સંત કબીરજી નો એક શિષ્ય તેની પાસે આવે છે અને કહે છે કે મારી શિક્ષા પૂર્ણ થઇ છે હવે તમે મને કહો કે હું લગ્ન કરી અને ગૃહસ્થ જીવન નો રસ્તો અપનાવું કે સન્યાસ ધારણ કરી ને સાધુ સંત ના માર્ગ ને અપનાવું આ બંને માંથી મારા માટે શું સારું રહેશે એ મને સૂચન કરશો.
ત્યારે કબીરજી એ કહ્યું કે બંને વાત સારી છે જે પણ રસ્તો અપનાવવો હોય તે બહુજ સમજી વિચારી ને નક્કી કરો જે ઉચ્ચકોટિ નો રસ્તો લાગે તે અપનાવવો ત્યારે શિષ્ય એ કહ્યું કે ઉચ્ચકોટિ નો રસ્તો છે તે કેવી રીતે નક્કી કરવું એટલે કબીરજી એ કહ્યું કે એ ક્યારેક પ્રત્યક્ષ જ સમજાવીશ.
તે શિષ્ય કબીરજી પાસે રોજ આવતો. એક દિવસ કબીરજી બપોરના બાર વાગ્યા ના સમયે સુતર વણી રહ્યા હતા ત્યારે તે ખુલી જગ્યા એ બેઠા હતા અને ત્યાં પ્રકાશ પણ ઘણો હતો ત્યારે કબીરજી એ તેના પત્ની ને અવાજ કરીને કહ્યું કે એક દીવડો પ્રગટાવી અને આપો.
ત્યારે તેના પત્ની તુરંત જ એક દીવડો પ્રગટાવી ને કબીરજી બેઠા હતા ત્યાં રાખી ગયા અને કોઈ પણ જાત ના સવાલ જવાબ કર્યા નહિ કે તમે તડકા માં બેઠા છો તે દીવડા ના પ્રકાશ નું શું કામ છે
સાંજે એ શિષ્ય ને લઇ ને કબીરજી એક પહાડ પાસે ગયા અને પહાડ ની ટોચ પર રહેતા એક વૃદ્ધ સંત ને અવાજ કરી અને બોલાવ્યા અને કહ્યું કે મહારાજ આપણું એક જરૂરી કામ છે નીચે આવો વૃદ્ધ સંત બહુ તકલીફ ભોગવતા ભોગવતા નીચે આવ્યા ત્યારે કબીરજી એ પૂછ્યું કે આપની આયુષ્ય કેટલી છે ??
ત્યારે નીચે આવેલા સંતે કહ્યું કે એંશી વર્ષ આટલું બોલી અને તે પાછા પોતાની ઝૂંપડી માં પહાડ ચડી ને ગયા ત્યારે કબીરજી એ ફરીથી અવાજ કરીને તે સંત ને બોલાવ્યા અને તે ફરીથી નીચે આવ્યા ત્યારે કબીરજી એ પૂછ્યું કે આપ અહીંયા કેટલા વર્ષથી રહો છો ???