એક વ્યક્તિએ તેના ચાર દીકરા વચ્ચે સંપત્તિનો એવો ભાગ પાડ્યો કે તમે પણ જાણીને...

જુના સમય ની વાત છે એક નાના ગામ માં ભીમજીભાઈ નામ ના એક શેઠ રહેતા હતા. શેઠ બહુ હોશિયાર હતા. તેને ચાર પુત્રો હતા અને ચારેય પુત્રો ના લગ્ન થઇ ચુક્યા હતા. અને બધા શાંતિ થી પરિવાર ની સાથે રહેતા હતા ભીમજીભાઈ ને અલગ અલગ ચાર દુકાન હતી અને ચારેય પુત્રો એક એક દુકાન સાંભળી રહ્યા હતા.

સમય પસાર થઇ રહ્યો હતો. અને ભીમજીભાઈ વૃદ્ધ થવા લાગ્યા હતા તેના પત્ની નું અવસાન ચાર વર્ષ પહેલા જ થયું હતું હવે ભીમજીભાઈ વિચારી રહ્યા હતા કે તેની પાસે રહેલા ધન અને સંપત્તિ માં બધા દીકરા નો સરખો ભાગ તો છે પણ અત્યારે મારે કોને સોંપવી કે જે ધન અને સંપત્તિ ને સાચવી અને મારા અવસાન પછી બધા ને સરખા ભાગે આપે.

અને ત્યાં સુધી માં તે તેમાંથી ધન માં અને સંપત્તિ માં વધારો પણ કરી શકે તેના માટે તેને ચારેય પુત્રો અને પુત્રવધુ ને બોલાવ્યા અને એક એક કરી અને બધા ને પચીસ પચીસ દાણા ઘઉં ના આપ્યા અને કહ્યું કે હું જાત્રા કરવા માટે જાઉં છું અને ચાર વર્ષ જેવો સમય લાગશે.

હું જયારે પાછો આવું ત્યારે આ ઘઉં ના પચીસ દાણા સાચવી ને મને પાછા આપશો અને તમારા થી વધારો થાય તેટલો કરજો જેને સૌથી સારો ઉપયોગ કર્યો હશે તેને હું મારી પાસે રહેલું ધન અને બાકી ની સંપત્તિ સાચવવા માટે અને તેમાં વધારો કરવા નો અધિકાર આપીશ આટલું બોલી અને ભીમજીભાઈ જાત્રા કરવા માટે નીકળી ગયા આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ભીમજીભાઈ જાત્રા કરવા માટે નીકળી ગયા ત્યારે મોટા દીકરા અને વહુ ને એમ લાગ્યું કે આ પચીસ દાણા ઘઉં ના ચાર વર્ષ પછી કોણ યાદ કરે અને પિતાજી આવી અને માગશે તો કોઠી માંથી બીજા ઘઉં ના દાણા આપી દેશું અને અમે તો બધા ભાઈ માં મોટા છીએ.

એટલે ધન અને સંપત્તિ તો પિતાજી અમને જ સાચવવા માટે આપશે કારણ કે મોટા હોવાના લીધે પહેલો હક્ક મારો જ બને આવું વિચારી અને તેને આપેલા ઘઉં ના દાણા તેને ફેંકી દીધા બીજા દીકરા એ ઘઉં ના દાણા પોતાના કબાટ માં રહેલા દાગીના ની સાથે સાચવી ને રાખી દીધા એવું વિચારી ને કે બાપુજી આવે ત્યારે આપણે એ જ ઘઉં ના દાણા તેને પાછા આપીશું તો તે ખુશ થઇ ને ધન સંપત્તિ મને આપશે.

અને ત્રીજા નંબર ના દીકરા એ પણ તે ઘઉં ના દાણા સાચવી અને ભગવાન ના મંદિર માં રાખી દીધા અને તેની પૂજા કરવા લાગ્યા એવું વિચારી ને કે પિતાજી એ આપેલ ઘઉં ને સારી રીતે સાચવી ને પરત કરીશું તો તે રાજી થશે અને સંપત્તિ મારા હાથ માં આપશે

હવે ચાર નંબર ના દીકરા નો વારો હતો તેને બહુ વિચારી અને સમજદારી થી ઘઉં ના એ પચીસ દાણા ને એક એક કરી અને જમીન માં વાવી દીધા અને જોતા જોતા માં તો એ બધા દાણા ઉગી નીકળ્યા તેને ઉગી નીકળેલા બધા દાણા ને ફરી થી જમીન માં વાવી દીધા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને તેના પિતાજી આવ્યા ત્યાં સુધી તેને આ ક્રમ જાળવી રાખ્યો અને ચાર વર્ષ માં તો આખું ગોડાઉન ભરીને ઘઉં તેની પાસે થયા હતા હતા જે તેના પિતાજી એ આપેલા પચીસ દાણા માંથી બનાવ્યા હતા

ચાર વર્ષ પછી પિતા જાત્રા કરી અને ઘરે આવે છે ત્યારે બધા પુત્રો ને બોલાવે છે અને ઘઉં ના દાણા નું શું કર્યું તે પૂછે છે ત્રણેય પુત્ર ને પૂછ્યા પછી સૌથી છેલ્લે નાના પુત્ર નો વારો આવે છે ત્યારે તે પુત્ર પિતાજી ને અને બધા મોટા ભાઈઓ ને પોતાની સાથે લઇ જાય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને ઘઉં ભરેલા ગોડાઉન માં લઇ ને જાય છે અને કહે છે કે તમે આપેલા ઘઉં ના પચીસ દાણા માંથી આ ગોડાઉન ભરીને ઘઉં મેં બનાવ્યા છે અને આ બધા ઘઉં તમારા છે ત્યારે તેના પિતા એ પોતાની પાસે રહેલા ધન થી ભરેલી તિજોરી ની ચાવી અને તમામ સંપત્તિ ના કાગળ નાના દીકરા ને સોંપ્યા અને કહ્યું કે જે રીતે તે ઘઉં માં વધારો કર્યો છે રીતે ધન અને સંપત્તિમાં પણ વધારો કરે એ મારે તને આશીર્વાદ છે.

આ સમજવાની વાત માં ઘઉં ના દાણા તો એક પ્રતીક ના રૂપે છે જે આપણને સમજાવે છે કે જીવન માં કરેલી નાની નાની શરૂઆત ને મહેનત અને ઈમાનદારી થી મોટું સ્વરૂપ ટૂંક સમયમાં પણ આપી શકાય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team