એક વૃદ્ધ મહિલાએ ડોક્ટર પાસે આવીને એવું કહ્યું કે ડોક્ટર તેની વાત સાંભળીને કંઈ જ બોલ્યા વગર જતા રહ્યા કારણ કે...
ડોક્ટર પવન મામૂલી ફી લઈને આજુબાજુના ગામના દરેક લોકોની સેવા કરતા, તેની ફી પણ મામૂલી હતી અને તેઓ દવાઓ પણ સચોટ આપતા જેથી નિદાન પણ તાત્કાલિક થઈ જતું. આજુબાજુના ગામમાં રહેલા દરેક લોકો કોઈપણ તકલીફ હોય તો આ ડોક્ટરની મુલાકાત અચૂક લેતા.
આજુબાજુના બધા ગામના લોકો અહીં આવતા હોવાથી અહીંયા ભીડ પણ રહેતી. એક દિવસની વાત છે જ્યારે દરરોજની જેમ દર્દીઓની ભીડ હતી એક પછી એક બધા દર્દીને ડોક્ટર તપાસી રહ્યા હતા અને જરૂર મુજબ દવાઓ લખી આપતા હતા.
ડોક્ટર જે કેબિનમાં બેસતા હતા તે કેબીન કાચની હોવાથી ડોક્ટરને બહાર આવેલા દર્દીઓ દેખાતા. બહાર આવેલા દર્દીઓમાં આજે એક વૃદ્ધ મહિલા ઉભા હતા. ડોક્ટર બીજા દર્દીઓને તપાસી રહ્યા હતા ત્યારે તેની નજર લગભગ બે-ત્રણ વખત એ મહિલા ઉપર ગઈ. જ્યારે પણ ડોક્ટરની નજર જાય ત્યારે એ વૃદ્ધ મહિલા ઉભા ઉભા ડોક્ટર ના દવાખાના તરફ જોઈ રહ્યા હતા.
ડોક્ટર બીજા દર્દીઓને તપાસતાં તપાસતાં પણ મનમાં વિચાર કરી રહ્યા હતા કે તે માજી ઉભા ઉભા શું જોઈ રહ્યા છે. એક પછી એક દર્દી આવી રહ્યા હતા થોડા દર્દી ઓછા થયા એટલે કમ્પાઉન્ડર ને કેબિનમાં આવવાનું કહીને ડૉક્ટર પોતે ઊભા થઈને દવાખાનાની બહાર ગયા.
ઉનાળાનો સમય હોવાથી બહાર ભયંકર ગરમી હતી અને તે ભયંકર તડકામાં તે વૃદ્ધ મહિલા ઉભા હતા એટલે ડોક્ટર તે મહિલા પાસે ગયા અને ત્યાં જઈને તેને પૂછ્યું… બોલોને માજી, તમને શું થાય છે? હું ઘણા સમયથી જોઈ રહ્યો હતો કે તમે અહીં તડકામાં ઉભા ઉભા અંદર દવાખાના તરફ જોઈ રહ્યા છો એટલે વિચાર્યું કે તમારી પાસે આવીને પૂછી લઉ કે તમને શું થાય છે?
તે વૃદ્ધ મહિલા આ સવાલ ડોક્ટરે પૂછ્યું એટલે થોડા અસ્વસ્થ થઈ ગયા પછી થોડા સમય પછી સ્વસ્થ થઈને હિંમત ભેગી કરીને તેને ડોક્ટરને પૂછ્યું બેટા મારે દવા જોઈએ છે, અહીંયા મળશે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ડોક્ટર તેને મેડિકલ નું એડ્રેસ આપી અને ત્યાં મોકલી શક્યા હોત પરંતુ તે મહિલાની હાલત જોઈને તેને કહ્યું બોલોને કઈ દવા જોઈએ છે, અહીંયા મળી જશે…
માજી ફરી પાછા થોડો સમય કશું બોલ્યા નહીં પછી તેને કહ્યું કે બેટા, મારો એકનો એક દીકરો શહેરમાં રહે છે. દર વખતે તે ઉનાળાની રજાઓમાં બાળકોને લઈને ગામડે રોકાવા આવે છે, પરંતુ આ વખતે તે અહીંયા રોકાવા નથી આવ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને તે અહીંયા આ વખતે રોકાવા નથી આવવાનો એ સમાચાર મને બે દિવસ પહેલા મળ્યા હતા. બે રાત થી આ જ વાત વિચારી ને હું પરેશાન થઈ ચૂકી છું. મને બે રાતથી ઊંઘ નથી આવી રહી.
આજે વિચાર્યુ કે તારી પાસેથી દવા લઈ લઉ પરંતુ તારા દવાખાના ની ભીડ જોઈને અહીંયા બહાર જ ઉભી રહી ગઈ અને વિચાર્યું કે જ્યારે કોઈ દર્દી ન હોય ત્યારે તને પૂછીને દવા લઈશ.
ડોક્ટર ત્યાં ઉભા ઉભા ફરી પાછું તે મહિલાને પૂછવા લાગ્યા, હા બોલોને માજી તમારે કઈ દવાઓ જોઈએ છે… તમને હમણાં જ દવાઓ લઈને આપું બોલો કઈ દવાઓ જોઈએ છે?
માજીએ જવાબ આપતા કહ્યું બેટા બાળકોને ભૂલી જવાની દવા આવે કે નહીં? જો આવતી હોય તો મને એ જોઈએ છે, ભગવાન તારું ખૂબ સારું કરશે… મને એ દવા આપો.
માજીના મોઢેથી આટલું સાંભળીને ડોક્ટર ના કાન સુન્ન થઈ ચૂક્યા હતા. ડોક્ટર પાસે માજી ને આપવા માટે કોઈ જવાબ નહોતો, ડોક્ટર કશું બોલ્યા સિવાય તેના કેબિનમાં ફરી પાછા જતા રહ્યા.
કારણ કે ડોક્ટર પણ જાણતા હતા કે તે વૃદ્ધ મહિલા ની દવા જો કોઈ પાસે હોય તો તે માત્ર તેના દીકરા પાસે હતી. આ દવા આ ગામડામાં તો શું કોઈપણ જગ્યાએ ન મળી શકે.
થોડા સમય સુધી તેના મગજમાં આ વાત જ આવે રાખી, કમ્પાઉન્ડર ને પોતાની પાસે બોલાવીને ડોક્ટરે તેને કહ્યું આ માજી ક્યાં રહે છે અને તેના દીકરા નો ફોન નંબર લઇ આવો.
થોડા સમય પછી તેના દીકરાને ફોન કરીને ડોક્ટરે બધી વાત કરી અને કહ્યું ભાઈ આ માજી જે દવા માંગી રહ્યા છે તે માત્ર તમારી પાસે છે તમે મહેરબાની કરીને ગામડે આવીને તેને તેની દવા આપો.
દીકરો બધી વાત સમજી ગયો તરત જ ફરવા ગયો હતો, ત્યાંથી પાછો ફરીને ગામડે આવ્યો અને તેની માતા સાથે ઘણા દિવસો રોકાયો ત્યાર પછી નીકળતી વખતે ડોક્ટરને મળવા પણ આવ્યો અને ડોક્ટર નો પણ આભાર માન્યો. અને કહ્યું કે સાહેબ મને માતાનું મહત્વ વર્ષો પછી આજે સમજાયું જ્યારે મેં તેને ફોન માં પૂછ્યું હતું કે અમે આવતા વર્ષે આવીએ તો ચાલશે? તો તેને તરત જ કહ્યું હતું હા બેટા ચાલશે તું તારે નીરાતે આવજે.
પરંતુ હકીકતમાં તેની હાલત આવી થઈ જશે એ મને તમારો ફોન આવ્યા પછી જાણ થઈ. અને હું તરત જ ગામડે આવી પહોંચ્યો. આજે અમે ફરી પાછા શહેરમાં રહેવા માટે જઈએ છીએ સાથે મારી માતા પણ આવે છે અને જ્યારે પણ તેને શહેરમાં નહીં ગમે ત્યારે અમે બધા અહીં ગામડે આવી જશુ.
દિવસ દરમિયાન ઘણા દર્દીઓને માંદગીમાંથી સાજા કરી નાખતા એ ડોક્ટર પાસે માજી માટે એક પણ દવા નહોતી. ડૉક્ટર પોતે પણ દિવાળીની રજાઓમાં પોતાના ગામડે અચૂક જતા પરંતુ હવે જ્યારે પણ તેઓ ગામડાની બદલે ફરવા જવાનો પ્રોગ્રામ કરે તો તરત જ તેને તે માજીની વેદનાઓ યાદ આવી જતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ડોક્ટરે માજી નું નિદાન નહોતું કર્યું પણ તેના મનમાં એ જ સંતોષ હતો જે દરેક દર્દીને સાજા કરી ને મેળવતા..
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપશો.