જેને કંઈ ખબર નહોતી પડતી તેને ભગવાને દર્શન આપ્યા આ જોઈને સાધુએ ભગવાનને પૂછ્યું, "આવું કેમ?" તો ભગવાને એવો જવાબ આપ્યો કે...
અશોક 22 વર્ષ નો યુવાન હતો. આવી ઉંમરે પણ ખુબ જ આળસુ હતો. ઘરે ખાઈ પી ને આરામ કરવા સિવાય કઈ કામકાજ સુજતુ નહિ, ઘર ના બધા લોકો તેને કહેતા કે હવે તેને આ ઉંમરે કોઈ કામ કરવું જોઈએ પણ ભાઈ ને તો આરામ કરવો જ પસંદ હતો.
ભરપેટ ખાણીપીણી કરીને ટીવી જોવાનું અને સૂઈ જવાનું બસ આ જ કામ હતું. ઘર ના લોકો કંટાળી ગયા અને અશોકને અપમાન જનક શબ્દો કહેવા લાગ્યા જે થી કંટાળીને તે ઘર છોડીને બહાર કામની શોધમાં નીકળી પડયો. તેને જીવનમાં ક્યારેય કોઈપણ જાતનું કામ ન કરેલું હોવાથી એક બે જગ્યાએ ગયો પરંતુ તેને ક્યાંય પણ કામ ગમ્યું નહીં.
આમ ને આમ ફરતા ફરતા એક આશ્રમ આવ્યો અશોક આશ્રમ માં ગયો અને જોયું કે બધા સાધુ સંતો જમવા બેઠા છે. એવામાં એક સંતે તેને કહ્યું કે ભાઈ ચાલો પ્રસાદ લઇ લો. અશોક ને જમવા બેસાડ્યો તેને તો મજા આવી ગઈ એટલે આશ્રમ માં થોડી વાર રોકાઈ ગયો.
તેને જોયું કે બધા સંતો ને કામ શુ કરવાનું પણ બધા સંતો પોત પોતાનું આસન પાથરી ને માળા લઈને બેસી ગયા. સાંજ સુધી બધું જોયા પછી અશોકે નક્કી કર્યું કે આપણે અહીંયા ફાવે તેવું છે, કઈ કામ કરવાનું નહિ અને નિરાંતે બેસી ને માળા ફેરવવાની.
ભગવાનનું નામ લેવાનું અને સમયસર જમી લેવાનું તેમાં પણ કોઈ નું સાધુ ભોજન હોય તો લાડવા પણ મળે આવું વિચારી ને બીજે દિવસે આશ્રમ માં ગયો અને મોટા મહંત ને મળ્યો અને પૂછ્યું કે મારે સાધુ થવું હોય તો શું કરવાનું ત્યારે મહંતે ઉત્તર આપ્યો કે બધા સાધુ કરે છે તે તારે કરવાનું અને અશોક તો દીક્ષા લઇ ને સાધુ બની ગયો.
અશોક ને તો મજા પડી ગઈ રોજ સમયસર જમવાનું અને માળા ફેરવી ને ભગવાન નું નામ લેવાનું. સાત દિવસ પછી જમવા ના સમયે કોઈ એ અવાજ કર્યો નહિ એટલે અશોક થી રહેવાયું નહિ અને જાતે રસોડા તરફ ગયો તો રસોડા માં તો કઈ બનતું નહોતું એટલે ત્યાંથી મોટામહંત પાસે ગયો અને કહ્યું કે આજે રસોડા માં કેમ રસોઈ બનતી નથી. મને તો બહુ જ ભૂખ લાગી છે, ત્યારે સામે જવાબ મળ્યો કે આજે એકાદશી હોવાથી બધા ને ખાલી દૂધ ને ફળ જ મળશે. આજે કઈ પણ રસોઈ નહિ થાય ત્યારે અશોકે કહ્યું કે મારે તો રસોઈ કરી ને જ જમવા જોશે મારા થી રહેવાતું નથી.
ત્યારે મોટામહંતે કહ્યું કે કોઠારમાંથી તારે જોઈએ એટલો સમાન લઈ લે અને આશ્રમ ની પાછળ ના ભાગ માં આવેલ ખેતર માં જઈ ને તારી રસોઈ બનાવી લે અને પછી ઠાકરને ભોગ લગાવી ને પછી જમજે અશોકે કહ્યું કે સારું પોતાની જાતે કોઠારમાંથી જરૂરી સમાન લઇ ને ચાલતો થયો. ત્યારે મહંતે ફરી પાછું યાદ કરાવ્યું કે ઠાકર ને પહેલા જમાડજે ને પછી જ તું જમજે. અશોકે કહ્યું હા ગુરુજી.
અશોક તો ખેતર માં જઈ ને રસોઈ બનાવીને, વાસણ સાફ કરી, ને ભોગ ધરાવી ને ઠાકર ને પ્રાર્થના કરી કે ઠાકર જમવાનું તૈયાર છે તો જમવા ચાલો થોડીવાર રાહ જોઈ પણ કોઈ આવ્યું નહિ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અશોક મૂંઝાઈ ગયો કે મને ભૂખ લાગી છે રહેવાતું નથી. અને ગુરુજી એ કીધું છે કે ઠાકર ને જમાડી ને જ જમજે. અશોક તો ભૂખ નો માર્યો રોવા જેવો થઇ ગયો અને ફરી થી ઠાકર ને પ્રાર્થના કરવા લાગ્યો અને કહ્યું કે તમે મારા ઉપર તો કૈક દયા ખાવ મને આટલી ભૂખ લાગી છે. અને તમે જમવા આવતા નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પ્રાર્થના સાંભળી ને કૃષ્ણ ભગવાન ને પણ એમ થયું કે આજે આપણો ભગત તકલીફમાં છે આને આમાંથી છોડાવો પડે એટલે કૃષ્ણ ભગવાન તો ચાલતા થયા. ત્યાં જ રાધાજી એ પૂછ્યું કે પ્રભુ આમ એકાએક કઈ બાજુ ભગવાને રાધાજી ને કહયું કે તમે પણ ચાલો આજે એક ભોળા ભગત ને ત્યાં પ્રસાદ લેવા જવું પડે તેમ છે અને રાધાજી પણ તૈયાર થઇ ગયા.
આ બાજે અશોક તો ભૂખ નો માર્યો ઠાકર ને ખીજાવા માંડ્યો કે આટલી બધી વાર લગાડો છો બીજા ની હાલત કેવી થઇ તેની કઈ ખબર પડે કે નહિ.
ત્યાં તો રાધા કૃષ્ણ ની જોડી જમવા માટે હાજર થઇ ગઈ. બંને ને જમવા બેસાડી દીધા બંને એ જમી લીધું અને બનાવેલી રસોઈ તો પુરી થઇ ગઈ કારણ કે મહંતે કહ્યું હતું કે ઠાકર ને જમાડી ને જમજે એટલે અશોક બે વ્યક્તિ ને થાય એટલો સમાન કાઢ્યો હતો. અને રસોઈ બનાવી હતી. હવે અશોકમાં આળસ ના કારણે બીજીવાર રસોઈ બનાવવાની મરજી નો થઇ આશ્રમ માં આવી ને પાણી પી ને સુઈ ગયો તે બીજે દિવસે પરોઢીએ જાગ્યો.
આમ ને આમ બીજા દિવસે પાછું રસોડું ચાલુ થઇ ગયું હોવાથી અશોક ને પછી મજા પડી ગઈ થોડા દિવસ પછી ફરી એકાદશી આવી એટલે આગળ ના દિવસે જ મહંત ને કીધું કે કાલે હું ત્રણ વ્યક્તિ નો સમાન લઇ જઈશ. ગયા વખતે તમે મને મારી ને ઠાકર ની રસોઈ બનાવવાનું કીધું હતું, પણ ઠાકર ને તેની વહુ બંને આવી ને મારી બધી રસોઈ ખાઈ ગયા એટલે આ વખતે મારે ત્રણ જણા ની રસોઈ નો સમાન જોશે. મહંતે કીધું કે સારું લઈ લેજે અને મન માં વિચારવા લાગ્યા કે એમ કઈ ઠાકર થોડા જમી જાય હશે કોઈ આવી ને જમી ગયું હશે ને આને તેને ઠાકર સમજી લીધા હશે.
બીજે દિવસે ત્રણ જાણ નો સમાન લઇ ને અશોક તો ગયો ખેતર માં ને રસોઈ બનાવી ને થાળ તૈયાર કરી ને ઠાકર ને પ્રાર્થના કરી કે જમવા માટે પધારો આ બાજુ ભગવાન કૃષ્ણ અને રાધાજી તો તૈયાર જ હતા કે ભોળા ભગત ના ભાવથી મળતાં આમંત્રણ ને કેમ ઠુકરાવી દેવાય. બંને તૈયાર થઇ ને મહેલ ની બહાર આવ્યા ત્યાં તો સામે નારદ મુનિ મળ્યા નારદ મુનિ એ પૂછ્યું કે પ્રભુ હું તો એમ વિચારી ને આવ્યો કે અત્યારે મહેલ માં જાવ તો પ્રભુ પાસે બેસી ને સત્સંગ થશે અને સાથે સાથે પ્રસાદ પણ મળશે ભગવાને કહ્યું કે ચાલો મારી સાથે અમે પણ પ્રસાદ લેવા જઈએ છીએ.
અશોક ની પ્રાર્થના પુરી થઇ ને ત્રણેય ત્યાં હાજર જમવા બેસી ગયા અશોક ને થયું કે આ રાધા કૃષ્ણ તો બરોબર પણ આ દુબળો પાતળો શુ જમવાનો એટલે આ વખતે આપણા માટે જમવાનું બચશે. પરંતુ ત્રણે જામી ને ગયા ને પાછળ થી બધું જુવે તો બધી રસોઈ ખતમ પાછલી એકાદશી ની જેમ આ વખતે પણ આશ્રમ માં આવી અને પાણી પી ને સુવાનો વારો આવ્યો બીજા દિવસે મોટામહંત ને વાત કરી કે બંને અગિયારસે મારી સાથે આવું થયું ને મારે ફક્ત પાણી પી ને સુવાનો વારો આવ્યો.
અશોક ની વાત સાંભળી ને મોટામહંત પણ વિચાર માં પડી ગયા કે હોય ના હોય પણ દર વખતે કોઈ આવી રીતે આવી ને જમી ન જાય. આ વખતે ફરી એકાદશી આવતા અશોકે મોટા મહંત ને કીધું કે આ વખતે ચાર વ્યક્તિ નો સમાન જોઈશે કારણ કે પાછલી વખતે ઠાકર ને તેની પત્ની અને એક મહારાજ આવ્યો હતો. અને હું ત્યારે પણ ભૂખ્યો રહ્યો હતો, મોટામહંતે કહ્યું તારે જેટલો સમાન જોઈએ એટલો કાઢી લે.
અશોક પાછો ખેતરમાં જાય છે અને દર વખતની જેમ રસોઈ બનાવી ને ઠાકર ને જમવા માટે પ્રાર્થના કરે છે અને આ વખતે મોટામહંતે પાછળ થી આવી ને એક ઝાડ પાછળ થી આ બધું જોતા હતા. થોડીવાર માં રાધા કૃષ્ણ અને નારદજી જમવા માટે હાજર થઇ ગયા અને અશોક ની બનાવેલી રસોઈ ખુબ જ પ્રેમ થી આરોગીને બેઠા થયા ત્યાં જ મોટા મહંત આવ્યા ભગવાન ના દર્શન કરી ને અશોક ના પગે પડી ગયા કે અમે આટલા વર્ષો થી સેવા કરીયે છતાં તમે આશ્રમ માં કોઈ દિવસ દર્શન નો આપ્યા અને આ નવો ચેલો કે જે ને એકાદશીના દિવસે પણ બધું જમવા જોઈએ છે તેને તમે આજે ત્રણ એકાદશીથી દર્શન આપો છો અને તેને તો આ બાબત ની ખબર પણ નથી.
ત્યારે ભગવાને કહ્યું કે અશોક નો જે ભાવ હતો તેવો ભાવ થી તમારા આશ્રમ માં થી હજુ સુધી કોઈએ મને બોલાવ્યો નથી જેથી હું ત્યાં આવ્યો નથી આશ્રમ માં ઘણા જ્ઞાની વિદ્વાન છે પણ અશોક જેવા સરળ ભોળા નથી એટલે જ તો કહેવાય છે ને કે ભોળા નો ભગવાન. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપશો.