in

ઘરની બહાર એક સફેદ ગાડી દીકરાનું નામ પૂછીને આવી, પિતાએ દીકરાને કહ્યું બહાર ગાડી તને લેવા આવી છે, તું શું કરીને આવ્યો છે? બહાર નીકળીને જોયું તો ગાડીમાં…

પવન એક ગરીબ ઘર નો દીકરો હતો. તેના પિતાજી છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. ગરીબ ઘરનો હોવાથી સુખ સુવિધાથી વંચિત હતો. અને ભણવામાં પણ ધ્યાન મધ્યમ રહેતું, છતાં પણ સરકારી સહાયના હિસાબે એન્જીનીયરની પરીક્ષા આપી હતી. તેની જરૂરિયાત તેના પિતા બહુ તકલીફ ભોગવીને પુરી કરતા.

અને પવન પણ પિતાજી ની સાથે મજૂરી કરવા ચાલ્યો જતો. અને ગામ ના શ્રીમંતો ના ઘર માં પણ મજૂરી નું જે પણ કામ હોય તે બધું કરતો. પરીક્ષા ના પરિણામમાં પવન નાપાસ થયો હતો, અને ખૂબ ઉદાસ રહેતો. કારણ કે તેના પિતાજી એ તેને ખૂબ માર માર્યો અને ગુસ્સે થયા હતા. અને કહ્યું કે તું પણ મારી જેમ મજૂરી એ લાગી જા, ભણવું એ તારા બસની વાત નથી ભણી ને તું ક્યાં કોઈ મોટો સાહેબ બની જવાનો છે, ભણેલા પણ નોકરી માટે ધક્કા ખાઈ રહ્યા છે.

પવનને આ બધું સાંભળી ને રાત્રે નીંદર પણ આવતી નહિ, અને ખાટલા પર સૂતો રહેતો. અને વિચારતો કે હું પણ પિતાજી ની જેમ જ આખી જિંદગી મજૂરી જ કરીશ. શું મારી માં આખી જિંદગી લોકો ના કપડાં વાસણ સાફ કરતી રહી, અને શેઠાણી ના મેણાં ટોણા સાંભળતી રહી. અને મારા માં એવી શું ખામી છે કે નાપાસ થયો?

જે પાસ થયા એ પણ મારા જેવા જ છે, તેના મગજ પણ મારા જેવા જ છે, તો મારા માં શું ખામી છે? અને આમ ને આમ રાત પસાર કરી નાખતો તેની નીંદર જાણે પાંખો લગાડીને ઉડી ગઈ હતી… બસ આજ વિચાર થી સવારે જાગી ને તૈયાર થઇ ને ભગવાન પાસે પ્રાર્થના કરી ને બહાર જતો હતો.

ત્યાં જ તેના પિતાજી એ કહ્યું સવાર સવાર માં તૈયાર થઇ ને ક્યાં જઈ રહ્યો છે? મારી સાથે આવવાનું છે મજૂરી કામમાં, ત્યારે પવને એકદમ શાંતિ થી કહ્યું પિતાજી હું તમારી સાથે મજૂરી કરવા નહિ આવું. હું કામ થી બહાર જઈ રહ્યો છું. આટલું બોલી ને ઘરે થી નીકળી ગયો અને ગામ ના સરપંચ ને ત્યાં ગયો જે અતિ પૈસાદાર અને ભણેલ ગણેલ નવયુવાન હતો. અને તેની પત્ની પણ વિદ્વાન હતી.

પવન એ સરપંચના હાથ જોડીને નમ્ર વિનંતી કરી અને કહ્યું કે મને ફક્ત 500 રૂપિયા આપો, હું તમને મજૂરી કરીને પાછા આપી દઈશ. પરંતુ સરપંચે તેને કહ્યું કે તારે 500 રૂપિયાનું શું કરવું છે તારા પિતાજી મજૂરી કામ કરે છે તો તું પછી મને પૈસા પાછા કેવી રીતે આપી શકીશ?

પવન જવાબમાં કહ્યું કે મારે એન્જિનિયર ની પરીક્ષા બીજી વખત આપવી છે અને એ પરીક્ષા ની ફી રૂપે મારે તમારી પાસેથી રૂપિયા જોઈએ છે એ રૂપિયા હું તમને પાછા આપી દઈશ, ત્યારે સરપંચ કહ્યું કે પહેલી વખત પરિક્ષા આપી ત્યારે નાપાસ થયો છો તો હવે તારા પિતાજી ભેગો મજૂરી કામ કરવા લાગે હમણાં જ તારી બેન ના લગ્ન પણ આવશે તો એના માટે તારા પિતાને મદદ કર.

પવને ખૂબ જ આજીજી કરી પરંતુ સરપંચ ના પાડી, પવનનો ચહેરો રડવા જેવો થઈ ગયો. ચહેરા પરના હાવભાવ જોઈને સરપંચ ની પત્ની સરપંચ ને કહ્યું કે દઈ દો તેને ૫૦૦ રૂપિયા, આપણ ને એમાં કંઈ ફેર નહિ પડી જાય. બિચારો પાસ થઈ જશે તો તેની જિંદગીમાં ખૂબ કામ આવશે અને સરપંચની પત્નીએ પોતાના પર્સમાંથી જ 500 રૂપિયા કાઢીને પવન ને આપ્યા એટલે પવકોને કહ્યું કે હું તમારું આ અહેસાન જીવનભર નહીં ભૂલું.