હું આ લોજમાં સફાઈ કરી આપું તો બદલામાં તમે મને જમવાનું આપશો? અજાણ્યા બાળકનો આ સવાલ સાંભળીને લોજના માલિકે તેને પૂછ્યું…

હોસ્પિટલથી થોડે દુર રમેશભાઈ નાની લોજ ચલાવતા હતા. બારે મહિના લોકોની અવરજવર રહેતી, રમેશભાઈની લોજમાં જમવાનું પણ કાયમ તાજુ મળતું. રોટલી, દાળ ભાત, શાક, સંભારો વગેરે અસલ ઘર જેવું જ મળતું. એટલે તેની લોજ પર જમવા માટે કાયમ ભીડ રહેતી.

હોસ્પિટલમાં આવતા જતા લોકો ને પણ વિશ્વાસ થઈ ગયો હતો કે આ લોજમાં એકદમ તાજું અને સ્વાસ્થ્યવર્ધક જમવાનું મળે છે. એટલા માટે જ જમવાનો સમય થાય કે તરત જ લોજમાં ભીડ એકઠી થવા લાગતી.

રમેશભાઈ જેટલું બનાવતા તે બધું પૂરું થઈ જતું. એમાં પણ જમવાના સમયે ખૂબ જ વ્યસ્ત હોવાને કારણે રમેશભાઈને આજુબાજુમાં શું થઈ રહ્યું છે તે જોવાનો મોકો પણ મળતો નહીં.

એક દિવસ બપોરનો જમવાનો સમય હતો અને ઘણા ગ્રાહકો જમી રહ્યા હતા એવામાં એક છોકરો ત્યાં આવીને ઉભો રહે છે અને રમેશભાઈ ને કહે છે. ભાઈ, હું તમારા લોજમાં સફાઈ કરી આપું અને થોડું બીજું કામ કરી આપું તો તમે મને એની બદલે જમવાનું આપશો?

રમેશભાઈ પોતાના કામમાં વ્યસ્ત હતા એટલે છોકરા પર નજર ન પડી અને તે છોકરાને ના પાડવા જઈ રહ્યા હતા એવામાં તેનું ધ્યાન તે છોકરા પર પડ્યું…

આશરે ૮ થી ૧૦ વર્ષની ઉંમર હશે… ઘૂંટણ સુધીનું ટીશર્ટ પહેર્યું હતું, પગમાં ચપ્પલ પણ તેના પગ ની સાઈઝ કરતાં ખુબ જ મોટા હતા. ચપ્પલ પણ તેના પિતાના હોય તેવું લાગતું હતું. છોકરો ત્યાં બંને હાથ જોડીને ઊભો હતો અને તેના ચહેરા પર નિર્દોષ ભાવ અને દરિદ્રતા ચોખ્ખી દેખાઈ રહી હતી.

રમેશભાઈ ની લોજમાં સફાઈ માટે માણસો રાખેલા હતા. આટલા નાની ઉંમરના બાળક પાસે તે કઈ રીતે કામ કરાવે? પરંતુ તે બાળકની હાલત જોઈને તરત જ રમેશભાઈને તેની પર દયા આવી ગઈ.

એવા કયા સંજોગો ઉભા થયા હશે કે આ બાળક જમવા માટે સફાઈ કરવા તૈયાર થઈ ગયો? તેને બાળકને પૂછ્યું, બેટા તારે જમવું છે? જમવું હોય તો લોજમાં અંદર આવી જા હું તને જમવાનું આપીશ.

તે છોકરાએ કહ્યું ભાઈ મારે નથી જમવું, તમે મને જમવાનું પેક કરી આપો. બસ આટલું કહીને ચૂપચાપ તે બાળક ત્યાં ને ત્યાં ઊભો રહ્યો.

રમેશભાઈ એ પૂછ્યું કોઈ બીજા માટે જમવાનું લઇ જાય છે?

બાળકે જવાબ આપતા કહ્યું અહીં હોસ્પિટલ ની સામે એક વૃદ્ધ માજી જે રમકડાં વેચે છે. તેઓ ત્રણ દિવસથી નથી આવ્યા…

આટલું કહીને ઈશારો કરીને બાળકે રમેશભાઈને પેલા માજી બેસે છે તે જગ્યા દેખાડવાની કોશિશ કરી…

રમેશભાઈ ને તરત જ યાદ આવ્યું કે હા કોઈ અહીં બેસતુ હતું. રમેશભાઈ એ પૂછ્યું કેમ તે માજી ક્યાં છે?

તે બાળકે કહ્યું, મેં થોડા દિવસથી તેઓને નહોતા જોયા તો આજુબાજુમાં લોકોને પૂછ્યું એટલે તેઓ નું સરનામું મળ્યું… તેઓ જ્યાં રહે છે ત્યાં જઈ અને મેં જોયું તો તે માજીને તાવ આવી રહ્યો હતો. અને ગઈકાલે રાતથી તેઓએ કંઈ ખાધું પણ નહોતું. એટલે તેના માટે હું જમવાનું લઈ જઈ રહ્યો છું.

એ માજી ને જમાડવા માટે તું સફાઈ અને મહેનત કરવા માટે તૈયાર થઈ ગયો?

આટલા નાના બાળકમાં કોઈ બીજા માણસ પ્રત્યે આટલી સંવેદના જોઈને રમેશભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બાળકે કહ્યું હું તો તેને તાવ ની ગોળી ખવડાવવા માંગતો હતો. અહીં પાસેના જ એક મેડિકલ માંથી મેં બે ગોળી તો લીધી પરંતુ તે દુકાન વાળા ભાઈએ એવું કહ્યું હતું કે આ ગોળી ખાલી પેટ ન ખવડાવતા. એટલા માટે હું તે માજી ને જમાડવા માંગુ છું જેથી તેને દવા ખવડાવી શકું.

તેઓની દેખભાળ કોણ કરે? માજી સિવાય ઘરમાં બીજું કોઈ રહેતું પણ નથી.

બાળકની આખી વાત સાંભળી અને રમેશભાઈએ 2 થાળી પાર્સલ કરી અને તે બાળકને આપી અને કહ્યું બેટા તારા માટે પણ જમવાનું રાખ્યું છે. જમી લેજે.

તે બાળક ત્યાંથી જતો રહ્યો પરંતુ રમેશભાઈના મનમાં હજુ પણ એ જ ગડમથલ ચાલી રહી હતી કે આટલું નાનું બાળક અને તેના દિલ માં કેટલી મોટી સંવેદના… ખરેખર ભગવાને તેને અદભુત દિલ આપ્યું છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે આ સ્ટોરી શેર કરજો. અને આ સ્ટોરી ને કમેંટમાં રેટીંગ પણ આપજો.

તમે આવી જ રસપ્રદ સ્ટોરી તેમજ પ્રેરણાદાયક પ્રસંગો સાંભળવા માંગતા હોય તો આપણી Youtube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરી અને નોટીફીકેશન બેલને દબાવી દેજો.

Subscribe to us on youtube.

error: Content is Protected!