ઘર માં કોનું ચાલે, પતિનું ચાલે કે પત્નીનું? આ વાંચશો એટલે સમજી જશો…

એક રાજા હતા તેના રાજ માં બધા લોકો ના ઘર માં પતિ નું ચાલે છે કે પત્ની નું તે જાણવા માટે બધા ગામ લોકો ને સમાચાર મોકલ્યા કે આવતી કાલે રાજા ના દરબાર માં હાજર રહેવું.

બીજા દિવસે રાજા એ નક્કી કર્યા મુજબ જાહેરાત કરી કે જેના ઘરમાં પત્ની નું ચાલતું હોય તે અહીંયા થી એક સફરજન લઇ અને પોતાના ઘરે જઈ શકે છે અને જેના ઘર માં પતિ નું ચાલતું હોય તેના માટે એક કાળા રંગનો ઘોડો રાખવામાં આવ્યો હતો તે લઇ અને ઘરે જઈ શકે છે.

રાજા ના હુકમ બાદ ગામના બધા પ્રજાજનો એક એક સફરજન લઇ અને પોતાના ઘરે જવા લાગ્યા અને હવે થોડા લોકો જ બચ્યા હતા ત્યારે રાજા ને ચિંતા થઈ કે મારા રાજ માં હજુ સુધી એવું એક પણ ઘર નથી કે જેમાં પતિ નું કહ્યું થતું હોય એવા માં એક યુવાન તેની મોટી મોટી મૂછ અને લાલઘૂમ આંખો વાળો હતો.

તે રાજા પાસે આવ્યો અને કહ્યું કે મારા ઘર માં મારુ ચાલે છે એટલે આ ઘોડો ના ઇનામ નો હકદાર હું છું એટલે રાજાએ તેને ઘોડો આપ્યો અને બાકી રહેલા લોકો બધા સફરજન લઇ ને ચાલતા થયા અને રાજા પણ રાજી થયા કે એક ઘર તો એવું મળ્યું કે જેમાં પતિ નો હુકમ ચાલે છે.

પણ રાજા ને આશ્ચર્ય તો એ વાત નું થયું કે જે યુવાન ઘોડો લઇ ને ગયો હતો એ થોડી વાર માં જ રાજા ની પાસે પાછો આવ્યો અને રાજા એ તેને પૂછ્યું કે યુવાન તું કેમ પાછો આવ્યો ?

ત્યારે તે યુવાને કહ્યું કે મારી પત્ની એ કહ્યું કે કાળા રંગનો ઘોડો લઇ ને શું ચાલ્યા આવ્યા તમને કઈ અક્કલ છે કે નહિ જાવ રાજા પાસે જઈ ને સફેદ રંગનો ઘોડો લઇ આવો.

રાજા એ તે યુવાન ને કહ્યું કે ઘોડો મૂકી દે અને સફરજન લઇ ને ચાલતા થાઓ રાજા ને એ વાત વિચારી ને અડધી રાત સુધી નીંદર નહોતી આવતી કે એક પણ વ્યક્તિ ઘોડો લઇ જાય તેવી નથી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel