ઘર જોયા પહેલા લગ્ન માટે હા પાડી દીધી હતી, લગ્ન પછી પહેલી વખત ઘર જોયું તો વહુને પસ્તાવો થવા લાગ્યો કારણ કે…

એક ગામમાં એક ખૂબ જ ધનવાન શેઠ રહેતા હતા, અનેક નોકર તેની પાસે કામ કરતા. આ જ નોકરમાં તેના એક નોકર નું નામ મોહન પણ હતું. મોહન ગામડાની નજીક જ એક કાચા મકાનમાં રહેતો હતો, તેને ત્રણ બાળકો હતા. પરંતુ તેની પત્નીનું અવસાન વર્ષો પહેલા થઈ ગયું હતું.

મોહન તેના ત્રણેય બાળકોનો ઉછેર પોતે જાતે જ કરતો, બધા લોકો ત્યાં મકાનમાં સાથે જ રહેતા હતા. મોહન જે શેઠ પાસે કામ કરતો હતો તે જ શેઠ પાસે તેના બાળકો પણ મોટા થઈને નોકર તરીકે ઘરમાં કામ કરવા લાગ્યા.. દરરોજ સાંજ પડે એટલે બધા મજૂરોને તેમની મજૂરી મળી જતી અને મોહન તેના બાળકો સાથે ઘરે જતો.

મજૂરી મળી હોય તેમાંથી તે અને તેના બાળકો રસ્તામાં કોઈ પણ પ્રકારનો નાસ્તો કરી લેતા, ઘણી વખત એવું પણ બનતું કે તેમની પાસે નાસ્તો કરવા માટે પર્યાપ્ત રકમ ન હોય ત્યારે તેઓ ભૂખ્યા રહીને પણ સમય પસાર કરતા. આમને આમ દિવસો વીતતા ગયા તેના બાળકો પણ મોટા થતા ગયા.

એક દિવસ આજુબાજુના પાડોશીઓએ ભેગા થઈને મોહનને સૂચવ્યું કે મોહન હવે તારે તારા મોટા પુત્રના લગ્ન કરાવી દેવા જોઈએ, કારણ કે એની ઉંમર લગ્ન જેવડી થઈ ગઈ છે. થોડા જ સમય પછી સારુ પાત્ર મળી ગયું એટલે મોહને તેના મોટા દીકરાના લગ્ન કરાવી નાખ્યા.

લગ્ન થયા પછી નવી નવી વહુ મોહનના ઘરમાં પ્રવેશ કરે છે, તેના ઘરની આજુબાજુમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. કારણ કે બધા લોકો નવી વહુને જોવા માટે આવ્યા હતા.. ધીમે ધીમે બધા લોકો પોતાના ઘરે જતા રહ્યા અને ભીડ વિખેરાઈ ગઈ.

બધા પોતાની ઘરે જઈ રહ્યા હતા એમાંથી એક વૃદ્ધ સ્ત્રીએ તે નવી વહુને કહ્યું કે બેટા જો તને ક્યારેય કોઈપણ વસ્તુની જરૂર હોય તો મારું ઘર અહીં બાજુમાં જ આવે છે, કોઈપણ વસ્તુ માંગવામાં કે ઘરે આવવામાં જરા પણ સંકોચ રાખતી નહીં.

બધા લોકો જતા રહ્યા પછી નવી વહુએ પોતાના નવા ઘરને નિરાંતે નિહાળ્યું, એ જે ઘરમાં પરણીને આવી હતી તે ઘરને જોયું. જર્જરીત મકાન હતું, ખૂબ જ જુનવાણી હતું, ઝુંપડા જેવું લાગી રહ્યું હતું, ત્યાં થોડા વાસણો લટકાવેલા હતા.

અને ઘરની બહાર એક નાનકડો એવો ચૂલો રાખેલો હતો જેમાં ક્યારેક નાસ્તો ન કર્યો હોય ત્યારે તેમાં ઘરમાં જે પડ્યું હોય તેમાંથી થોડી ઘણી રસોઈ બનાવવામાં આવતી. ઘરની આવી હાલત જોઈને વહુને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો.

તેને ઘર જોયા પહેલા જ લગ્ન કરી નાખ્યા હતા. પરંતુ હવે ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો કે તેને કેવી જગ્યાએ લગ્ન કરી નાખ્યા!!! તેને અચાનક જ તેના ગામડે પાછા જવાની ઈચ્છા થવા લાગી. તેને ભાગીને જવાની પણ ઈચ્છા થવા લાગી.

પરંતુ થોડા જ સમય પછી તેને સમજાઈ ગયું કે તેની પાસે જવા માટે બીજી કોઈ જગ્યા નથી. તે પોતે જ વિચારવા લાગી કે તેના પિયરમાં તેની માતા તો જીવતી નહોતી, તેના ભાઈ ભાભી મજૂરી કરતા હતા. ત્યાં જઈને પણ નોકરાણી જેવું જ જીવન જીવવાનું થયું હોત.

તેને બધા વિચાર માંડી વાળ્યા, અત્યંત રડવા લાગી. ખૂબ રડીને અંતે પોતે જ પોતાની જાતને સાંત્વના આપવા લાગી અને શાંત થઈ ગઈ. મનમાં વિચારવા લાગી કે હવે શું કરવું.? આખરે તેને આ નવું ઘર અપનાવવાનો નિર્ણય લઈ લીધો.

જે વૃદ્ધ સ્ત્રી તેમને કામ માટે કહી ગયા હતા તેના ઘરે જઈને તેને પૂછ્યું કે માજી મને એક સાવરણી મળશે? ત્યારે તે વૃદ્ધ સ્ત્રીએ સાવરણી પણ આપી અને સાથે સાથે કહ્યું કે બીજું કંઈ પણ કામ હોય તો મને કહેજે હું પણ તારી સાથે આવીશ.

સાવરણી લઈને ઘરે આવીને વહુ એક પછી એક દરેક વસ્તુ ચોખ્ખી કરવા લાગી, ખૂબ જ અસ્તવ્યસ્ત ઘર હતું જેને ચોખ્ખું કરી નાખ્યું. એકદમ સફાઈ કરીને તે ઘરની બહાર આવી ત્યારે ચૂલા પર નજર પડી.

નજર પડતા ની સાથે ચૂલા ને પણ સાફ કરીને જાણે નવા જેવો કરી નાખ્યો, સફાઈ કરીને ઘરમાં અમુક દીવાલો પર ગાબડા પડી ગયા હતા એટલે દિવાલ ઉપર માટીનું લીપણ પણ કરી નાખ્યું. રસોઈ માટે ઘરમાં કઈ કઈ વસ્તુ પડી છે તે જોવા લાગી.

ઘરમાં માત્ર થોડા કઠોળ જ પડ્યા હતા, બીજું કંઈ જ નહોતું. કઠોળનું શાક કરી નાખ્યું અને હમ સાફ-સફાઈ કરી રસોઈ તૈયાર રાખીને તેના પતિ તેમજ બધા લોકોની રાહ જોવા લાગી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel