યુવકે રોકડ રકમ પોલીસ કર્મચારીઓ ને સોંપી દીધી એટલે તેઓએ તે રકમ ઘણી હતી અને તે રકમ 135000 ડોલર જેટલી થઇ હતી. એટલે કે અંદાજે એક કરોડ રૂપિયા જેટલી રકમ થાય. પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ પૈસા બેંકના સબ કોન્ટ્રાકટર દ્વારા એટીએમ ની બહાર મુકવામાં આવ્યા હતા.
ત્યાંની પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પૈસા તે યુવકના જીવનમાં અવિશ્વસનીય ફેરફાર લાવી શક્યા હોત. તેણે ખોટો રસ્તો અપનાવ્યો હતો આવું શક્ય બને પરંતુ તેણે અખંડિતતા નો માર્ગ પસંદ કર્યો અને યોગ્ય કાર્ય કર્યું.
તે યુવક દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે તેના માતા-પિતા હંમેશાં તેને ઘર પર કામ કરવાનું શીખવતા હતા. ચોરી કરેલા પૈસા ક્યારે તમારી જોડે રહેતા નથી.
તે યુવકની પ્રામાણિકતા એ તેને આખા શહેરમાં થી ઘણી બધી પ્રશંસા પ્રાપ્ત કરાવી. અને ત્યાંના પોલીસ ના વડા એ તો તેને પોલીસ વિભાગમાં જાહેર સેવા સહાયક તરીકેની નોકરી ની અરજી કરવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.
એટલું જ નહીં આ યુવકને ત્યાં ત્રણ સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા 500-500 ડોલરના ઇનામ આપવામાં આવ્યા હતા. અને એક સ્થાનિક રેસ્ટોરન્ટ એ પણ યુવકને 100 ડોલર બોલનું ગિફ્ટ કાર્ડ આપ્યું હતું.