એક નાના ગામ માં નરસી નામ નો એક નિર્દોષ અને સીધો સાદો યુવાન રહેતો હતો. જીવન માં આગળ આવવા અને પ્રગતિ કરવાના અનેક પ્રયાસ કરી ચુક્યો હતો.
અનેક જાત ના ધંધા કરી લીધા પરંતુ તેને ક્યારેય સફળતા મળી નહિ અને તે નિરાશ થઈ ગયો અને એક વખત ગામ માં આવેલા મંદિરમાં ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યો કે અનેક જાતના કામ કરી જોયા.
પરંતુ મને ક્યારેય સફળતા મળતી નથી અને હવે હું નિરાશ થઇ ગયો છું અને કઈ પણ સમજાતું નથી તો તમે મને રસ્તો બતાવો. નરસી નું નાના બાળક જેવું ભોળપણ જોઈને ભગવાન પ્રગટ થયા.
અને નરસી ને બે પોટલી આપી અને કહ્યું કે આ પહેલી પોટલી લાકડી ના છેડા પર બાંધી અને તું ચાલતો હોય ત્યારે તારી નજર સામે રહે તેમ રાખવી અને બીજી પોટલી તારી પીઠ પાછળ ના ભાગે લટકતી રહે…
તેમ રાખવાની અને હા તારે કાયમ માટે આગળ ની પોટલી ને જ જોવાની છે કારણ કે તેમાં તારી ખામીઓ છે અને પાછળ ની પોટલી માં દુનિયા ની ખામી છે.
ભગવાન ના કહ્યા મુજબ નરસી એ આગળ ની પોટલી માં રહેલી તેની ખામી ઉપર નજર રાખતા તેને ધીરે ધીરે પોતાના જીવન માં રહેલી ખામીઓ સુધારી અને પ્રગતિ કરતો ગયો.