હળદરના પાણી પીવાના છે આવા ફાયદાઓ

લગભગ બધાને ખબર હશે કે હળદર એન્ટિસેપ્ટિક સ્વરૂપમાં કામ કરે છે.

અને કદાચ આના કારણે જ બધા શાકમાં આજે હળદર વપરાય છે. અને લગભગ બધા શરીરમાં ક્યાંય પણ વાગી જાય તો હળદરને ગ્લાસમાં ભેળવીને દૂધ પી જાય છે. જેનાથી દર્દમાં રાહત મળે છે.

હાડકાના દુખાવા સહિત પણ આટલા છે એના ફાયદા ચાલો જાણીએ.

કેન્સર માટે, ગઠિયા રોગથી છુટકારો મેળવવા, ડાયાબિટીસ માટે, અપચા માટે, કબજિયાત માટે, અનિંદ્રા માટે, ડિપ્રેશન માટે, આ તો થઈ ફાયદાની વાત, હવે આને કઈ બિમારી માટે કઈ રીતે વપરાશ કરશો એની જાણકારી પણ જણાવી દઈએ..,

અલગ-અલગ બીમારી માટે અલગ-અલગ રીતે લઈ શકાય છે.

કેવી રીતે કરશો ઉપયોગ? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સૌપ્રથમ આમાં આપણે બજારની હળદર વાપરવાની નથી. આમાં આપણે હળદર ઘરે જ પીસવાની છે કે જેમ આપણા બાપ દાદા ના જમાનામાં ઘરે પિસ્તા હતા. સૌપ્રથમ બજારમાંથી લીલી હળદર લઈ આવો. અને જો સીઝન ન હોવાથી લીલી હળદર ન મળે તો જાતે દળેલો હળદર પાઉડર પણ ચાલે. હવે લીલી હળદરને બરોબર પાણીમાં સાફ કરી નાંખો, જેનાથી હળદરની ઉપર રહેલી માટી-કચરો અને ધુળ સાફ થઈ જાય. પછી એની છાલ કાઢી નાખો આ છાલને તમે ન ફેંકો તો પણ ચાલશે કારણ કે આ છાલને સુકાવીને પછી મિક્સરમાં પીસીને તેનો હળદર તરીકે જ ઉપયોગ કરી શકાય છે. છાલ કાઢયા પછી હળદરને ખમણી નાખો.

હવે એક વાસણમાં દોઢ ગ્લાસ ચોખ્ખું પાણી લઈ લો. ત્યારબાદ તેને ઉકાળવા મૂકી દો પછી જ્યારે ઉકળવાનું ચાલુ થઈ જાય ત્યારે તેમાં એક કે બે ચમચી જેટલી ખમણેલી હળદર નાખી દો. હળદર નાખતાની સાથે પાણી નો કલર બદલવાનું ચાલુ થઇ જશે પછી પાણીને ઉકળવા દો. વાસણ માં જ્યા સુધી ૧ ગ્લાસ જેટલું પાણી રહે ત્યા સુધી ઉકાળો. ત્યાર પછી પાણીને ગરણી માથી ગાળીને હળદર અને પાણીને અલગ કરી નાંખો.

આપણી દવા તૈયાર છે, પરંતુ દરેક રોગ માટે આને અલગ-અલગ રીતે લેવાની છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જેમ કે જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે તે લોકો આને સવારે લઈ શકે છે. કબજીયાતના દર્દી જો આ પાણી લેશે તો તેનું પેટ સાફ થઈ જશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ સીવાય હાડકાની બિમારી કે ગઠિયાને લગતી બીમારી હોય તો આ પાણી અઠવાડિયામાં બે વખત પીવાથી આ રોગથી રાહત પણ મળે છે. અને હાડકાં પણ મજબૂત થાય છે.

જો તમે પાતળા થવા માગતા હોય તો આ જ હળદરના ૧ ગ્લાસ પાણીમાં તમે ૧ ચમચી લીંબુ અને ૧ ચમચી મધ નાંખીને પી જાવ. પણ આની સાથે થોડીક કસરત પણ કરવી જોઈએ. આ વસ્તુ તમારા શરીરને ઘટાડવામાં મદદરૂપ થાય છે એટલે કે તમે જો એકસરસાઈઝ કરતા હોવ તો સામાન્ય રીતે જ શરીર ઘટતું હોય તેનાથી આ પાણી પીવાથી જલ્દી ઉતરે છે. તે તમારી એક્સ્ટ્રા ફેટને જલ્દી ઓગાળે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે આ હળદરના પાણીમાં તમે એક લીંબુ તો નીચોવી શકો છો પણ મધ ઉમેરવાનું નથી કારણ કે એ પણ એક ગળી વસ્તુ જ છે. અને આ વસ્તુ કાયમ ચાલુ રાખવાથી ડાયાબિટીસની દવાઓ બંધ થઈ જશે તદુપરાંત ડાયાબીટીસ નોર્મલ પણ થઈ શકે છે.

અનિંદ્રા માટે રાતના તમે એક ગ્લાસ દૂધમાં 1 ચમચી હળદર નાંખીને લઈ શકો છો અને આનાથી થોડાક જ દિવસોમાં તમને ચમત્કારિક રીતે ફાયદો જોવા મળે છે અને અનિદ્રા દૂર થાય છે નિંદર વ્યવસ્થિત થશે તો તમારી ડિપ્રેશન આપોઆપ કંટ્રોલમાં રહેશે એ તો કહેવાની જરૂર નથી.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team