માજીએ જવાબ આપતા કહ્યું બેટા બાળકોને ભૂલી જવાની દવા આવે કે નહીં? જો આવતી હોય તો મને એ જોઈએ છે, ભગવાન તારું ખૂબ સારું કરશે… મને એ દવા આપો.
માજીના મોઢેથી આટલું સાંભળીને ડોક્ટર ના કાન સુન્ન થઈ ચૂક્યા હતા. ડોક્ટર પાસે માજી ને આપવા માટે કોઈ જવાબ નહોતો, ડોક્ટર કશું બોલ્યા સિવાય તેના કેબિનમાં ફરી પાછા જતા રહ્યા.
કારણ કે ડોક્ટર પણ જાણતા હતા કે તે વૃદ્ધ મહિલા ની દવા જો કોઈ પાસે હોય તો તે માત્ર તેના દીકરા પાસે હતી. આ દવા આ ગામડામાં તો શું કોઈપણ જગ્યાએ ન મળી શકે.
થોડા સમય સુધી તેના મગજમાં આ વાત જ આવે રાખી, કમ્પાઉન્ડર ને પોતાની પાસે બોલાવીને ડોક્ટરે તેને કહ્યું આ માજી ક્યાં રહે છે અને તેના દીકરા નો ફોન નંબર લઇ આવો.
થોડા સમય પછી તેના દીકરાને ફોન કરીને ડોક્ટરે બધી વાત કરી અને કહ્યું ભાઈ આ માજી જે દવા માંગી રહ્યા છે તે માત્ર તમારી પાસે છે તમે મહેરબાની કરીને ગામડે આવીને તેને તેની દવા આપો.
દીકરો બધી વાત સમજી ગયો તરત જ ફરવા ગયો હતો, ત્યાંથી પાછો ફરીને ગામડે આવ્યો અને તેની માતા સાથે ઘણા દિવસો રોકાયો ત્યાર પછી નીકળતી વખતે ડોક્ટરને મળવા પણ આવ્યો અને ડોક્ટર નો પણ આભાર માન્યો. અને કહ્યું કે સાહેબ મને માતાનું મહત્વ વર્ષો પછી આજે સમજાયું જ્યારે મેં તેને ફોન માં પૂછ્યું હતું કે અમે આવતા વર્ષે આવીએ તો ચાલશે? તો તેને તરત જ કહ્યું હતું હા બેટા ચાલશે તું તારે નીરાતે આવજે.
પરંતુ હકીકતમાં તેની હાલત આવી થઈ જશે એ મને તમારો ફોન આવ્યા પછી જાણ થઈ. અને હું તરત જ ગામડે આવી પહોંચ્યો. આજે અમે ફરી પાછા શહેરમાં રહેવા માટે જઈએ છીએ સાથે મારી માતા પણ આવે છે અને જ્યારે પણ તેને શહેરમાં નહીં ગમે ત્યારે અમે બધા અહીં ગામડે આવી જશુ.
દિવસ દરમિયાન ઘણા દર્દીઓને માંદગીમાંથી સાજા કરી નાખતા એ ડોક્ટર પાસે માજી માટે એક પણ દવા નહોતી. ડૉક્ટર પોતે પણ દિવાળીની રજાઓમાં પોતાના ગામડે અચૂક જતા પરંતુ હવે જ્યારે પણ તેઓ ગામડાની બદલે ફરવા જવાનો પ્રોગ્રામ કરે તો તરત જ તેને તે માજીની વેદનાઓ યાદ આવી જતી.
ડોક્ટરે માજી નું નિદાન નહોતું કર્યું પણ તેના મનમાં એ જ સંતોષ હતો જે દરેક દર્દીને સાજા કરી ને મેળવતા..
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપશો.