હાથીએ ધર્મરાજાને કહ્યું તમે જીવતા માણસને લઈ એવો પછી તમને ખબર પડશે કે માણસ શું ચીજ છે? જીવતા માણસ આવ્યાના થોડા દિવસ પછી એવું થઈ ગયું કે આખું દેવલોક...
એક વખત એક હાથી નું મૃત્યુ થતા તેનો આત્મા ધર્મરાજ પાસે લઇ જવામાં આવ્યો. ત્યારે ધર્મરાજા એ તેને પૂછ્યું કે તને આટલું મોટું શરીર આપ્યું છે. તો પણ તું મનુષ્ય ના કાબુ માં આવી ગયો. અને આખું જીવન મનુષ્ય જે પણ કામ હોય તે તારા પાસે કરાવે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તારા એક પગ જેટલી જગ્યા માં આખો મનુષ્ય સમય જાય તો પણ તું તેના કાબુ માં થઇ જાય છે ત્યારે હાથી એ જવાબ આપતા કહ્યું કે મનુષ્ય છે જ એવું પ્રાણી મોટા મોટા જીવ ને પણ તે કાબુ માં કરી લે છે ત્યારે ધર્મરાજા એ કહ્યું કે અમારે ત્યાં તો અગણિત મનુષ્ય ના આત્મા આવે છે
ત્યારે હાથી એ જવાબ આપતા કહ્યું કે તમે પહેલા એક જીવતા મનુષ્ય ને અહીંયા લઇ ને આવો પછી તમને પણ ખબર પડશે
ધર્મરાજા એ તેના દૂત ને હુકમ કર્યો કે જાવ પૃથ્વી ઉપર થી એક જીવતા મનુષ્ય ને લઇ ને મારી સામે આવો પૃથ્વી પર ગરમી પડી રહી હોવાથી એક માણસ પોતાના ફળીયા માં ખાટલો નાખી ને નીંદર કરી રહ્યો હતો. ધર્મરાજા ના દૂતે તેને ખાટલા સાથે ઉપાડ્યો અને ઉડવા લાગ્યો સુઈ રહેલા માણસની નીંદર ઉડી ગઈ
અને તેને જોયું કે ધર્મગ્રંથ માં આવતા ભગવાન ના દૂત જેવા જ લાગે છે તેના જેવો જ પહેરવેશ અને હથિયાર પણ તેના જેવા જ છે, તેને તુરંત જ પોતાના ખીસા માં રહેલા કાગળ માં કંઈક લખ્યું અને પાછો કાગળ ખીસા માં રાખી દીધો અને તે શાંતિ થી સુઈ ગયો કારણ કે આકાશ માંથી નીચે પડી જવાનું મોટું જોખમ હતું.
સવાર ના પહોર માં તે ધર્મ રાજાની સભા માં ધર્મ રાજાની સામે હાજર થઈ ગયો દૂતે તેનો ખાટલો નીચે રાખ્યો ત્યારે તે જીવતા મનુષ્ય એ પોતાના ખિસ્સા માંથી એક કાગળ કાઢી ને ધર્મ રાજા ને આપ્યો જેમાં લખ્યું હતું. ધર્મરાજ ને નારાયણ ના નમસ્કાર અમારા મુનીમ ને આપણી પાસે મોકલ્યા છે અને તેની પાસે જ બધું વહીવટી કામ કરાવશો... નારાયણ.
ચીઠી વાંચતા જ ધર્મરાજે પોતાની ગાદી તે મનુષ્ય ને સોંપી આપી અને કહ્યું કે આવો મહારાજ આપ અહીંયા બિરાજો ધર્મરાજે વિચાર્યું કે ભગવાન ના હુકમ નો અનાદર થાય નહિ થોડી વાર થઈ હશે, ત્યાં બીજા દૂત એક મનુષ્યના આત્મા ને લઇ ને આવે છે.
ત્યારે તે મનુષ્ય પૂછે છે કે આ કોણ છે ત્યારે તેના દૂત કહે છે કે મહારાજ એક લૂંટારો છે અનેક લોકો ને માર મારી અને લુંટ્યા છે અને ઘણા લોકો ના જીવ પણ લીધા છે તેને શું દંડ આપવાનો છે ?ત્યારે તે મનુષ્ય એ કહ્યું કે આને સ્વર્ગ માં મોકલવામાં આવે ત્યાં બીજા દૂત એક બીજા મનુષ્ય ના આત્મા ને લઇ ને આવે છે.
જે દૂધ માં મિલાવટ કરી અને લોકો ના સ્વાસ્થ્ય ની સાથે ચેડાં કરેલા હતા જેના કારણે અનેક બાળકો ની તબિયત ખરાબ થઇ ગઈ હતી અને કેટલાક ના મૃત્યુ પણ થયા હતા તેને પણ તે મનુષ્ય એ સ્વર્ગ માં મોકલી આપ્યો આમ ગમે તેવા પાપ કરીને આવતા આત્માને તે સ્વર્ગ માં મોકલવા લાગ્યો બધા માટે તેને એક જ હુકમ હતો.
સ્વર્ગ માં મોકલી આપો આમ ને આમ સ્વર્ગ માં જવા વાળા ની મોટી લાઈન લાગી ગઈ ત્યારે ભગવાને બેઠા બેઠા નજર કરી તો જોવા મળ્યું કે સ્વર્ગ માં જવા વાળા ની લાંબી લાઈન લાગી ગઈ છે તે પણ બેઠા બેઠા વિચારવા લાગ્યા કે મનુષ્ય ને આ શું થઇ ગયું છે કે આટલા બધા આત્મા સ્વર્ગ માં આવી રહ્યા છે.
ભગવાન તો બેઠા થઇ ગયા અને ધર્મરાજા પાસે આવ્યા ભગવાન ને જોઈને બધા ઉભા થઇ ગયા અને તે મનુષ્ય પણ ઉભો થઇ ગયો ભગવાને ત્યાં આવતા જ ધર્મરાજા ને પૂછ્યું કે શું વાત છે આટલા બધા લોકો ના આત્મા ને તમે સ્વર્ગલોક માં મોકલી રહ્યા છો ???
જવાબ આપતા ધર્મરાજા એ કહ્યું કે હે પ્રભુ આ મારુ કામ નથી આપે જ જે મનુષ્ય ને મોકલેલા આ તેનું કામ છે. એટલે ભગવાને તે મનુષ્ય ને પૂછ્યું કે તમને અહીંયા કોણે મોકલ્યા છે ??? ત્યારે તે મનુષ્ય કહે છે કે આપે જ મને અહીંયા મોકલ્યો છે અહીંયા આવવું અને બેસવું એ મારા હાથ ની વાત થોડી છે ???
અને થોડા સમય માટે મારે અહીંયા બેસવાનું છે તો હું કોઈ નું ખરાબ કેમ કરું ??એ માટે મેં બધાને સ્વર્ગમાં મોકલ્યા અહીંયા આવતા જીવો નો ઉદ્ધાર કરવો તે પાપ તો નથી ને ?? ત્યારે ત્યાં ઉભેલા હાથી ના આત્મા એ ધર્મરાજા ને કહ્યું કે તમે મને કહેતા હતા ને કે આટલું મોટું શરીર છે, આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
છતાં મનુષ્ય ના કાબુ માં કેમ આવી જાવ છો? અત્યારે તો ધર્મરાજા પોતે પણ મનુષ્ય ના કાબુ માં આવી ગયા છે. આ કાળા માથાનો માનવી બહુ વિચિત્ર પ્રાણી છે. ભગવાન આ તો તે પોતાના પરિવાર અને વ્યવહાર માં ફસાયેલો પડ્યો છે, એટલે બાકી આ દુનિયા આખી માં ઊથલપાથલ કરી નાખે તેમ છે.
ત્યારે ભગવાને કહ્યું કે હે મનુષ્ય હવે તું પાછો ધરતી પર જા પણ મનુષ્ય એ કહ્યું કે હવે હું અહીંયા સુધી આવી ગયો છું. એટલે તમારે મને પણ સ્વર્ગ માં જગ્યા આપવી પડશે, અને મારી સાથે આ હાથી ના આત્મા ને પણ કારણ કે તેના કારણે તો હું અહીંયા સુધી આવી શક્યો છું. આમ મનુષ્ય પોતે તો સ્વર્ગ માં ગયો પણ તે હાથી ને પણ સ્વર્ગમાં જગ્યા અપાવી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આ વાર્તા માંથી આપણે એટલું જ શીખવાનું કે આપણા હાથ માં સતા આવે તો બધા નું ભલું કરો કોઈનું ખરાબ કરશો નહિ કોઈ ને દુઃખ આપશો નહિ જયારે સત્તા મળે ઉચ્ચ પદ મળે લોકો નું સારું કરો કારણ કે આજે જે સતા આપણા હાથ માં છે તે ગઈકાલે બીજા પાસે હતી, અને આવતીકાલે ત્રીજા પાસે હશે. કોઈ કાયમ માટે નથી રહેવાનું પણ સારા કર્મ કરીને જશે તેને લોકો યાદ કરશે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.