આજે પ્રવીણભાઈ બહુ દુઃખી થઇ ને તેના મિત્ર રાજુભાઈ પાસે બેઠા હતા. અને વાત કરતા હતા કે મારા સારા સમય માં મેં જે જે લોકો ને સાથ સહકાર આપ્યો હતો, તેમાંથી કોઈ આજે મને જરા પણ મદદ કરવા માટે આગળ આવતા નથી.
કોઈ ને ધંધા માં સહકાર આપી અને આગળ લાવ્યો તો, કોઈ ને દીકરા દીકરી ના લગ્ન માં રૂપિયા ની જરૂર હોય તો વ્યાજ વગર હાથ ઉછીના રૂપિયા આપ્યા, અને તે લોકો પાસે જયારે સગવડતા થઇ ત્યારે મેં પાછા લીધા. કોઈ ને કોઈ સાથે કજિયો કે તકરાર હોય તો વચ્ચે પડી અને સમાધાન કરાવી દીધા.
પરંતુ આજે મારી હાલત નબળી પડી ત્યારે મને કોઈ ધંધા માં સહકાર દેવા કે હિમ્મત દેવા માટે રાજી નથી, અને સામે મળે તો નજર બદલી નાખે છે, અથવા રસ્તો પણ બદલી નાખે છે.
પ્રવીણભાઈ ની વાત સાંભળી ને રાજુભાઈ એ દિલાસો આપતા કહ્યું, કે મતલબી માણસો આવા જ હોય છે. માટે કોઈ ને મદદ કરતા પહેલા એ તપાસ કરવી જરૂરી છે કે તે માણસ આપણી સાથે કાયમ માટે સારો સંબંધ રાખી શકે તેમ છે કે નહિ.
કારણ કે તમે જેને જેને મદદ કરી તે બધા અત્યારે તમારા ખરાબ સમય માં તમારા દુશ્મન થઇ ને બેઠા હોય છે, અને સાથ સહકાર આપવાની બદલે સામે ચાલી ને તમારી બદનામી કરવામાં તેઓ ને રસ હોય છે, આમ બોલતા રાજુભાઈ એ પ્રવીણભાઈ ને એક દાખલો આપ્યો…
કે જંગલ માં એક ગાય ઘાસ ચરતી હતી, તે ચરતાં ચરતાં જંગલ માં અંદર ના ભાગ સુધી ચાલી ગઈ હતી, ત્યારે તેને જોયું કે સિંહ ના નાના નાના બચ્ચા ભૂખ થી તડપી રહ્યા છે. અને આજુ બાજુ માં ક્યાંય સિંહ કે સિંહણ હતા નહિ, એટલે તે ગાયે સિંહ ના બચ્ચા ને પોતાનું દૂધ પીવડાવ્યું.
અને સિંહ ના બચ્ચા નો જીવ બચાવ્યો, થોડી વાર માં ગાય ત્યાં થી જવા માટે ઉભી થઇ, અને ત્યારે જ સિંહ અને સિંહણ આવી ગયા, અને ગાય પર હુમલો કરે તે પહેલા જ સિંહ ના બચ્ચા એ સિંહ સિંહણ ને કહ્યું કે આ ગાય ના હિસાબે અમે અત્યારે જીવતા રહી ગયા.
જયારે તમે શિકાર કરવા ગયા હતા, ત્યારે અમે ભૂખ થી તડપી રહ્યા હતા. અને મોડું થયું હોત તો અમારો જીવ પણ ચાલ્યો જાય તેવી પરિસ્થિતિ થઇ ગઈ હતી. એવા સમય માં ગાયે અમને તેનું દૂધ પીવડાવી અને અમારો જીવ બચાવ્યો હતો. તેથી તેના પર હુમલો કરશો નહિ.
સિંહ અને સિંહણ તેના બચ્ચા નો જીવ બચાવ્યો, તેથી ગાય ને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે આજ થી આ જંગલ માં અમારા પહેલા પણ તમારો અધિકાર રહેશે, અને અમે આજ થી કોઈ પણ ગાય નો શિકાર નહિ કરીયે, અને બીજા ને કરવા પણ નહિ દઈએ.
આમ ગાય ત્યાં થી નીકળી અને જંગલ માં કોઈ પણ જગ્યા એ ચિંતા કર્યા વગર ઘાસ ચરવા માટે જતી ત્યારે બીજા કોઈ પ્રાણી ગાય પર હુમલો કરવા આવે તો સિંહ અને સિંહણ તેને ભગાડી મુકતા, ગાય ના સિંહ સિંહણ ની સાથે ના સંબંધ જોઈને ગીધ પક્ષી એ ગાય ને પૂછ્યું કે સિંહ સાથે એવું શું થયું કે તમારો શિકાર કરવાનું બંધ કર્યું?