એક યુવકને એટીએમ પાસે મળ્યા એક કરોડ રૂપિયા, પછી તેણે જે કર્યું તે…

એક યુવક તેના બેંકમાં પૈસા જમા કરાવા ગયો હતો. ત્યારે તે યુવકને એક પ્લાસ્ટિકની થેલીમાં લગભગ એક કરોડ રૂપિયા જેટલી રકમ મળી હતી. ૧૯ વર્ષના યુવકે આ રકમ મળ્યા પછી જે કર્યું તેના હિસાબે ન્યૂ મેક્સિકો રાજ્યમાં તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

આ કિસ્સો અમેરિકા નો છે. જે ૧૯ વર્ષના યુવાન સાથે બન્યો હતો.

જેવી યુવાનને ખબર પડી કે આ થેલીમાં પૈસા પડ્યા છે એવા તરત જ તેણે પોલીસને બોલાવી હતી, અને ત્યાના સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટના બે અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારે તરત જ તે પોલીસ અધિકારીને આ યુવકે રોકડ રકમ સોંપી દીધી હતી. તેણે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને ક્યારેય આ રકમ રાખવાનું વિચાર્યું હતું નહીં, પરંતુ ઘણા બધા પ્રકારના જંગલી વિચારો તેના મગજમાં ઊભા થયા હતા. શું આ કોઈ પ્રકારની ચાલ હતી? શું આના કારણે કોઈ તેને અપહરણ કરવા માંગતું હતું? એવા વિચારો તેને આવ્યા હતા.

તેણે ઇન્ટરવ્યૂમાં ઉમેર્યું હતું કે તે તરતજ આઘાતમાં આવી ગયો હતો, તે ફક્ત તેની સામે જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે હવે તેને શું કરવું જોઈએ?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel