જીવનમાં સફળ થવું હોય તો બધું કામ પડતું મૂકીને આ વાંચી લો...

એક કુંભાર માટલા બનાવવા માટે જમીન માંથી ખોદી અને માટી કાઢી રહ્યા હતા, ત્યારે તેને માટી ની સાથે એક ચમકતો પથ્થર મળી આવ્યો તેને તે પથ્થર ને ગધેડા ની ડોક માં દોરડા થી બાંધી દીધો.

એક દિવસ એક કરીયાણા વાળા ની નજર તે પથ્થર પાર પડી અને કુંભાર ને પૂછ્યું કે આ પથ્થર ની શું કિંમત છે ત્યારે કુંભારે કહ્યું કે એક કિલો ગોળ ની સામે આ પથ્થર હું તમને આપી દઈશ અને કરિયાણાના વેપારી એ એક કિલો ગોળ આપી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને તે પથ્થર ખરીદી લીધો અને તેના વજન કાંટા ની બાજુ માં રાખી દીધો. એક ઝવેરી કરિયાણાવાળા ની દુકાન પાસે થી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેની નજર તે ચમકીલા પથ્થર પર પડી અને તેને કરિયાણા વાળા ને પૂછ્યું કે આ પથ્થર તમારે કેટલા રૂપિયા માં વેચવો છે.

ત્યારે કરિયાણા વાળા એ કહ્યું કે તમે મને બે કિલો ગોળ ના રૂપિયા આપો એટલે પથ્થર તમારો કરિયાણા વાળા ની વાત સાંભળી ને ઝવેરી ને ખબર પડી ગઈ કે પથ્થર ની કિંમત ની કરિયાણા વાળા ને ખબર નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેથી તેને બે કિલો ગોળ ની કિંમત ના બદલે દોઢ કિલો ગોળ ની કિંમત માં માંગ્યો એટલે કરિયાણા વાળા એ ના પડી દીધી અને કહ્યું કે મને એક કિલો ગોળ ની કિંમત નો ફાયદો થશે.

ત્યારે જ હું આ પથ્થર ને વહેંચીશ ઝવેરી એકદમ લોભી અને લૂછો હતો તેથી તેને ખરીદવાની ઉતાવળ ના કરતા એવું વિચાર્યું કે કોઈ ને ક્યાં કઈ ખબર છે કે આ પથ્થર એ સાચો હીરો જ છે અને બે ત્રણ દિવસ પછી કરિયાણા વાળો નહિ મને તો હું તેને બે કિલો ગોળ ના રૂપિયા આપી અને ખરીદી લઈશ.

બે કલાક પછી જ તે કરિયાણા વાળા ની દુકાન પાસે થી એક બીજા ઝવેરી ને પસાર થવાનું થયું અને તેની નજર પણ તે ચમકીલા પથ્થર ઉપર પડી અને તે પથ્થર ની કિંમત પૂછી ત્યારે કરિયાણા વાળા એ કહ્યું કે મારે તે પથ્થર ને ત્રણ કિલો ગોળ ની કિંમત માં વહેંચવો છે.

એટલે ઝવેરી એ જરા પણ ઢીલ કાર્ય વિના જ ત્રણ કિલો ગોળ ના રૂપિયા ગણી આપ્યા અને પથ્થર ને સાથે લઇ ને રવાના થયા બે દિવસ પછી લોભી ઝવેરી કરિયાણા વાળા ની દુકાન પર આવ્યો.

અને કહ્યું કે આ લ્યો તમારા બે કિલો ગોળ ના રૂપિયા અને લાવો તે પથ્થર પરંતુ પથ્થર તો વહેંચાઈ ગયો હતો તેથી કરિયાણા વાળા એ કહ્યું કે એ તો બીજા ઝવેરી ત્રણ કિલો ગોળ ના રૂપિયા આપી અને ખરીદી ને ગયા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આટલું સાંભળતા જ ઝવેરી રડમસ ચહેરે કરિયાણા વાળા પર ગુસ્સે થઇ ગયો અને કહ્યું કે તને ખબર છે તે પથ્થર ની કિંમત શું છે ?તારા જેવો મૂર્ખ માણસ મેં જગત માં જોયો નથી.

લખો રૂપિયા ની કિંમત નો પથ્થર તે ત્રણ કિલો ગોળ ના ભાવે વહેંચી નાખ્યો? ત્યારે કરિયાણા વાળા એ એટલું જ કહ્યું કે ઝવેરી મારી નજર માં તો એ એક સામાન્ય પથ્થર જ હતો અને મેં તો એક કિલો ગોળ ના ભાવ માં ખરીદી અને ત્રણ કિલો ના ભાવ માં વહેંચ્યો છે.

મારે મન તે સાધારણ પથ્થર હતો પણ તમે તો જાણતા હોવા છતાં ત્રીસ ચાલીસ રૂપિયા ની લાલચ માં લખો રૂપિયાની કિંમત નો પથ્થર ખરીદી શક્યા નહિ ?

આપણા જીવન માં પણ આવી ઘટના બનતી જ હોય છે હીરા જેવા શુભ ચિંતક અને હિતેચ્છુ મળે છે પરંતુ આપણી માણસ ને પારખવાની રીત ભાતના હિસાબે તેને ઓળખી શકતા નથી.

અને તેની ઉપેક્ષા કરતા હોઈએ છીએ ક્યારેક ઓળખી જઇયે તો પણ તેની સાથે ના વ્યવહાર માં આપણું અભિમાન જ આડે આવી જાય છે અને પરિણામે પહેલા ઝવેરી ની જેમ પસ્તાવો સિવાય આપણી પાસે કશું વધતું નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team