૨૧ મી સદીની વહુ કેવી હોય? આ વાંચી જાઓ એટલે સમજાઈ જશે

એક ઘરમાં લગ્ન થયા, એટલે નવી વહુ ને ઘરની પરંપરા પ્રમાણે આવકારવામાં આવી અને ધામધૂમથી બંનેના લગ્ન થયા હતા.

રિસેપ્શનની રાત્રે સ્ટેજ ઉપર ડાન્સ મસ્તી સાથે સાથે ઘણા કાર્યક્રમ યોજાયા હતા.

એમાં પરિવારજનો સાથે ડાન્સ વગેરે કરતાં છેલ્લે બહુ મોડું થઈ ગયું હતું અને માત્ર થોડા પરિવારજનો જ બચ્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પછી રિસેપ્શન પૂરું કરીને બધા ઘરે ગયા. નવી વહુ ની ઘરમાં આગતા સ્વાગતા કરવામાં આવી. તેને પરિવારના સભ્યોએ બોલાવી અને બધા વચ્ચે બે શબ્દ કહેવા માટે જણાવ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એટલે તરત જ નવી વહુ એ પોતાની સ્પીચ આપતા કહ્યું કે હે મારા પરિવારજનો, હું તમારા દરેક લોકોનો આભાર માનું છું કે મને આ કુટુંબમાં સામેલ કરાઇ અને નવા ઘરમાં ખૂબ જ સુંદર મજાનો આવકાર આપવામાં આવ્યો. સૌથી પહેલાં તો મારે દરેક લોકોને કહેવું છે કે મારી અહીં હાજરીથી કોઈ પણ લોકોને જરા પણ તકલીફ ન પડવી જોઈએ, એટલે કે મારો કહેવાનો મતલબ એવો છે કે મારા કારણે તમે તમારી રહેણીકરણી માં કોઈ પણ જાતનો ફેરફાર કરતા નહીં! તમે તમારી જિંદગી જે રીતે જીવી રહ્યા હતા એ જ રીતે નિયમિત પણે જીવવાનું ચાલુ રાખજો.

આ સ્પીચ થોડી પરિવારજનોને અટપટી લાગે અને કોઈને કંઈ ગતાગમ પડી નહીં, એટલે તરત જ તેના સસરાએ તેને પૂછ્યું કે બેટા, તું કહેવા શું માંગે છે?

તરત જ નવી વહુ એ કહ્યુ કે પપ્પા, હું કહેવા માગું છું કે જે લોકો વાસણ ઘસતા, તેઓએ વાસણ ઘસવા. જે લોકો રસોઈ બનાવતા હતા તેઓએ રસોઈ ન બનાવવી, જે લોકો કપડાં ધોતા તેઓએ કપડાં જ ધોવા. અને મારા લીધે તમારે કોઈએ કંઈ જ બંધ કરવાની જરૂર નથી! જે લોકો કચરા-પોતા કરી આખું ઘર ચોખ્ખું રાખતા, તે લોકોએ પણ ચાલુ જ રાખવું. અને રહી વાત મારી તો હું તો આ ઘરમાં ફક્ત તમારા દીકરાને કાબૂમાં રાખવા માટે જ આવી છું!

આટલું કહીને તે હસવા લાગી.

વહુ ના મોઢે થી આવું સાંભળીને ત્યાં હાજર સૌ લોકો ખડખડાટ હસી પડ્યા, અને ત્યાં હાજર લોકો માંથી તરત જ તે વહુ ના સસરા બોલવા લાગ્યા કે આને કહેવાય ૨૧ મી સદીની વહુરાણી! આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો તમને પણ આ વાંચીને હસવું આવ્યું હોય તો શેર કરવાની છૂટ છે.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team