અને કહ્યું કે આ લ્યો તમારા બે કિલો ગોળ ના રૂપિયા અને લાવો તે પથ્થર પરંતુ પથ્થર તો વહેંચાઈ ગયો હતો તેથી કરિયાણા વાળા એ કહ્યું કે એ તો બીજા ઝવેરી ત્રણ કિલો ગોળ ના રૂપિયા આપી અને ખરીદી ને ગયા છે.
આટલું સાંભળતા જ ઝવેરી રડમસ ચહેરે કરિયાણા વાળા પર ગુસ્સે થઇ ગયો અને કહ્યું કે તને ખબર છે તે પથ્થર ની કિંમત શું છે ?તારા જેવો મૂર્ખ માણસ મેં જગત માં જોયો નથી.
લખો રૂપિયા ની કિંમત નો પથ્થર તે ત્રણ કિલો ગોળ ના ભાવે વહેંચી નાખ્યો? ત્યારે કરિયાણા વાળા એ એટલું જ કહ્યું કે ઝવેરી મારી નજર માં તો એ એક સામાન્ય પથ્થર જ હતો અને મેં તો એક કિલો ગોળ ના ભાવ માં ખરીદી અને ત્રણ કિલો ના ભાવ માં વહેંચ્યો છે.
મારે મન તે સાધારણ પથ્થર હતો પણ તમે તો જાણતા હોવા છતાં ત્રીસ ચાલીસ રૂપિયા ની લાલચ માં લખો રૂપિયાની કિંમત નો પથ્થર ખરીદી શક્યા નહિ ?
આપણા જીવન માં પણ આવી ઘટના બનતી જ હોય છે હીરા જેવા શુભ ચિંતક અને હિતેચ્છુ મળે છે પરંતુ આપણી માણસ ને પારખવાની રીત ભાતના હિસાબે તેને ઓળખી શકતા નથી.
અને તેની ઉપેક્ષા કરતા હોઈએ છીએ ક્યારેક ઓળખી જઇયે તો પણ તેની સાથે ના વ્યવહાર માં આપણું અભિમાન જ આડે આવી જાય છે અને પરિણામે પહેલા ઝવેરી ની જેમ પસ્તાવો સિવાય આપણી પાસે કશું વધતું નથી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.