એક તરફ પોતાની પોટલી ટીંગાડવાનો આનંદ હતો તો બીજી તરફ બીજી પોટલી પસંદ કરવાની ચિંતા હવે તે પહેલે થી ટીંગાઈ રહેલી પોટલી તરફ જોઈ રહ્યો હતો પોટલી પસંદ કરતા જ મન માં વિચાર આવતો કે મારા કરતા વધારે દુઃખ અને બીમારીઓ વળી પોટલી હશે તો ?
આમ અનેક પોટલી પસંદ કરવા છતાં તે એક પણ પોટલી ને લઇ શક્યા નહિ ઘણો સમય વીતી ગયો પણ તે કોઈ નિર્ણય ના લઇ શક્યો એટલે છેલ્લે તેને ભગવાન ને અવાજ કર્યો કે હે ભગવાન હું તો પાગલ થઇ જઈશ ભગવાન તુરંત જ આવ્યા,
અને કહ્યું કે તને ગમે તે પોટલી ઉઠાવી લે તેમાં આટલું બધું વિચારવાનું શું હોય ?અને અંતે તેને પોતે ટીંગાડેલી પોટલી જ ઉતારી લીધી અને ભગવાનને કહ્યું કે હવે હું મારા જીવન માં ક્યારેય દુઃખી નહિ થાવ અને મેં મારી પોટલી એટલા માટે પસંદ કરી,
કારણ કે મને મારા દુઃખ અને ચિંતા ની તો ખબર જ છે અને હું તેની સાથે જ જીવન જીવી રહ્યો હતો પણ બીજા ના દુઃખ ચિંતા અને તકલીફો વિષે તો કઈ જાણતો જ નથી હવે હું કોઈ દિવસ નિરાશ નહિ થાવ અને મારી તકલીફો નો હિંમત થી સામનો કરીશ.
અને આગળ વધીશ અને તમારા પર ભરોસો રાખી અને મારા જીવનના શ્રેષ્ઠ કર્મો કરતો રહીશ અને સુખ દુઃખ નું ચક્ર તો જીવનભર ચાલતું જ રહેવાનું છે હવે હું તેનાથી જરા પણ વિચલિત નહીં થાવ.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.