ગામડાની એક સ્કુલમાં લાલબત્તી વાળી ગાડી આવે છે, તેમાંથી ઉતરીને એક માણસ સીધો ઘરડાં શિક્ષકના પગમાં પડી જાય છે. કારણ જાણશો તો તમે પણ…

આજે આવો સવાલ પૂછ્યો એટલે બધા બાળકો વિચારમાં પડી ગયા. બાળકોના મનમાં સૌથી પહેલા શું આવે? ચોકલેટ, મનગમતું રમકડું, અથવા પછી તેને મનપસંદ સ્પોર્ટ્સના ઉપકરણો. અને આ ક્લાસમાં પણ એવું જ થયું. સાહેબ એ સવાલ પૂછ્યો એટલે બધા વિદ્યાર્થીઓ એક પછી એક જવાબ દેવા લાગ્યા.

એક વિદ્યાર્થીએ કહ્યું કે હું એ રૂપિયામાંથી નવી વિડીયો ગેમ ની ખરીદી કરીશ. તો એક વિદ્યાર્થીનીએ કહ્યું કે હું તેમાંથી એક સરસ મજાની ડોલ ની ખરીદી કરીશ. તો એક વિદ્યાર્થીએ કહ્યું કે હું મારા માટે ઘણી બધી ચોકલેટ લઈશ.

આ બધાની વચ્ચે સાહેબ નું ધ્યાન બીજી લાઇન પર બેઠેલા એક બાળક પર ગયું, તે જાણે ઊંડા વિચારમાં પડ્યો હોય તેવું શિક્ષકને લાગ્યું. તેણે તે વિદ્યાર્થીને કહ્યું તું શું વિચારી રહ્યો છે?

બાળકે જવાબ આપતા કહ્યું સાહેબ, મારી મમ્મીને આંખેથી થોડું ઓછું દેખાય છે. એટલે હું તેના માટે એક ચશ્માની નવી જોડ બનાવી દઈશ. શિક્ષકે સહજતાથી કહ્યું અરે બેટા તારી માતા ના ચશ્માં તો તારા પપ્પા પણ ખરીદી શકે છે, તારે તારા માટે કંઈ નથી ખરીદી કરવી? પછી જે બાળકે જવાબ આપ્યો તે જવાબ સાંભળીને શિક્ષક ના ગળે પણ ડૂમો ભરાઈ ગયો.

બાળકે જવાબ આપતા કહ્યું મારા પપ્પા હવે આ દુનિયામાં નથી. મારી મમ્મી લોકોના કપડા સીવીને અમારા ઘરનો ખર્ચો પણ કાઢે છે અને મારા ભણતર નો ખર્ચો પણ ઉઠાવે છે. પરંતુ તેને હવે થોડું આંખેથી ઓછું દેખાય છે એટલે હું તેને નવા ચશ્મા કરાવી દેવા માંગું છું જેથી હું વ્યવસ્થિત રીતે શિક્ષા મેળવી શકું. અને ભણી-ગણીને આગળ આવીને મોટો માણસ બનીને મારા પોતાની કમાણીમાંથી મારી માતા ને દુનિયાના બધા સુખ આપી શકું.

બાળક નો જવાબ સાંભળીને શિક્ષક થોડા સમય સુધી તો કશું બોલી શક્યા નહીં પછી તેણે બાળકને કહ્યું બેટા તારા વિચાર જ તારી કમાણી છે. મેં તો 500 રૂપિયા નું કહ્યું હતું, આ લે આ 1000 રૂપિયા તને આપું છું, અને હા આ રૂપિયા હું તને ઉત્તરમાં આપું છું ભણી-ગણીને મોટો માણસ થજે. અને જ્યારે પણ તારી કમાણી શરૂ થઈ જાય ત્યારે મને પાછા આપજે. આટલું કહીને તે બાળકને હજાર રૂપિયા આપે છે.

આ બાળક ભણી-ગણીને આગળ વધે છે, અને નાની ઉંમરમાં જ સરકારી વીભાગમાં ખુબ ઉંચ્ચ હોદો ધરાવતો અધિકારી બને છે. પછી જ્યારે તેનો પહેલો પગાર આવે છે કે અચાનક તે નક્કી કરે છે કે પેલા શિક્ષકને મળીને પૈસા આપશે, પરંતુ એક દિવસ અચાનક તે કામથી જે રસ્તે જઇ રહ્યા હોય છે તે જ રસ્તામાં વચ્ચે જોગાનુજોગ સ્કૂલ આવે છે.

ત્યાં ગાડી ઊભી રખાવે છે અને તરત જ અંદર જઈને ઘરડા સાહેબ ના ચરણોમાં પડી જાય છે, સાહેબ પહેલા તો તેને ઓળખી નથી શકતા અને આશ્ચર્ય ચકિત પણ થઈ જાય છે, સ્કૂલનો સ્ટાફ પણ સ્તબ્ધ થઈ જાય છે. પછી પેલો માણસ કહે છે સાહેબ હું તમારા 1000 રૂપિયા ઉધાર લીધા હતા તે પાછા આપવા આવ્યો છું. મને ઓળખ્યો? હું એ જ મૌલિક છું. જેને તમે ઘણા વર્ષો પહેલા એક હજાર રૂપિયા આપ્યા હતા.

શિક્ષક તરત જ ઓળખી જાય છે અને યુવાન કલેકટરને તરત જ ઉઠાવીને ગળે મળે છે અને કહે છે કે તારી જગ્યા મારા ચરણોમાં નહીં અહીં છે. શિક્ષકના આંખમાંથી એ સમયે ફરી પાછા આ શું નીકળી જાય છે.

આ સ્ટોરી માટે ઘણું શીખવા મળે છે કે જો આપણે કોઈપણ ધ્યેય નક્કી કરી લઇએ અને આપણે પૂછીએ તો આપણા આત્મવિશ્વાસ અને મહેનતના દમ ઉપર આપણું નસીબ આપણે પોતે પણ લખી શકીએ છીએ. અને આપણે મહેનત ન કરીએ અને નસીબને દોષ દેતા રહીએ તો એમાં નસીબ નો કોઈ દોષ નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel