બધા મિત્રો એક સાથે બોલી ઉઠ્યા કે આવું તો અમે કોઈ દિવસ વિચાર્યું જ નથી, આપ શું વાત કરી રહ્યા છો!!
એક મિત્રે ફરી કુતૂહલ સાથે પૂછ્યું કે તો પછી ત્રીજી રોટલી કોની હોય છે?
વૃદ્ધ માણસે જવાબમાં કહ્યું કે ત્રીજી રોટલી વહુની હોય છે જેમાં માત્ર કર્તવ્ય નો ભાવ હોય છે, જે થોડો થોડો સ્વાદ પણ આપે છે સાથે સાથે પેટ પણ ભરાઈ જાય છે અને વૃદ્ધાશ્રમની મુશ્કેલીઓથી પણ બચાવે છે… બધા લોકો ચૂપ થઈ ગયા. થોડા સમય સુધી શાંતિ પ્રસરી ગઈ.
એક મિત્રે શાંતિ ભંગ કરતાં પૂછ્યું કે ભાઇ તો આ ચોથી રોટલી કઈ હોય છે?
તેને કહ્યું કે ચોથી રોટલી નોકરાણી ની હોય છે. જે રોટલી ખાવાથી માણસ નું પેટ પણ નથી ભરાતું અને તેનું મન પણ નથી સંતોષ અનુભવતું અને સ્વાદની તો કોઈ ગેરંટી છે જ નહીં. તો ઘણા મિત્રો બોલ્યા કે તો હવે અમારે શું કરવું જોઈએ?
તેને કહ્યું માતાની હંમેશા પૂજા કરો પત્નીને જીવનમાં સૌથી સારા મિત્ર બનાવીને રાખો, અને આપણી વહુઓને આપણી દીકરી સમજો અને તેની નાની મોટી ભૂલ ને નજર અંદાજ કરતા શીખી જાઓ, વહુ પણ ખુશ રહેશે દીકરો પણ ખુશ રહેશે અને આપણે પણ ખુશ રહી શકીશું.
અને જો કોઈપણ કારણોસર ચોથી રોટલી સુધી ભગવાન લઈ જાય તો ભગવાનનો ઊલટાનો આભાર માનવો કે ત્યાં સુધી તેને જીવતા રાખ્યા અને હવે સ્વાદ કરતાં જીવવા માટે થોડું ઓછું ખાઇને જીવી લો જેથી ઘડપણ પસાર થઈ જાય. બધા મિત્રો વિચારી રહ્યા હતાં કે ખરેખર આપણે કેટલા ભાગ્યશાળી છીએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપશો.