એક વ્યક્તિને તેની પત્નીનો ફોન આવ્યો એટલે તે થોડો પરેશાન થઈ ગયો, તે જ્યાં કામ કરતો હતો તે શેઠે તેને પૂછ્યું તું તારી પત્નીથી આટલો કેમ ડરે છે? તો તે વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે શેઠ…

મુકેશ એક મોટા વેપારી ને ત્યાં નોકરી કરતો હતો. મુકેશ ને તેના શેઠ સારી રીતે રાખતા અને પગાર પણ સારો આપતા હતા. અને પગાર ઉપરાંત મુકેશ ને કઈ જરૂરત હોય તો તેના શેઠ મુકેશ નું કોઈ કામ અટકવા દેતા નહિ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને સામે મુકેશ પણ નોકરી ની કલાકો ગણવાને બદલે જ્યાં સુધી કામ હોય તે ઘરે જતો નહિ. એક દિવસ મુકેશ તેના શેઠ ની સામે બેઠો હતો, ત્યાં તેના ફોન ની ઘંટડી વાગી.

મુકેશે જોયું તો તેના પત્ની નો ફોન હતો પત્ની નો ફોન આવવાથી મુકેશ થોડો પરેશાન થઇ ગયો, આ બધું તેના શેઠ જોઈ રહ્યા હતા. ફોન પત્યા પછી શેઠે મુકેશ ને પૂછ્યું કે તું તારી પત્ની થી આટલો બધો કેમ ડરે છે?

તારી પત્ની કોઈ હિરોઈન જેવી નથી કે નથી ભણી ગણી ને કોઈ ઓફિસર થયેલી ત્યારે મુકેશ પાસે તેના શેઠ ને જવાબ દેવા માટે કોઈ શબ્દો નહોતા.

પણ તેને એટલું કહ્યું કે હું મારી પત્ની નું સન્માન કરું છું. અને તેની પુરેપુરી કદર કરું છું. તેમાં ડરવાની કોઈ વાત જ નહોતી. અને કઈ ફરક નથી પડતો કે એ કેવી લાગે છે. અને કેટલું ભણેલી છે. મને તો સૌથી પ્રેમાળ અને લાગણી ભર્યો સંબંધ મારી પત્ની નો જ લાગે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એટલે શેઠે કહ્યું કે તું તો તું તો જોરૂ નો ગુલામ નીકળ્યો પત્ની નો સંબંધ તને સૌથી પ્રેમાળ અને લાગણી વાળો લાગતો હોય તો બીજા બધા સંબંધ ની તું કઈ કિંમત કરતો જ નથી આને મતલબ તો એમ જ થાય ને ?

મુકેશે ખુબ જ શાંતિ થી જવાબ આપતા કહ્યું કે શેઠ માતા પિતા સંબંધી નથી હોતા. એ તો ભગવાન થી પણ ઉપર હોય છે. આપણને આ દુનિયા માં લાવવા વાળા જ આપણા માતા પિતા છે. તેની સાથે સંબંધ નિભાવવાનો નથી હોતો. તેની તો પૂજા કરવાની હોય છે.

ભાઈ બેન નો સંબંધ જન્મજાત હોય છે, મિત્ર નો સંબંધ મોટા ભાગે મતલબ થી હોય છે, એમ શેઠજી તમારો અને મારો સંબંધ પૈસા નો અને જરૂરિયાત નો છે. પણ એક પત્ની નો સંબંધ જ એવો હોય છે કે કોઈ પણ ઓળખાણ ના હોવા છતાં આપણને પરણીને ઘરે આવે ત્યાર થી હંમેશ ને માટે આપણી થઇ જાય છે.

અને પોતાના દરેક સંબંધો ને છોડી ને કાયમ માટે આપણી થઇ જાય છે આપણા બધા સુખ દુઃખ માં સહભાગી થાય છે. અને જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી આપણી બાજુ માં ઉભી રહે છે.

શેઠ મુકેશ ને એકદમ ધ્યાન થી સાંભળી રહ્યા હતા. વચ્ચે કશું જ બોલતા નહોતા મુકેશ પાસે થી આટલી અદભુત વાતો સાંભળીને શેઠ ને પણ ખુબ આનંદ આવ્યો. મુકેશે કહ્યું કે પત્ની એ કોઈ એક સંબંધ નથી. એ તો સંબંધ નો ભંડાર છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

કારણ કે તે જયારે આપણી સેવા કરે છે ત્યારે એક માં બની જાય છે. જયારે તે આની સાથે લાડ પ્યાર કરે છે, અને આપણને ભૂલ પાર ખીજાય જાય ત્યારે તે એક બહેન બની જાય છે. જયારે આપણી પાસે કઈ વસ્તુ લેવા માટે જીદ કરે નખરા કરે ત્યારે એક “દીકરી “જેવી બની જાય છે.

જયારે પરિવાર ના હિત માટે આપણને પણ સલાહ આપે અને ખીજાયપણ જાય ત્યારે એક “મિત્ર “ બની જાય છે, જયારે આખા ઘર ની ચીજ વસ્તુ ની ખરીદી નું બજેટ બનાવે અને બધા ને રાજી રાખે ત્યારે તે એક શેઠાણી બની જાય છે.

અને આખી દુનિયા ને છોડી ને આપણી પાસે બેસી ને પ્રેમ ની વાતો કરે છે ત્યારે આપણી પ્રેમિકા બની જાય અને આપનો પ્રાણ આત્મા બની જાય છે અને આની ઉપર બધું ન્યોછાવર કરી દે છે. હવે તમે જ કહો હું મારી પત્ની ની કદર કરું અને સન્માન આપું તેમાં શું ખોટું છે?

શેઠ પાસે મુકેશ ને કહેવા શબ્દો જ નહોતા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team