in

ગાય નું મહત્વ: ગાયને વાસી રોટલી કે ખોરાક આપતા પહેલા આ જાણી લો

હિન્દુ સંસ્કૃતિ માં ગાય ને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે લગભગ દરેક ના ઘર માં પહેલી રોટલી ગાય માટે બનતી હોય છે પરંતુ તે જયારે ગાય ને ખવડાવવા માં આવે છે ત્યારે તે રોટલી વાસી થી ગઈ હોય છે બહુજ ઓછા લોકો હશે કે ગરમ રસોઈ ગાય ને આપતા હશે

પરંતુ ગાય ને વાસી રોટલી કે ખોરાક આપતા લોકો પહેલા આટલું જાણી લે કારણ કે આપણે ઘણા વર્ષો થી આ ભૂલ કરીયે છીએ હિન્દૂ ધર્મ માં ગાય ને વિશેષ સ્થાન પ્રાપ્ત છે અને આપણા શાસ્ત્રો માં તો ગાય ને ઘરે પાળવાની અને તેની સેવા કરવાની વાત કહેવામાં આવી છે

કારણ કે ગાય ની અંદર તેંત્રીસ કોટી દેવતાઓ નો વાસ રહેલો છે અને આજ કારણે ગાય ને પૂજનીય ગણવામાં આવે છે તેના ધાર્મિક મહત્વ ની સાથે સાથે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ગાય ને પાળવા અને તેના દૂધ અને તેમાંથી બનતી બધી વાનગીઓ આપણા સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક છે

ફક્ત દૂધ જ નહિ ગૌમૂત્ર અને ગાય ના ગોબર માંથી પણ અનેક પ્રકાર નો ફાયદો મળે છે ટૂંક માં વાત કરીયે તો ગાય નું આપણા દિલ માં ધર્મ માં અને ઘર માં એક મહત્વ નું સ્થાન ધરાવે છે પણ ગાય ને વાસી ખોરાક ખવડાવવા ના ગેરફાયદા આપણે જાણીયે

આટલી બાબત જાણવા છતાં પણ આપણે ઘર ના દરવાજે આવતી ગાય ને આપણે વાસી ખોરાક ખવડાવીએ છીએ અથવા તો વધ્યું ઘટ્યું ખવડાવીએ છીએ જરા વિચાર કરજો આપણે ઘર માં બિરાજમાન ભગવાન ને તો ગરમ ખોરાક નો થાળ ધરાવીએ છીએ