ઘણા વર્ષો પહેલાની વાત છે. રામજીભાઈ મજૂરી કામ કરી ને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને પોતાની જરૂરિયાત થી વધુ રૂપિયા મળે, તેનો તે જ દિવસે જરૂરિયાત વાળા લોકો ને મદદ કરતા. તેઓને ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા હતી. અને કામ કરતાં કરતાં પણ તેઓ કાયમ ભગવાનનું સ્મરણ કરતા રહેતા, અને એટલા માટે જ આખા ગામમાં તેઓ પ્રખ્યાત પણ હતા.
એ ગામમાં રહેતો એક ધનાઢ્ય વ્યક્તિ એક દિવસ રામજીભાઈ પાસે આવે છે. અને તેને કહે છે કે તમે જે રીતે બીજા લોકોને મદદ કરો છો, એ રીતે મારે પણ મદદ કરવી છે. એટલા માટે શું હું તમને રૂપિયા આપી દઉં તો તમે જરૂરિયાતવાળા લોકોને મદદ કરી શકશો?
થોડા સમય સુધી વિચારીને રામજીભાઈએ કહ્યું માફ કરજો શેઠ, પણ એ મારાથી નહીં બને. તમે તમારી રીતે જેને પણ મદદ કરવી હોય તેને તમે પોતે જ મદદ કરજો. તે ધનવાન વ્યક્તિ અત્યંત ધનવાન હતો પરંતુ આ દિવસ પહેલા તેને ક્યારેય કોઈ દિવસ કોઈની મદદ નહોતી કરી, એટલે મૂંઝાવા લાગ્યા કે માણસની મદદ કઈ રીતે કરાય?
થોડા સમય પછી રામજીભાઈ ને ફરી પાછું પૂછ્યું કે મારે કેવા લોકોની મદદ કરવી જોઈએ? ત્યારે રામજીભાઈ જવાબ આપતા કહ્યું કે આપણને એવું લાગે કે આ વ્યક્તિને મદદ કરવાથી તેને મળેલા રૂપિયામાંથી તે પોતાનું પેટ ભરી શકશે, પોતાના પરિવારનું પેટ ભરશે અને જરૂરીયાતની ચીજવસ્તુઓ લઇ શકે. આવા વ્યક્તિઓને મદદ કરવી જોઈએ.
બંને લોકોની વાતચીત ચાલી રહી હતી. એટલામાં ત્યાંથી એક માણસ નીકળ્યો અને શેઠે જોયું કે આ માણસ જુના અને ગંદા કપડાં પહેરીને નીકળ્યો છે. એટલે તેને થયું કે આની મદદ કરવી જોઈએ, તેને થોડા રૂપિયા આપ્યા. પછી અચાનક તેના મનમાં વિચાર આવ્યો કે આપણે મદદ કરી પરંતુ એ રૂપિયામાંથી એ શું કરે છે? એ જોવા માટે તે માણસની પાછળ પાછળ ગયા.
માણસ થોડા સમય સુધી એ જ દિશામાં ચાલતો રહ્યો, પછી અચાનક એક શેરીમાં વળી ગયો. અને તેને મદદ કરી હતી એ રૂપિયામાંથી તે ન_શો કરી અને જુ_ગા_ર રમવા બેસી ગયો. આ જોઈને તે ધનવાન શેઠને ખૂબ જ દુઃખ થયું કે મેં આ માણસને મદદ કરવા માટે રૂપિયા અને તે બધા રૂપિયા તેને વેડફી નાખ્યા.
ધનવાન શેઠ તો તે માણસ ઉપર ગુસ્સે થઈ ગયો, અને કહેવા લાગ્યો કે આવા માણસો ની મદદ તો કોઈ દિવસ ન કરવી જોઈએ. એ દિવસ આમ ને આમ પસાર થઈ ગયો.
બીજા દિવસે ફરી પાછા શેઠ રામજીભાઈ પાસે આવ્યા અને ગઇકાલે બનેલી ઘટનાની વાત કરી, એવામાં ત્યાંથી ફરી એક માણસ નીકળી રહ્યો હતો. જે દેખાવે અત્યંત ગરીબ લાગતો હતો. એટલે શેઠે તેને પૈસા આપ્યા અને ગઇકાલની જેમ તેની પાછળ જોવા ગયા કે આ પૈસા નું શું કરે છે? તો તેને પણ પહેલા વ્યક્તિની જેમ પૈસા વેડફી નાખ્યા.
આવો ક્રમ દરરોજ ચાલુ થઈ ગયો, તેને અનેક લોકોની મદદ કરીને જોઈ પરંતુ દરેક લોકો તેને આપેલા પૈસા વેડફી નાખતા. પૈસા નો આવા દૂર ઉપયોગ થતો જોઈને તે એક દિવસ ફરી પાછા રામજીભાઈ પાસે ગયા અને કહ્યું કે મારી સાથે છેલ્લા ઘણા દિવસથી આવું થાય છે.