એક વખત કબીરજી એ ખૂબ જ મહેનત કરીને એક અત્યંત સુંદર પાઘડી બનાવી. એ પાઘડી માં તેઓએ ઘણી મહેનત કરી હતી તેમજ એકદમ ઝીણું વણાટ કરીને પાઘડી ના દેખાવમાં ખુબ જ સુંદર વધારો કરી દીધો હતો, તેને એ પાઘડી વાંચવાનું મન થયું એટલે હમણાં જ નવી નવી બનાવેલી પાઘડી લઈને તેઓ બજારમાં નીકળી પડ્યા અને બજારમાં જઈને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, ખુબજ શાનદાર પાઘડી, માત્ર બે રૂપિયામાં ભાઈ માત્ર બે રૂપિયામાં.
પાઘડી ખરેખર ખૂબ જ સુંદર હતી એટલે તેને જોઈને એક ગ્રાહક નજીક આવ્યો અને પાઘડીને આમતેમ ફેરવી ને તેનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કર્યું પછી તેને પાઘડી ગમે તો ખુબજ પરંતુ કબીરજી ને પૂછ્યું ભાઈ શું તમે એક રૂપિયામાં આપશો? કબીરજી એ તરત જ અસ્વીકાર કરીને કહ્યું ના રે ના ભાઈ બે રૂપિયાની પાઘડી છે તો બે રૂપિયા જ થશે. ગ્રાહક પણ આવું ગણીને આગળ ચાલતો થયો.
કબીરજી વિચાર્યું કે આગળથી બીજા ગ્રાહકો મળશે એમાંથી કોઈ પાઘડી લઈ લેશે પરંતુ હકીકતમાં બધા ગ્રાહકોની પહેલા ગ્રાહક જેવી જ પ્રતિક્રિયા રહી. બધા ગ્રાહકો ખૂબ જ ઓછા ભાવમાં પાઘડી માંગતા રહ્યા અને કબીરજી એ પાઘડી બે રૂપિયા નીચે આપવાની ના પાડી દીધી.
સવારના નીકળેલા કબીરજી હવે સાંજ પડવા આવી પરંતુ તેની પાઘડી હજુ વેચાઈ નહોતી, અંતે નિરાશ થઈને પાઘડી ફરી પાછી લઈને તેઓ ઘરે પાછા આવી ગયા. તેઓ હજુ ઘરમાં પ્રવેશ કરી રહ્યા હતા એવામાં બાજુમાંથી એક પાડોશી આવ્યા તેઓએ તરત જ પાઘડી જોઈને કહ્યું શું વાત છે કબીરજી આ પાઘડી નવી બનાવી? કબીરજીએ નિરાશ થઈને હા પાડી એટલે પૂછ્યું કે તમે નિરાશ કેમ છો શું આ પાઘડી વેચાણી નહીં? એટલે કબીરજીએ તરત જ આખા દિવસ ઘરમાં જે બન્યું તે કહ્યું.
પડોશીએ કબીરજીના આશ્વાસન આપતા કહ્યું તમારી આ પાઘડીને હું આવતીકાલે સવારે લઈ જઈશ બજારમાં અને આ વેચવાની સેવાનો મોકો મને આપો પછી તમે જુઓ.
થયું એવું કે બીજે દિવસે સવારે પાડોશીને કબીરજીએ પાઘડી આપી તે પાડોશી બજારમાં ગયો અને ખૂબ જ ઊંચી ઊંચી બોલી લગાવી કે પાઘડી હોય તો આવી હોય બાકી ન હોય ભાઈ ભાઈ ખૂબ જ સુંદર પાઘડી માત્ર આઠ રૂપિયા ની પાઘડી માત્ર આઠ રૂપિયા ની પાઘડી. પહેલો જ ગ્રાહક નજીક આવ્યો અને કહ્યું ભાઈ આટલી બધી મોંઘી પાઘડી છે અને તમે માત્ર આઠ રૂપિયાની કહો છો જરા દેખાડો તો કેવી છે, એટલે પાડોશીએ તેને કહ્યું આવી પાઘડી કોઈ દિવસ 8 રૂપિયામાં મળે જ નહીં તમે પાઘડી તો જુઓ. આવી પાઘડી બીજે ક્યાંય મળે જ નહીં.