જમાઈને ધંધા માટે આપ્યા 5 લાખ રુપિયા, પરંતુ જમાઈએ તે પાછા ન આપ્યા એટલે સંબંધ ખરાબ થઈ ગયા, વર્ષો પછી થયું એવું કે…

ઘણા સમય પહેલાંની વાત છે, જગદીશભાઈની દીકરી ના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા. અને લગ્નના થોડા વર્ષો થયા પછી અચાનક જમાઈને ધંધામાં ખૂબ જ મોટી ખોટનો સામનો કરવો પડ્યો હતો.

જમાઈને એ સમયે પાંચ લાખ રૂપિયાની જરૂર હતી, તો જ તેનો વેપાર ધંધો ફરી પાછો પહેલાની જેમ ચાલતો થાય તેમ હતો. ભલે પાંચ લાખ રૂપિયા તે મોટી રકમ ન હતી પરંતુ મિડલ ક્લાસ ફેમિલી માટે તો પાંચ લાખ રૂપિયા પણ ખૂબ જ મોટી રકમ કહેવાય.

એ સમયે જમાઈને મદદ કરવા માટે તેઓએ પાંચ લાખ રૂપિયા તેના જમાઈને આપ્યા હતા. જગદીશભાઈ એ આ પૈસા આપી દીધા અને પૈસાથી મદદ કર્યા પછી તેના જમાઈ નો ધંધો પણ ફરી પાછો ચાલવા લાગ્યો.

અલબત્ત તેનો ધંધો પહેલાં કરતાં પણ વધુ સારી રીતે ચાલવા લાગ્યો. જમાઈને જગદીશભાઈએ પૈસા આપ્યા હતા પરંતુ જમાઈ નો ધંધો ફરી પાછો ચાલતો થઈ ગયો હોવા છતાં જમાઈએ આ પૈસા તેને હજુ પાછા નહોતા આપ્યા.

એક દિવસ આ જ બાબતને લઈને જગદીશભાઈ અને તેના જમાઈ વચ્ચે ઝઘડો થઈ જાય છે, અને ઝઘડો પણ એ હદ સુધી વધી જાય છે કે એકબીજાના ઘરે આવવા જવાનું બિલકુલ બંધ થઇ જાય છે. સમય પસાર થતો ગયો એમ સંબંધ સુધારવા ની જગ્યાએ વધારે ખરાબ થતો ગયો.

થોડા મહિનાઓ વીતી ગયા પછી જગદીશભાઈ તેઓની ઘરે કોઈ પણ સગા સંબંધીઓ આવે તો તેઓની સામે પોતાના જમાઈની નિંદા અને આલોચના કરવા લાગતા.

આ વાતને પણ ઘણો સમય વીતી જાય છે તેમ છતાં તેઓના સંબંધમાં કોઈ પ્રકારનો સુધારો થતો નથી. જગદીશ ભાઈનો નિત્યક્રમ હતો કે તેઓ દરરોજ સવારે તૈયાર થઈને ભગવાનની પૂજા અર્ચના કરતા. પરંતુ પાછલા થોડા સમયથી તેઓનું ધ્યાન પૂજા અર્ચના વખતે પણ ભગવાનમાં ન રહેતું. માનસિક વ્યથા નો પ્રભાવ માત્ર તેઓના મનમાં જ નહીં પરંતુ તેઓના તનમાં પણ પડવા લાગ્યો.

દિવસેને દિવસે જગદીશભાઈ ની બેચેની વધતી જતી હતી. તેઓને કોઇ સમાધાન નહોતું મળી રહ્યું. આખરે તેઓ એક સંત પાસે જાય છે અને પોતાની વ્યથાને સંતને સંભળાવે છે.

સંતે કહ્યું તમે ચિંતા ન કરો ભગવાનની કૃપાથી બધું પહેલા જેવું બરાબર થઈ જશે. તમે થોડા ફળ એક મીઠાઇનું બોક્સ લઈને તમારા જમાઇ ના ઘરે જજો અને તેઓને મળતાની સાથે જ માત્ર એટલું જ કહેજો, “બેટા બધી ભૂલ મારાથી થઈ છે, મને માફ કરી દો.”

જગદીશભાઈ સંતને કહ્યું પરંતુ મહારાજ મેં તો એની મદદ કરી છે અને હવે માફી પણ હું જ માંગુ?

સંતે જવાબ આપ્યો કોઈપણ પરિવારમાં એવો સંઘર્ષ શક્ય જ નથી જેમાં બંને પક્ષની ભૂલ ન હોય. એક પક્ષની ભૂલ ઓછી હોય તો બીજા પક્ષની વધારે હોય એવું બની શકે પરંતુ ભૂલ હંમેશા બંને તરફથી હોય છે.

જગદીશભાઈ ને સંતે કહ્યું તે વાત ગળે ન ઊતરી એટલે પૂછ્યું મહારાજ આમાં મારી કંઈ ભૂલ છે?

સંતે જવાબ આપતા કહ્યું સૌથી પહેલાં તો તમારી એ ભૂલ કે તમે મનમાં જ તમારા જમાઈને ખરાબ સમજવા લાગ્યા. તમે તમારા જમાઇ નિંદા અને આલોચના કરી તે તમારી બીજી ભૂલ. અને તમારા જમાઇ ના દોષ ને તમે ગુસ્સા ભરી નજરે થી જોયા એ તમારી ત્રીજી ભૂલ. અને તમારા કાન થી તમે જ તમારા જમાઇ નિંદા સાંભળી એ તમારી ચોથી ભૂલ. અને તમારી છેલ્લી ભૂલે કે તમે તમારા હૃદયમાં તમારા જમાઇ પ્રત્યે નફરત તેમજ ગુસ્સો રાખ્યો છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel