અને એક દિવસ તેને ઘર નો દરવાજો ખખડાવ્યો, ત્યારે તે છોકરા ના મમ્મી એ દરવાજો ખોલ્યો. ત્યારે આઇસ્ક્રીમ વાળા એ તેના છોકરા વિશે પૂછતાં તેની મમ્મી એ કહ્યું કે ભાઈ અમે લોકો ગરીબ માણસો છીએ. અમારી પાસે એટલા પૈસા નથી કે અમે તેને રોજ આઈસ્ક્રીમ ખવડાવી શકીયે. પણ તમે તેને મફત માં આઈસ્ક્રીમ ખવડાવતા હતા.
અને જે દિવસ થી મને ખબર પડી ત્યાર થી મને ઘણી શરમ આવી. તમે બહુ સારા માણસ છો. પણ હું મારા દીકરા ને મફત ની આઈસ્ક્રીમ ખાવા દઈશ નહિ. છોકરા ના મમ્મી ની વાત સાંભળી ને આઇસ્ક્રીમવાળા એ તેના મમ્મી ને કહ્યું કે બહેન કોણ કહે છે કે મેં તેને મફત માં આઈસ્ક્રીમ આપી છે?
હું એટલો દયાળુ નથી કે ઉપકાર કરવા વાળો નથી, હું પણ મારો ધંધો લઇ ને બેઠો છું. અને તમારા છોકરા પાસે થી મને જે મળ્યું છે. તેની કિંમત તો મારી આઈસ્ક્રીમ કરતા અનેક ગણી છે. એક છોકરા નો નિર્દોષ પ્રેમ મેળવવો તે સોના ના સિક્કા મેળવવા કરતા પણ મૂલ્યવાન છે.
તમે તમારા છોકરા ને બહુ જ સારા સંસ્કાર આપ્યા છે, પણ હું તમને જ પૂછું છું કે મારા અને છોકરા વચ્ચે ના પ્રેમ ની કઈ કિંમત છે કે નહિ? ત્યારે છોકરા ના મમ્મી ની આંખ માં આંસુ આવી ગયા. અને છોકરાને બોલાવ્યો અને છોકરો એકદમ રાજી થઇ ને દોડતો દોડતો મમ્મી પાસે આવ્યો.
ત્યારે મમ્મી એ કહ્યું કે તારે જે આઈસ્ક્રીમ ખાવો હોય તે લઈ આવ અને છોકરો આઇસ્ક્રીમવાળા ને ભેટી પડ્યો. છોકરા ને આઈસ્ક્રીમ આપી. અને તેના ઘરના દરવાજે તેના મમ્મી પાસે મુક્યો. અને એટલું જ કહ્યું કે મારે તો કોઈ સંતાન નથી. તમારે છે તો તેને ખુશ રાખો. અને તમે પણ ખુશ રહો. હું તો એક આઈસ્ક્રીમ માં પણ તેને ખુશ રાખું છું. અને હું પણ એટલો જ ખુશ થાવ છું.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.