ વંચાવજો… પછી જુઓ તમારું લગ્નજીવન…

સુભાષ અને સલોની ના લગ્ન થયાને લગભગ 20 વર્ષ વીતી ચૂક્યાં હતાં. બંને પોતાનું લગ્નજીવન સુખેથી જીવી રહ્યા હતા. સંતાનમાં તેઓને એક દીકરો અને દીકરી પણ હતા જે બંને પોતાનો અભ્યાસ કરી રહ્યા હતા. દીકરા-દીકરી મોટા અભ્યાસ અર્થે બહારગામ ભણવા ગયા હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી સુભાષ અને સલોની તેના માતા-પિતા સાથે ઘરમાં એકલા જ રહેતા હતા.

આજે તેઓના લગ્નની 21 મી વર્ષગાંઠ હતી, લગ્નને ૨૦ વર્ષ પૂરા થઈ ગયા અને એટલા માટે પત્ની આ એનિવર્સરીના સેલિબ્રેશન ને કંઈક ખાસ બનાવવા માંગતી હતી જે જીવનભર યાદ રહી જાય. તેને અચાનક મનમાં કંઈક વિચાર સ્ફૂર્યો અને હજુ તો પતિ નાહીધોઈ તૈયાર થઈને ઓફિસે જવા નીકળતા હતા કે તરત જ ઘરની બહાર હિંચકા પર બેસી રહેલી સલોનીએ બૂમ પાડી એ તમને કહું છું, અહીંયા આવો ને પાંચ મિનિટ.

દરરોજના રૂટિન પ્રમાણે સુભાષ જ્યારે પણ ઓફીસ જવા નીકળી ત્યારે પત્ની સલોની તેની માટે ટિફિન લઈને મેન ગેટ સુધી મૂકવા આવતી, પરંતુ આજે પતિને બોલાવ્યા એટલે સુભાષ વિચારમાં પડી ગયો કે શું કામ હશે? ત્યાં જઈને બંને લોકો હિંચકા પર બેઠા હતા અને પત્નીએ વાત શરૂ કરી તેને કહ્યું આજે આપણા લગ્નને 21 વર્ષ પૂરા થઈ ગયા, મારે આજે તમને એક વાત કરવી છે.

સુભાષ એ પૂછ્યું બોલો બોલો શું હતું? આજે ટિફિન નથી બનાવ્યું કે શું? થોડી રમુજ કરી… સલોનીએ કહ્યું ના એવું કંઈ નથી ટિફિન તો બનાવ્યું છે આ રહ્યું ટિફિન એમ કહી બાજુમાંથી ટિફિન આપ્યું. પછી પોતાની વાત આગળ વધારતાં કહ્યું હું આટલા વર્ષોથી તમારી સાથે રહું છું, આજે મારે તમને એક વસ્તુ કહેવી છે. એમ કહીને એક ખાલી કાગળ આપ્યો અને કહ્યું તમે આજે સાંજે ઘરે આવો ત્યારે આ કાગળ ની ચીઠી પર મારી પાંચ ખામી લખી આપજો, એવી ખામી લખજો જે સુધારીને હું અત્યારે છું તેના કરતાં પણ વધારે સારી પત્ની બની શકું.

સુભાષ આ સાંભળીને પહેલા ચોંકી ગયો, એનિવર્સરીના દિવસની એને પણ ખબર હતી પરંતુ આવી અજીબ ડિમાન્ડ સાંભળીને તે પણ વિચારમાં પડી ગયો. અને ઓફિસ જવાબ ટિફિન લઈને નીકળી ગયો, કારમાં બેઠા-બેઠા રસ્તામાં તેને આ જ વિચાર આવી રહ્યો હતો કે તેની પાસે તો તેની પત્ની ની ઘણી એવી ખામી ની જાણ હશે જેમાં સુધારાની પણ જરૂર હશે.

પરંતુ બીજી ક્ષણે તે પણ વિચારવા લાગ્યો કે તેની પત્ની માં ભલે કદાચ પાંચ ખામી હોય પરંતુ તેની પત્ની જો લિસ્ટ બનાવવા બેસે તો સુભાષ માં પણ ૫૦ ખામી નીકળી શકે જેમાં તેને પણ સુધારવાની જરૂર હતી.

તે આવું જ વિચારી રહ્યો હતો કે હવે મારે શું કરવું તે કશું સમજ નથી પડતી. ઓફિસ થોડા જ સમયમાં આવી ગઈ, ઓફિસે પહોંચ્યા પછી તે આખો દિવસ કામમાં રહ્યો અને રોજ ની જેમ જ વ્યસ્તતાના કારણે તેનો આખો દિવસ ક્યાં જતો રહયો એની ખબર જ ન રહી. દિવસના અંતે તો તે એ પણ ભૂલી ગયો કે તેને ચિઠ્ઠીમાં ખામી લખવા જણાવ્યું હતું.

તે રાત્રે ઘરે ગયો અને અચાનક સલોની ને જોઈને તેને યાદ આવ્યું કે તેને ખામી લખવા માટે ચિઠ્ઠી આપી હતી. અને પત્નીએ પણ તરત જ સવાલ પૂછ્યો કે તમે ચિઠ્ઠીમાં લખીને આવ્યા ત્યારે તરત જ સુભાષ એ જવાબ આપ્યો અને કહ્યું મારે તારી ખામીઓ વિશે વધારે વિચારવું પડે તેમ છે એટલે હું તને આ ચિઠ્ઠી કાલે સવારે ઓફિસ જઈને મોકલાવી આપીશ.

પતિએ તરત જ ફરી પાછું પૂછ્યું અરે એ સાઈડમાં મૂકી દે મને એ કહે કે આજે તે શું બનાવ્યું છે આપણી એનિવર્સરી છે તો કંઈ નવીન બનાવ્યું છે ને? પત્નીએ તરત જ કિચનમાં જઈને ડાઈનીંગ ટેબલ ઉપર રહેલી બધી વસ્તુઓ બતાવી પંજાબી શાક, સુભાષને ભાવતી મીઠાઈ તેમજ તેને અત્યંત વાહલી એવી દાલ ફ્રાય વગેરે પડ્યું હતું તરત જ સુભાષ ફ્રેશ થઈને જમવા બેસી ગયો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel