એક વ્યક્તિએ સંતને પૂછ્યું, મારી પાસે કરોડો રૂપિયા છે પણ મારો પુત્ર મારી એક વાત પણ માનતો નથી, તે સંતે એવો જવાબ આપ્યો કે તે વ્યક્તિ…

શહેર માં એક સંત પોતાના પરિવાર સાથે સુખ શાંતિ થી કેવી રીતે રહેવું અને પરિવાર ના સભ્યો ને સંસ્કારી કેમ બનાવવા, તે વિષય પાર તેનું પ્રવચન આપી રહ્યા હતા આખો હોલ ભરચક હતો. અને બધા એકચિત્તે સંત ને સાંભળી રહ્યા હતા.

સંત નું પ્રવચન પૂરું થતા તેના નજીક થી દર્શન કરવા વાળા અને પગે લાગવા વાળા લોકોની લાઈનો પણ નાની નહોતી. સંત ને ત્યાં થી શહેર ના એક ખુબ જ શ્રીમંત પરિવાર શેઠ દલીચંદ ના ઘરે પધરામણી કરવા જવાનું હતું. અને દલીચંદ શેઠ પણ પ્રવચન માં હાજર હતા.

થોડા સમય પછી સંત શેઠ દલીચંદ ની સાથે તેની મોટર માં તેના મહેલ જેવા નિવાસ સ્થાને ગયા. ઘર ના સભ્યો માં શેઠ દલીચંદ અને તેના પત્ની બે જ હાજર હતા. ત્યારે સંતે પૂછ્યું કે તમારા સંતાનો ક્યાં છે? જેનો જવાબ આપવો શેઠ દલીચંદ ને પણ અઘરો થઇ પડ્યો.

અને શેઠ એકદમ ઉદાસ અવાજે બોલ્યા એ અમારે સંતાન માં એક માત્ર પુત્ર છે, અને તે તેના મિત્રો ની ખરાબ સંગત ના કારણે અમારું કઈ માનતો નથી. અને દિવસ હોય કે રાત હરવા ફરવા અને મોજ મજા કરવા માંથી નવરો જ નથી થતો.

અને વ્યસન માં પૈસા પોતાનું શરીર અને જીવન બગાડી રહ્યો છે. મારી પાસે કરોડો રૂપિયા ની સંપત્તિ છે અને તેનો એક નો એક વારસદાર છે. પણ કઈ માનતો નથી. અને ધંધા માં કશું જ ધ્યાન આપતો નથી. આટલું બોલતા શેઠ ની આખો ભીની થઇ ગઈ.

શેઠ ની વાત સાંભળ્યા પછી સંતે કહ્યું કે તમારા પિતાજી એ તમારા માટે કેટલી સંપત્તિ ભેગી કરી ને તમને આપી હતી? ત્યારે શેઠે કહ્યું કે મારુ નાનપણ તો એકદમ ગરીબી માં વીત્યું છે. મારા પિતાજી મારા માટે કશું જ મૂકી ગયા નથી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel