કડકડતી ઠંડી માં એક વૃદ્ધ માણસ રસ્તા પર ચાલ્યો જતો હતો ત્યારે એક અતિ ધનવાન વ્યક્તિ ત્યાં થી પસાર થયા અને તે વૃદ્ધ ને કહ્યું કે તમને ઠંડી નથી લાગતી? તમે કોઈ જાત ના ગરમ કપડાં પહેર્યા નથી, લે શાલ ઓઢી નથી ત્યારે તે વૃદ્ધે કહ્યું કે મારી પાસે એક પણ ગરમ કપડાં નથી.
અને મને ગરમ કપડાં ની આદત પણ નથી ગરીબ માણસ ને બધું ચાલે… કઈ હોય કે ના હોય અમને બધી જગ્યાએ ફાવી જ જાય છે. ત્યારે તે શેઠે કહ્યું કે તમે મારા ઘર ની બહાર થોડીવાર ઉભા રહો હું હમણાં તમારા માટે ગરમ કોટ લઇ ને આવું છું.
ધનવાન વ્યક્તિ તેના ઘરમાં દાખલ થયો અને પોતાના પરિવાર માં ગુંચવાય ગયો, અને તે ભૂલી ગયો કે બહાર એક વૃદ્ધ વ્યક્તિ ને તેને કોટ આપવાનું કહ્યું છે. સવારે જયારે તે ધનવાન વ્યક્તિ ની નીંદર ખુલે છે ત્યારે તેને યાદ આવે છે કે વૃદ્ધ ગરીબ માણસ ને મેં કોટ આપવા માટે મારા ઘરના દરવાજા પાસે ઉભા રાખ્યા છે.
તે તરત જ ઘર ની બહાર આવે છે, અને દરવાજા પાસે તે ગરીબ વૃદ્ધ ને જોવે છે, તો તે મૃત્યુ પામ્યો હતો. તે ઠંડી ના કારણે મૃત્યુ પામ્યા છે, પણ તે ગરીબ વૃદ્ધ ના હાથ મેં એક ચીઠી છે તે ધનવાન વ્યક્તિ તે ચીઠી તેના હાથ માંથી લઇ ને વાંચે છે.