બહાર થી એક જેવી જ દેખાતી પરિસ્થિતિ ને પણ માણસ કેવી રીતે જુએ છે, તેના પર બધો આધાર હોય છે, એક ને એક પરિસ્થિતિ ને એક માણસ તક ની રીતે જુએ છે જ્યારે કોઈ બીજા માણસને તેમાં નિરાશા પણ દેખાઈ શકે છે.
પોતાના અભ્યાસ માં ધંધા માં કે કોઈ પણ સાથે સંબંધ વિકસાવવા માં સ્વાસ્થ્ય સાંભળવામાં કે પ્રસન્નતા રાખવામાં આ બધી બાબત ને સૌથી વધારે આપણું મન જ પ્રભાવિત કરે છે. આપણે કેવું વિચારીએ તેના પર જ આપણું ભવિષ્ય પણ બંધાયેલું છે.
પાણીનો ગ્લાસ અડધો ભરેલો હોય તે આપણને અડધો ભરેલો દેખાય છે કે પછી અડધો ખાલી તેના પર બધો આધાર રહેલો છે, આવો જ એક દાખલો કદાચ તમે સાંભળ્યું હશે જેમાં એક વખત બે સેલ્સમેન આફ્રિકાના પ્રવાસે ગયા.
બંને પગરખા બનાવનારી કંપની ના માણસો હતા ત્યાં જઈને જોયું તો કોઈ માણસના પગ માં પગરખા પહેરેલા હતા જ નહીં, થોડા દિવસ ત્યાં રોકાઈને પોતાના દેશમાં બંને લોકો આવી જાય છે અને કંપનીમાં રિપોર્ટ કરે છે.
એ બંને સેલ્સમેનના રિપોર્ટ ભલે સાથે ગયા હોવા છતાં ખૂબ જ અલગ અલગ હોય છે, એક સેલ્સમેનને તેની કંપનીમાં જણાવ્યું કે આફ્રિકામાં આપણી કંપનીનું કોઈ કામ જ નથી કારણ કે ત્યાંના લોકો પગમાં પગરખા પહેરતાં જ નથી.