શહેર માં એક સુખી સંપન્ન લોકો ના વિસ્તાર માં એક પરિવાર એવો પણ રહેતો હતો. જે આર્થિક તંગીના કારણે તેના ચાર વર્ષના દીકરા ને તેના વિસ્તાર માં આવતા આઈસ્ક્રીમ વાળા પાસેથી ખરીદી ને આઈસ્ક્રીમ ખવડાવી શકતો નહોતો. આઈસ્ક્રીમ વાળો તે વિસ્તાર માં રોજ બપોર ના સમયે આવતો અને બધા છોકરાઓ આઈસ્ક્રીમ ખરીદતા.
ત્યારે આ ચાર વર્ષ નો દીકરો તેની બારી માંથી જોઈ રહેતો અને આઈસ્ક્રીમ વાળો પણ તેને રોજ જોતો કે આ છોકરો ક્યારેય આઈસ્ક્રીમ ખાવા આવતો નથી. એક દિવસ આઇસ્ક્રીમવાળા ને મન થયું અને બારી પાસે જઈ ને તે દીકરા ને કહ્યું બેટા તને આઈસ્ક્રીમ ખાવો પસંદ નથી?
તું ક્યારેય આઈસ્ક્રીમ ખરીદવા કેમ નથી આવતો? ચાર વર્ષ ના એ માસુમ દીકરા એ કહ્યું કે મને આઈસ્ક્રીમ તો બહુ જ પસંદ છે. પણ મારી માં પાસે પૈસા નથી. બાળક ની વાત સાંભળી ને આઈસ્ક્રીમ વાળા એ કહ્યું કે તારે રોજ મારી પાસે થી એક આઈસ્ક્રીમ લઇ લેવાની. મારે તારી પાસેથી પૈસા નથી જોઈતા.
પણ એ ચાર વર્ષ ના છોકરા એ કહ્યું કે હું તમારી પાસે થી પૈસા વિના કેમ લઇ શકું તે ખરાબ વાત છે હું તમને પૈસા દઈ ને પછી જ આઈસ્ક્રીમ લઈશ કારણ કે મારા મમ્મી એ મફત માં કાઈ વસ્તુ લેવાની ના પડી છે. આઈસ્ક્રીમ વાળો બાળક ની વાત સાંભળી ને આશ્ચર્યચકિત થઇ ગયો.
અને તે બાળક ને કહ્યું કે તારે રોજ એક આઈસ્ક્રીમ લેવાની અને બદલ માં મને એક હગ આપવાનું આમ મને મારા આઈસ્ક્રીમ ની કિંમત મળી જશે. અને તને એક આઈસ્ક્રીમ મળી જશે. ચાર વર્ષ નો દીકરો તો વાત સાંભળી ને ખુશ થઇ ગયો. અને દોડી ને ઘર ની બહાર આવ્યો. એક આઈસ્ક્રીમ લીધી.
અને એક હગ આપ્યું અને તે ખુશ ખુશ થઇ ગયો. હવે આ રોજ નું થઇ ગયું. છોકરો રોજ એક આઈસ્ક્રીમ લઇ જતો અને એક હગ આપી જતો. થોડા દિવસ પછી તે છોકરો અચાનક આવતો બંધ થઇ ગયો. અને હવે તો તે બારીએ થી પણ નજર આવતો નહિ. આઈસ્ક્રીમ વાળા થી રહેવાયું નહિ.