એક વૃદ્ધ માણસ ભગવાન પાસે ત્રણ રોટલી જ માંગતા ચોથી નહીં, મિત્રોએ કારણ પૂછ્યું તો એવું કહ્યું કે બધા મિત્રો…

વૃદ્ધ લોકોએ ભેગા મળીને પોતાનું મિત્ર મંડળ બનાવ્યું હતું. લગભગ 10 થી 12 લોકો જો આશરે બધા સરખી ઉંમરના હશે અને બધા નિવૃત હોવાથી આખા મંડળ નું કામ જ એ હતું કે સવારે બધા મિત્રો ભેગા થઈ ને બગીચામાં ટહેલતા અને વાતો કરતા, સાથે સાથે થોડી હળવી કસરતો વગેરે કરતા.

ત્યાંથી નવરા થઈને બધા લોકો ત્યાં બગીચાની નજીકમાં આવેલા એક મંદિરમાં દર્શન કરવા માટે જતા અને મંદિરે દર્શન કરીને ફરી પાછા પોતાના ઘરે ચાલ્યા જતા. ફરી સાંજનો સમય થાય કે તરત જ મિત્ર મંડળ ના બધા લોકો સાંજે બગીચામાં ફરી ચક્કર લગાવતા અને એકબીજાની ગપસપ કરતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તે મિત્ર મંડળ નો જાણે આ નિયમ થઈ ગયો હતો અને બધા લોકોની દિનચર્યા આ જ રીતે હતી. આજે બધા મિત્રો દરરોજની દિનચર્યા મુજબ ભેગા તો થયા હતા પરંતુ બગીચામાં જાણે બધા લોકો ચૂપ થઈને બેસી ગયા હતા. સામાન્ય રીતે એ લોકો એવી હસી મજાક કરતા કે આજુબાજુના લોકો તેને જોઈને વિચારવા લાગતા કે ઘડપણ હોય તો આવું.

પરંતુ આજે બધા લોકો ઉદાસ થઈને બેઠા હતા કારણ એવું હતું કે તે મિત્ર મંડળના એક સભ્યને પોતાના ઘરમાંથી વૃદ્ધાશ્રમ મોકલવા માટે વાતો ચાલી રહી હતી. અને આ વાતથી બધા મિત્રો ઉદાસ થઈને બેઠા હતા.

આ સમયે એક મિત્રે અચાનક બોલવાનું શરૂ કર્યું તેને કહ્યું મારી પત્ની નો સ્વર્ગવાસ થયા પછી આ મિત્ર મંડળ જ મારી દુનિયા બની ચૂક્યું છે, તમે બધા લોકો મને હંમેશા પૂછતા હતા કે હું શું કામ ભગવાન પાસે ત્રીજી રોટલી માંગું છું? આ વાતનો જવાબ હું આજે આપીશ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એમ કહીને તે પોતાની જગ્યા ઉપર ઊભા થઈ ગયા, બીજા એક મિત્ર એ તેને પૂછ્યું કે શું તમને તમારી વહુ માત્ર ત્રણ રોટલી જ આપે છે? એટલા માટે ભગવાન પાસે ત્રીજી રોટલી માંગો છો? સામે જવાબ મળ્યો અરે યાર એવું કંઈ નથી, મારા દીકરાની વહુ તો ખૂબ જ સારી છે.

પરંતુ હકીકતમાં રોટલી ચાર પ્રકારની હોય છે.

પહેલી રોટલી સૌથી સ્વાદિષ્ટ રોટલી હોય છે. જે રોટલીમાં માતાની મમતા અને પ્રેમ ભરેલો હોય છે. જેનાથી પેટ તો ભરાઈ જાય છે પરંતુ મન ક્યારેય નથી ભરાતું. બધા મિત્રોએ સહમત થઈને કહ્યું કે એકદમ સાચી વાત છે પરંતુ લગ્ન પછી માતાની રોટલી ખૂબ જ ઓછી મળે છે.

તે વૃદ્ધ માણસે પોતાની વાત આગળ વધારતાં કહ્યું હા એ જ તો બાબત છે, બીજી રોટલી પત્નીની હોય છે જેમાં સમર્પણનો ભાવ હોય છે અને પોતાનાપણું હોય છે જેનાથી આપણું પેટ અને મન બંને ભરાઈ જાય છે.

બધા મિત્રો એક સાથે બોલી ઉઠ્યા કે આવું તો અમે કોઈ દિવસ વિચાર્યું જ નથી, આપ શું વાત કરી રહ્યા છો!!

એક મિત્રે ફરી કુતૂહલ સાથે પૂછ્યું કે તો પછી ત્રીજી રોટલી કોની હોય છે?

વૃદ્ધ માણસે જવાબમાં કહ્યું કે ત્રીજી રોટલી વહુની હોય છે જેમાં માત્ર કર્તવ્ય નો ભાવ હોય છે, જે થોડો થોડો સ્વાદ પણ આપે છે સાથે સાથે પેટ પણ ભરાઈ જાય છે અને વૃદ્ધાશ્રમની મુશ્કેલીઓથી પણ બચાવે છે… બધા લોકો ચૂપ થઈ ગયા. થોડા સમય સુધી શાંતિ પ્રસરી ગઈ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એક મિત્રે શાંતિ ભંગ કરતાં પૂછ્યું કે ભાઇ તો આ ચોથી રોટલી કઈ હોય છે?

તેને કહ્યું કે ચોથી રોટલી નોકરાણી ની હોય છે. જે રોટલી ખાવાથી માણસ નું પેટ પણ નથી ભરાતું અને તેનું મન પણ નથી સંતોષ અનુભવતું અને સ્વાદની તો કોઈ ગેરંટી છે જ નહીં. તો ઘણા મિત્રો બોલ્યા કે તો હવે અમારે શું કરવું જોઈએ?

તેને કહ્યું માતાની હંમેશા પૂજા કરો પત્નીને જીવનમાં સૌથી સારા મિત્ર બનાવીને રાખો, અને આપણી વહુઓને આપણી દીકરી સમજો અને તેની નાની મોટી ભૂલ ને નજર અંદાજ કરતા શીખી જાઓ, વહુ પણ ખુશ રહેશે દીકરો પણ ખુશ રહેશે અને આપણે પણ ખુશ રહી શકીશું.

અને જો કોઈપણ કારણોસર ચોથી રોટલી સુધી ભગવાન લઈ જાય તો ભગવાનનો ઊલટાનો આભાર માનવો કે ત્યાં સુધી તેને જીવતા રાખ્યા અને હવે સ્વાદ કરતાં જીવવા માટે થોડું ઓછું ખાઇને જીવી લો જેથી ઘડપણ પસાર થઈ જાય. બધા મિત્રો વિચારી રહ્યા હતાં કે ખરેખર આપણે કેટલા ભાગ્યશાળી છીએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપશો.

Read more

વડીલે યુવાનને સીટ પરથી ઊભો કરી દીધો, આખી બસ તેની સામે થઈ ગઈ, પણ બીજા દિવસે સાચું કારણ ખબર પડ્યું તો...

સવારની બસ હંમેશાની જેમ આજે પણ ભરેલી હતી. રમણભાઈ બસ સ્ટેન્ડ પર ઊભા હતા અને હાથમાં નાની થેલી પકડી રાખી હતી. ઉંમર સિત્તેરની નજીક હતી, એટલે લાંબો સમય ઊભા રહે

By Just Gujju Things Team

લગ્ન પછી પૌત્રીનો ફોન અચાનક બંધ થઈ ગયો, દાદીને લાગ્યું કે તે ભૂલી ગઈ... વર્ષો પછી પાછી આવી ત્યારે...

લગ્નના પહેલા વર્ષ સુધી કાવ્યા દર બીજા દિવસે પોતાની દાદી શાંતાબેનને ફોન કરતી. સાંજે કામ પૂરું થાય પછી તે દાદી સાથે અડધો કલાક વાત કરતી. ક્યા

By Just Gujju Things Team

પિતાએ 30 વર્ષ જૂની કરોડોની કંપની દીકરાઓને નહીં, કર્મચારીને ફક્ત ₹1માં આપી દીધી... કારણ જાણ્યું તો...

સુરેશભાઈના પરિવાર માટે એ દિવસ કોઈને સમજાતો નહોતો. સવારથી ઘરમાં બધા લોકો ભેગા હતા. સુરેશભાઈએ પોતાના મોટા દીકરા નિશાંત અને નાના દીકરા મિતુલને ઓફિ

By Just Gujju Things Team

પત્નીએ 30 વર્ષ સુધી પોતાના લગ્નના ફોટા જોવાની ના પાડી, બાળકોને લાગ્યું લગ્નનો અફસોસ છે... પછી તેણે કારણ કહ્યું તો...

મેઘાબેનના ઘરમાં એક મોટું લાકડાનું કબાટ હતું. કબાટના ઉપરના ખાનામાં એક જૂનો ફોટો આલ્બમ પડ્યો હતો. ઘરમાં બધા જાણતા હતા કે એ મેઘાબેનના લગ્નનો આલ્બમ છે, પણ કોઈએ તે

By Just Gujju Things Team